આ નવા યુવરાજ વળી કયાંથી આવ્યા! માર્કેટમાં ફરતા થયા ગોંડલના નકલી રાજા, અસલી રાજાએ કર્યો ધડાકો

Fake King Controvesry In Gondal State : ગોંડલ સ્ટેટના અસલી રાજાને લઈ ઘમાસાણ... યદુવેન્દ્રસિંહ પોતાને ગણાવી રહ્યા છે ગોંડલના રાજા... સ્ટેજ પર દેખાતા યદુવેન્દ્રસિંહ નકલી રાજા હોવાનો અસલી રાજા હિમાંશુસિંહનો દાવો... 

આ નવા યુવરાજ વળી કયાંથી આવ્યા! માર્કેટમાં ફરતા થયા ગોંડલના નકલી રાજા, અસલી રાજાએ કર્યો ધડાકો

Gondal News જયેશ ભોજાણી/ગોંડલ : ગોંડલ સ્ટેટના અસલી રાજા મુદ્દે મહાભારત સર્જાયું છે. ગોંડલ સ્ટેટનના અસલી રાજા હિમાંશુસિંહે દાવો કર્યો છે કે અમદાવાદમાં થયેલા સંમેલનમાં જે યદવેન્દ્રસિંહ દેખાયો છે તે નકલી રાજા છે. સ્ટેજ પર દેખાતા યદુવેંદ્રસિંહ નકલી રાજા હતા. યદુવેન્દ્રસિંહ 9 પેઢી પહેલાં છૂટા થઈ ગયા હોવાનો દાવો કરાયો છે. યદુવેન્દ્રસિંહ નકલી રાજા બનીને ફરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

  • ગોંડલ સ્ટેટના અસલી રાજા મુદ્દે મહાભારત
  • કાર્યક્રમોમાં દેખાતા રાજા નકલી હોવાનો આરોપ
  • ગોંડલના અસલી રાજા હિમાંશુસિંહનો દાવો
  • 'સ્ટેજ પર દેખાતા યદુવેંદ્રસિંહ નકલી રાજા'
  • અમદાવાદમાં યોજાયેલા સંમેલનમાં નકલી રાજા હતા
  • યદુવેન્દ્રસિંહ 9 પેઢી પહેલાં છૂટા થઈ ગયા હોવાનો દાવો
  • યદુવેન્દ્રસિંહ નકલી રાજા બનીને ફરતા હોવાનો આરોપ

ગોંડલના બે રાજાઓ વચ્ચે વિવાદ 
ગોંડલ સ્ટેટના હિમાંશુસિંહના પ્રતિનિધિ દ્વારા દાવો કરાયો કે, કોઈપણ સંમ્મેલનમાં હિમાંશુસિંહ ઉપસ્થિત રહ્યાં નથી. અમદાવાદમાં યોજાયેલા સંમ્મેલનમાં યદુવેંદ્રસિંહ પોતાને રાજા ગણાવે છે. જે તે સમયે રાજવીકાળમાં યદુવેન્દ્રસિંહ 9 પેઢી પહેલાં છુટા થઈ ગયા છે.

nakli_raja_zee2.jpg

શું છે અસલી નકલી રાજાની કહાની 
ગોંડલનાં સ્વપ્નદ્રષ્ટા રાજવી સર ભગવતસિંહજીને કારણે આજે પણ ગોંડલ રાજ્યની અને રાજવી પરિવારની ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાઈ છે. ત્યારે યદુવેન્દ્રસિંહ નામની વ્યકિતએ પોતે ગોંડલ સ્ટેટનાં યુવરાજ તરીકે ઓળખ આપી સમારંભોમાં હાજરી આપતા હોવાની વિગતો સામે આવતા ચકચાર મચી ગઈ છે. બીજી બાજુ રાજવી પરિવારે આ વ્યક્તિને નકલી ગણાવી કોઇ પણ જાતનાં સબંધ નથી તેવી ચોખવટ કરીછે. રાજવી પરિવાર નકલી યુવરાજ સામે કાનુની કાર્યવાહી કરે તેવી શક્યતાઓ પણ છે.

asli_raja_zee.jpg

ગુજરાતમાં નકલીના ખેલમાં હવે નકલી રાજા પણ
નકલી ડોક્ટર, કલેક્ટર, પોલીસ કે પીએ બાદ હવે કોઇ રાજ્યનાં નકલી યુવરાજ તરીકે ઓળખ આપનારાં પણ પડ્યા છે અને સમાજને ઉંધા ચશ્મા પહેરાવી રહ્યા છે. તેવી વિગતો બહાર આવતા ગજબ થયો છે. તાજેતરમાં મહેસાણા, ગોતા સહિતનાં કાર્યક્રમોમાં યદુવેન્દ્રસિંહ જાડેજા નામની વ્યક્તિ ગોંડલ યુવરાજ તરીકે માભો જમાવતા હોવાની વિગતો યુટ્યુબ સહિતનાં માધ્યમો દ્વારા બહાર આવતા ગોંડલ રાજ્યનાં ઉપલેટા, ધોરાજી અને ખુદ ગોંડલનાં કેટલાક સુજ્ઞ નગરજનો નાં ભવા વંકાયા હતા. લોકો ગોંડલ રાજવી પરિવારથી સુપેરે પરિચિત હોઈ ‘આ નવા યુવરાજ વળી કયાંથી આવ્યા’ તેવા સવાલ સાથે રાજવી પરિવારને જાણ કરી હતી. વિગતો જાણી રાજવી પરિવાર પણ અચંબીત બન્યો હતો. રાજ્યનાં એક માત્ર યુવરાજ હિમાંશુસિહજી હતા. તેમનું રાજતિલક હજુ આઠ માસ પહેલા થતા તેઓ ગોંડલનાં રાજવી બન્યા છે. રાજવી હિમાંશુસિહજીએ લગ્ન જ નથી કર્યા તો યુવરાજ ક્યાંથી??

nakli_raja_zee.jpg

રાજવી પરિવારે કરી સ્પષ્ટતા 
ઉઠેલા સવાલો અંગે રાજવી પરિવારનાં પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાને વિગતે ચોખવટ કરવી પડી છે. રાજેન્દ્રસિંહ જાડેજાએ કહ્યુ કે ધંધુકા માં આસ્થા ફાઉન્ડેશનનાં સમારોહમાં, અમદાવાદમાં ઉમીયા ફાઉન્ડેશનનાં કાર્યક્રમમાં અને તાજેતરમાં ગોતા ખાતે ક્ષત્રિય અસ્મિતા મંચનાં નેજા હેઠળ યોજાયેલ, ક્ષત્રિય રાજવીઓનાં સંમેલનમાં યદુવેન્દ્સિહ જાડેજા નામની વ્યક્તિ પોતાની ઓળખ ગોંડલ સ્ટેટનાં યુવરાજ તરીકે આપી રહ્યાની વિગતો અમને મળી છે. હદ તો ત્પારે થાય છે કે આ યદુવેન્દ્સિહે રાજવીઓનાં સંમેલનમાં ગોંડલ યુવરાજ તરીકે ઉદ્બબોધન પણ આપ્યું હતું. આ યદુવેન્દ્સિહ નાં પરદાદા ને ગોંડલ રાજ્ય ની નવ પેઢી પહેલા મતલબ કે સર ભગવતસિહજી થી પણ પહેલા વેજાગામ અને દાળીયા ગામ નાં બે ગરાસ અપાયા હતા.એ સદીઓ પહેલા ની વાત છે.બાદ અને હાલમાં યદુવેન્દ્સિહ ને ગોંડલ રાજવી પરીવાર સાથે કોઈ સ્નાનસુતક નો પણ સબંધ નથી.ગોંડલ નાં રાજવી હિમાંશુસિહજીએ હજુ લગ્ન પણ નથી કર્યા તો યુવરાજ હોવાનો કોઈ સવાલ જ નથી.હાલ ગોંડલ સ્ટેટ નો કારોબાર રાજમાતા કુમુદકુમારીજી ચલાવી રહ્યા છે. 

રાજેન્દ્રસિંહ જાડેજાએ સ્પષ્ટતા સાથે ચેતવણી પણ ઉચ્ચારી છે કે કોઇ પણ સંસ્થા કે સમાજે ગોંડલ નાં રાજવી પરિવાર અંગે કોઈ સ્ટેટમેન્ટ આપતા પહેલા અગાઉ થી ગોંડલ સ્ટેટ ની મંજુરી લેવી આવશ્યક છે.તેવુ જણાવ્યુ હતુ. રાજવી પરિવાર દ્વારા યુવરાજ તરીકે રોલો પાડી રહેલા નકલી યુવરાજ સામે કાનુની કાર્યવાહી કરાશે તેવું જાણવા મળ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news