PM મોદી અને હીરાબા પર વિવાદિત ટિપ્પણી કરતા ગોપાલ ઈટાલિયાનો વધુ એક VIDEO વાયરલ
AAPના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયા પર હવે ભાજપ દ્વારા આકરા પ્રહારો કર્યા છે. પ્રદેશ ભાજપે ટ્વીટરના માધ્યમથી ગોપાલ ઈટાલિયા પર નિશાન સાંધ્યું છે. ઈટાલિયાના વીડિયો પર ભાજપે જણાવ્યું હતું કે, હિન્દુ વિરોધી માનસિક્તા AAPના લોહીમાં છે.
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાના નિવેદનને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. પીએમ મોદી અને તેમના માતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે ગુરુવારે દિલ્હીમાં તેમની અટકાયત કરવામાં આવી હતી, ત્યારબાદ થોડા સમય બાદ છોડી મૂકવામાં આવ્યા હતા.
AAPના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયા પર હવે ભાજપ દ્વારા આકરા પ્રહારો કર્યા છે. પ્રદેશ ભાજપે ટ્વીટરના માધ્યમથી ગોપાલ ઈટાલિયા પર નિશાન સાંધ્યું છે. ઈટાલિયાના વીડિયો પર ભાજપે જણાવ્યું હતું કે, હિન્દુ વિરોધી માનસિક્તા AAPના લોહીમાં છે. ગોપાલ ઈટાલિયાના આ નિવેદનથી માતા-બહેનો વિરુદ્ધ AAPની ખરાબ માનસિક્તા સ્પષ્ટ દેખાઈ આવે છે. ભાજપે ઈટાલિયાનો એક વીડિયો પણ શેર કર્યો છે.
શું છે આ નવા વીડિયોમાં?
વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ગોપાલ ઈટાલિયા એક કારમાં બેઠા છે અને તેઓ પીએમ નરેન્દ્ર મોદી અને તેમના માતા હીરાબા વિશે વિવાદિત નિવેદન બાજી કરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ પીએમ નરેન્દ્ર મોદીની સભાઓ વિશે ખર્ચા વિશે પણ વાણીવિલાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો કયા સમયનો છે તે અંગે હાલ પુષ્ટી થઈ શકી નથી.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસ દ્વારા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, PM મોદી અંગે વાંધાજનક ટિપ્પણી મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાને આજે બપોરે 12:30 વાગ્યે સુનાવણી માટે બોલાવ્યા હતા. ત્યારે દિલ્હીમાં તેમની અટકાયત કરવામાં આવી હતી. રાજ્ય સભાના સાંસદ અને ગુજરાત પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પણ કહ્યું છે કે, ગોપાલ ઈટાલિયાની ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે.
ગુજરાત AAPના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા રાષ્ટ્રીય મહિલા આયોગની ઓફિસ પહોંચ્યા હતા. પીએમ મોદી સામે અપમાનજક ટિપ્પણીના વાયરલ વીડિયો અંગે જવાબ રજૂ કરવાના હતા. મહિલા આયોગે જવાબ રજૂ કરવા માટે નોટિસ આપી હતી. પરંતુ તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી. મહિલા આયોગ દ્વારા ઈટાલિયાને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. વાયરલ વીડિયો મામલે ગોપાલ ઈટાલિયાને સમન પાઠવાયું હતું. મહિલાઓને સંબોધીને ઈટાલિયાનો જૂનો વીડિયો વાયરલ થયો હતો.
બીજેપી ગોપાલ ઈટાલિયાની પાછળ પડ્યું
ધરપકડ પહેલા ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરી હતી કે, મહિલા આયોગના ચીફ મને જેલમાં નાંખવાની ધમકી આપી રહ્યાં છે. મોદી સરકાર પટેલ સમાજને જેલ સિવાય બીજુ શું આપી શકે છે. બીજેપીને પાટીદાર સમાજથી નફરત છે. હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલથી નથી ડરતો. નાંખી દો મને જેલમાં. તેઓએ પોલીસ બોલાવી છે, મને ધમકાવી રહ્યાં છે. તો આ ટ્વીટ પર જવાબ આપતા અરવિંદ કેજરીવાલે લખ્યું કે, આખુ બીજેપી ગોપાલ ઈટાલિયાની પાછળ કેમ પડ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે