GPSC વર્ગ-1, 2 સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે સૌથી મહત્ત્વના સમાચાર, બધું બાજુએ મુકીને પહેલાં આટલું જાણી લો

સ્પર્ધાત્મક પરીક્ષા: GPSCના ચેરમેન દિનેશ દાસાએ ટ્વિટ કરીને ઉમેદવારોને સત્વરે ફોર્મ ભરી દેવા જણાવ્યું. ગુજરાતમાં GPSCની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અરજીની સમય મર્યાદા વધારવામાં આવી હોવાથી અરજી કરવાની અંતિમ તારીખ 16 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી રાખવામાં આવી હતી. આ અરજીઓ 21 સપ્ટેમ્બરે જાહેર થયેલી પરીક્ષાઓ માટે કરવાની હતી. આ માટેની સમયમર્યાદા અગાઉ 13 ઓક્ટોબરે પૂર્ણ થતી હતી. જેની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો હોવાથી ઓનલાઇન અરજી માટે સમય મર્યાદા વધારવામાં આવી હતી. આજે આ અરજી કરવાનો અંતિમ દિવસ છે.

GPSC વર્ગ-1, 2 સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે સૌથી મહત્ત્વના સમાચાર, બધું બાજુએ મુકીને પહેલાં આટલું જાણી લો

ઝી બ્યૂરો, ગાંધીનગર: ગુજરાતમાં GPSCની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અરજીની સમય મર્યાદા વધારવામાં આવી હોવાથી અરજી કરવાની અંતિમ તારીખ 16 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી રાખવામાં આવી હતી. આ અરજીઓ 21 સપ્ટેમ્બરે જાહેર થયેલી પરીક્ષાઓ માટે કરવાની હતી. આ માટેની સમયમર્યાદા અગાઉ 13 ઓક્ટોબરે પૂર્ણ થતી હતી. જેની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો હોવાથી ઓનલાઇન અરજી માટે સમય મર્યાદા વધારવામાં આવી હતી. આજે આ અરજી કરવાનો અંતિમ દિવસ છે.

 

જે ઉમેદવારો અરજી કરવાના બાકી છે તે ઘટતું કરે. મુદત વિતી ગયા પછી કોઈક ને કોઈક બહાના હેઠળ ફોર્મ નથી ભરાયું એવી રજુઆત કરવાની નોબત ન આવે એની સૌ ચિંતા કરે. https://t.co/oBegPyao1x

— Dinesh Dasa (@dineshdasa1) October 25, 2021

 

સ્પર્ધાત્મક પરીક્ષા માટે અરજી કરવાનો આજે અંતિમ દિવસ હોવાથી GPSCના ચેરમેને ફરીવાર ટ્વિટર પર ટ્વિટ કરીને જાણ કરી છે કે ઓનલાઈન અરજી કરવાની અવધિ 26 ઓક્ટોબરે બપોરે 1.00 વાગ્યે સમાપ્ત થતી હોવાથી જેમને અરજી કરવાની બાકી હોય તેમણે કરી દેવી જોઈએ.

ઉલ્લેખનીય છેકે, દિનેશ દાસાએ ટ્વિટ કરીને લખ્યું કે, જે ઉમેદવારોને અરજી કરવાની બાકી હોય તેમણે સત્વરે અરજી કરી દેવી જોઈએ. મુદત વિતી ગયા પછી કોઈને કોઈ બહાના હેઠળ ફોર્મ નથી ભરાયું એવી રજુઆત કરવાની નોબત ના આવે તેની ઉમેદવારોએ ચિંતા કરવી જોઈએ. અગાઉ દિનેશ દાસાએ GPSC ની 21 સપ્ટેમ્બર ના રોજ પ્રસિધ્ધ થયેલ તમામ જાહેરાતો કે જેમાં અરજી કરવાની આજે છેલ્લી તારીખ હતી તેમાં પણ આ નિર્ણય લાગુ કરવામાં આવશે. આ જાહેરાતોમાં વય મર્યાદામાં હોવા છતા અરજી કરવાનું ચુકી ગયેલા ઉમેદવારો પણ અરજી કરી શકશે.

 

— Dinesh Dasa (@dineshdasa1) October 25, 2021

 

GPSC એ વર્ગ 1-2 સહિત વિવિધ વિભાગો માટે ભરતીની જાહેરાત કરી છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષકની કુલ 08, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ 01, સહાયક રાજ્ય વેરા કમિશનરની કુલ 48, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ)ની કુલ 01 એમ સંયુક્ત રીતે વર્ગ-1ની કુલ 73 જગ્યાઓ તથા મામલતદારની કુલ 12, તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની 01, સરકારી શ્રમ અધિકારીની 02, રાજ્ય વેરા અધિકારીની 75 એમ સંયુક્ત રીતે વર્ગ-2 ની કુલ 110 જગ્યાઓ થઈને કલાસ 1 અને 2ની સંકલિત કુલ 183 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

તદ્ઉપરાંત મદદનીશ વ્યવસ્થાપક/મદદનીશ નિયામક વર્ગ-2ની 06, નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા વર્ગ-1ની 13, વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા વર્ગ-2ની 06, આચાર્ય, આદર્શ નિવાસી શાળા (વિ.જા.) વર્ગ-2ની 01, પ્રવર ઔષધ નિરીક્ષક વર્ગ -2 (ખાસ ભરતી)ની 03, GMCમાં જુનિયર ટાઉન પ્લાનર વર્ગ -2ની 01 તથા પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ-3ની 02 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આમ બંને મળીને કુલ 215 જગ્યાઓ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા કુલ 215 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા માટેની GPSC ક્લાસ 1 & 2ની જાહેરાત સતત પાંચમાં વર્ષે પ્રસિદ્ધ થઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news