ગોંડલ: વ્યાજખોરોના ત્રાસથી મહિલાએ ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં મહિલા દ્વારા આત્મ વિલોપનની કોશિશ કરવામાં આવી હતી. શીવરાજગઢ ગામના રહેવાસી ભારતીબેન દિલીપભાઈ વઘાસીયા નામની પટેલ મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. 
આત્મવિલોપનનો પ્રયાસ કરનાર મહિલાના પતિએ પણ વ્યાજખોરોના ત્રાસથી થોડા મહિના પહેલાં પણ આ મહિલાએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ગોંડલ: વ્યાજખોરોના ત્રાસથી મહિલાએ ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ

જયેશ ભોજાણી/ગોંડલ: ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં મહિલા દ્વારા આત્મ વિલોપનની કોશિશ કરવામાં આવી હતી. શીવરાજગઢ ગામના રહેવાસી ભારતીબેન દિલીપભાઈ વઘાસીયા નામની પટેલ મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર મહિલાના પતિએ પણ વ્યાજખોરોના ત્રાસથી થોડા મહિના પહેલાં પણ આ મહિલાએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 

રાજકોટના ગોંડલમાં વ્યાજખોરો દ્વારા આપવામાં આવતા ત્રાસને કારણે અનેક લોકોને હેરાન કરવામાં આવતા એક મહિલાએ આત્મવિલોપન કરતા મામલો ગંભીર બન્યો હતો. શીવરાજગઢ ગામના રહેવાસી ભારતીબેન નામની મહિલાએ વ્યાજખોરોના ત્રાસને કારણે ઝેરી દવા પીને કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

ગોંડલ ડેપ્યુટી ક્લેક્ટર કચેરીમાં મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા મહિલાને ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. આ અંગે મહિલાનું નિવેદન નોધીને પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધીને તેમને ઝડપી લેવા માટેના પ્રયાસ શરૂ કર્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news