વિદ્યાસહાયક ઉમેદવારો માટે ખુશખબર! નવી ભરતી થઈ શકે છે જાહેર, શિક્ષણ વિભાગે આપી મંજૂરી

અગાઉ મંજુર કરેલ 5360 જગ્યાઓ પૈકી 2600 જગ્યાઓ ભરવામાં આવી હતી. બાકી રહેલી જગ્યાઓ ભરવા માટે વિભાગ કામગીરી શરુ કરાઈ છે. જોકે ક્યારે ભરતી થશે તેને લઈ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

વિદ્યાસહાયક ઉમેદવારો માટે ખુશખબર! નવી ભરતી થઈ શકે છે જાહેર, શિક્ષણ વિભાગે આપી મંજૂરી

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતના વિદ્યાસહાયક ઉમેદવારો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં વિવિધ જગ્યાએ વિદ્યાસહાયકોની ભરતી માટેનો મહત્વપૂર્ણ નિર્ણય સરકારે લીધો છે. હાલમાં સમાચાર મળી રહ્યા છે કે વિદ્યાસહાયકની નવી ભરતી જાહેર થઈ શકે છે. જી હા...શિક્ષણ વિભાગે 2750 જગ્યાઓ ભરવાની મંજુરી આપી દીધી છે. અગાઉ મંજુર કરેલ 5360 જગ્યાઓ પૈકી 2600 જગ્યાઓ ભરવામાં આવી હતી. બાકી રહેલી જગ્યાઓ ભરવા માટે વિભાગ કામગીરી શરુ કરાઈ છે. જોકે ક્યારે ભરતી થશે તેને લઈ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર એકઠા થયા હતા. વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ટેટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં ફરી એક વખત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ નોંધાવ્યો છે. પરંતું વિરોધ પ્રદર્શિત કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી હતી. પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોની અટકાયત કરી હતી. આ સમયે કેટલીક મહિલા ઉમેદવારો રડી પડી હતી.

જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી રદ કરી કાયમી ભરતીની માંગણી સાથે ઉમેદવારોનું આંદોલન ચાલી રહ્યું છે. આ માટે આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીની બહાર ઉમેદવારો ભેગા થયા હતા. જ્યાં સુધી કાયમી શિક્ષકની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા આંદોલન ઉગ્ર કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી. ટેટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં ફરી એક વખત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ નોંધાવ્યો.

વિદ્યા સહાયક સામેનો રોષ સતત ઉમેદવારોમાં વધી રહ્યો છે. જ્ઞાન સહાયક ભરતી રદ કરી કાયમી ભરતી કરવાની માંગણી સાથે ટેટ પાસ ઉમેદવારોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો. માધ્યમિક શિક્ષણ બોર્ડ કચેરી પાસે ટેટ પાસ ઉમેદવારો એકઠા થયા હતા. ત્યારે ગાંધીનગરમાં જ્ઞાન સહાયક ભારતી સામે વિરોધ પ્રદર્શન કરતા જ ઉમદેવારોની ટીંગાટોળી કરીને અટકાયત કરાઈ હતી. 

ઉમેદવારોએ જણાવ્યું કે, પોલીસ ગમે તેટલી વાર અટકાયત કરશે. પણ અમારું આંદોલન ચાલુ જ રહેશે. કરાર આધારિત નહીં પણ કાયમી શિક્ષકોની ભરતી કરો. ટેટ પાસ ઉમેદવારોની માગણી છે કે કરાર આધારિત નહિ પણ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news