હાશ! કેસર કેરી બજારમાં આવી ગઈ, ગોંડલ યાર્ડમાં કેરીઓના બોક્સથી ઉભરાયું, જાણો શું છે 10 કિલોના બોક્સનો ભાવ
કેસર કેરીના શોખિનો માટે ખુશખબર છે. ભીમ અગિયારસનો તહેવાર નજીકમાં આવતો હોઈ આજે ગોંડલનું માર્કેટ યાર્ડ કેસર કેરીથી ઉભરાઈ ગયું હતું. છેલ્લા 2-3 દિવસમાં 60 હજારથી પણ વધુ બોક્સની આવક થવા પામી હતી.
Trending Photos
ઝી બ્યુરો/ ગોંડલ: કેસર કેરીના રસિકો માટે સારા સમાચાર છે. જ્યાં કઠોળ ધાન્યની આવકમાં અવ્વ્લ રહેતું અને ખેડૂતો તીર્થધામ સમું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે ગીરની કેસર કેરીની જંગી આવક થવા પામી છે. ભીમ અગિયારસનો તહેવાર નજીકમાં આવતો હોઈ આજે ગોંડલનું માર્કેટ યાર્ડ કેસર કેરીથી ઉભરાઈ ગયું હતું. છેલ્લા 2-3 દિવસમાં 60 હજારથી પણ વધુ બોક્સની આવક થવા પામી હતી.
ફળોની રાણી ગણાતી કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે ગોંડલ ફ્રુટ માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસથી જ આવક જોવા મળે છે. અહીં મુખ્યત્વે જૂનાગઢ, ગીર, તાલાલા, ઉનાના જસાધાર અને બાબરીયાની કેસર કેરીના 35 હજાર જેટલા બોક્સની આવક થવા પામી હતી. હરાજીમાં 10 કિલો કેરીના બોક્સના ભાવ રૂપિયા 400થી 900 સુધીના ભાવ મળી રહ્યા છે.
સાત સમુંદર પાર જાય છે કેસર કેરી
ઉનાળાની મોસમમાં કેરીની સીઝનમાં ભારતીય લોકો કેસરનો સ્વાદ તો માણતા જ હોઈ છે પરંતુ હવે સાત સમુન્દર પાર એટલેકે કુવેત, લંડન, ઓસ્ટ્રેલિયા, દુબઇ, આફ્રિકા શીપ કન્ટેનર તથા એર કન્ટેનર દ્વારા વ્યાપારીઓ પહોંચતી કરાઈ છે અને સ્વાદ રસિકો સૌરાષ્ટ્રની અસલ કેસરનો સ્વાદ માણે છે.
હજુ 2 દિવસ કેરીની આવક વધશે.
ગોંડલ યાર્ડમાં બામણાસા, બાબરીયા, ઉના, તાલાલા, જસાધાર, કંટાળા સહિતના પંથકોમાંથી કેસર કેરીની આવક થાય છે. કેરી પકવતા ખેડૂતોને કેરીના સારા એવા ભાવ મળી રહ્યા છે. ભીમ અગિયારસ નો તહેવાર આવતો હોઈ આગામી દિવસોમાં કેરીની આવક હજુ વધશે તેવું વેપારીઓએ જણાવ્યું હતું.
ખેડૂતોને સારા ભાવ માટે ગોંડલ યાર્ડ પસંદ કરે છે...અલ્પેશ ઢોલરીયા
કેસર કેરીનું મુખ્ય ઉત્પાદન જૂનાગઢ, તલાલા, ગીર જેવા મુખ્ય મથકો હોઈ ખેડૂતોને પૂરતા ભાવ અને માલની જવાબદારી કે સિક્યુરિટી માટે અહીં વધુ મળતી હોઈ જેથી ખેડૂતો ગોંડલ માર્કેટ યાર્ડમાં જ વેચવા આવે છે. અન્ય યાર્ડ મથકો કરતા ગોંડલ માર્કેટ યાર્ડમાં વધુ આવક છે અને પુરી સીઝન દરમ્યાન ગોંડલ માર્કેટ યાર્ડમાં સૌથી વધુ વેચાણ થતી જોવા મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે