ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘૂસ્યું પ્રતિબંધિત ચાઈનીઝ લસણ, કોણે મોકલ્યું અને કોણે મંગાવ્યું તે અંગે તપાસ શરુ

Chinese Garlic is Banned in India : વાયા ઉપલેટા થઈને ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઈનાનુ લસણ આવ્યું, સત્તાધીશો તપાસનો ધમધમાટ શરૂ કર્યો કે કેવી રીતે અને કોણ આ લસણ લાવ્યું

ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘૂસ્યું પ્રતિબંધિત ચાઈનીઝ લસણ, કોણે મોકલ્યું અને કોણે મંગાવ્યું તે અંગે તપાસ શરુ

Gondal Market Yard જયેશ ભોજાણી/ગોંડલ : ગોંડલનાં અગ્રીમ ગણાતા માર્કેટ યાર્ડમાં કોઈ ખેડૂત દ્વારા દેશમાં પ્રતિબંધિત ચાઈનાનાં લસણનાં ૩૦ જેટલા કટ્ટા ઘુસાડવામાં આવ્યા હતા. વેપારીઓએ યાર્ડનાં ચેરમેનનું ધ્યાન દોરતા તેમણે ચાઈનાનાં લસણ અંગે રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગી લસણ કોણે મોકલ્યુ તે અંગે તપાસ હાથ ધરી છે.

માર્કેટિંગ યાર્ડમાં આજે બે હજાર કટ્ટાની આવક થઈ હતી
ખેડૂતોનું આસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ બે હજાર કટ્ટા લસણની આવક થવા પામી હતી. યાર્ડમાં આવક થયેલ લસણ છાપરા નંબર - 10માં લસણ ઉતારવામાં આવ્યું હતું. તે દરમિયાન યાર્ડના વેપારીઓને ચાઈના લસણના આશરે 30 જેટલા કટ્ટા ધ્યાને ચજ્યા હતા. જેથી સૌ પ્રથમ યાર્ડના કર્મચારીઓને જાણ કરી હતી. ત્યારબાદ કર્મચારીઓએ યાર્ડના સતાધીશોને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

વર્ષ 2006થી ચાઈના લસણ ભારતમાં પ્રતિબંધ છે
યાર્ડના વેપારી રમણિકભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે, આજરોજ યાર્ડ ખાતે લસણની આવક દરમ્યાન અંદાજે 30 કટ્ટાની જેમાં આશરે 600 થી 700 કિલો ચાઈના લસણનો જથ્થો આવ્યો હતો. આ ચાઈના લસણ ક્યાંથી આવ્યું છે કોણે મંગાવ્યું છે તે એક તપાસનો વિષય છે. યાર્ડના સત્તાધીશોને રજુઆત કરી છે. સત્તાધીશોને જવાબદાર લોકોની સામે યોગ્ય કરવા વિનંતી કરી છે. યાર્ડના સત્તાધીશો પણ ગુજરાત લેવલે વાત કરશે કારણકે  ચાઈના લસણ ભારતમાં આવવાથી ખેડૂતોને ઘણું નુકસાન છે. અંદાજે વર્ષ 2006થી ભારતની અંદર આ લસણ પ્રતિબંધિત છે. આ એક દાણચોરીનો માલ છે જેમની અમને જાણ થતાં યોગ્ય પગલાં લેવા સત્તાધીશોને વિનંતી કરી છે.

રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરશું - અલ્પેશભાઈ ઢોલરીયા
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે યાર્ડની અંદર ચાઈનાનું લસણ આવ્યું છે તેવું વેપારીઓનું માનવું છે. અહીંના વેપારીઓને અનુભવ છે અને લસણને હીરા કરતા વધારે લસણને પારખે છે. વેપારીઓએ મને રજુઆત કરી જણાવ્યું હતુંકે કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય કારણકે ભારતની અંદર ચાઈનાનું લસણનો પ્રતિબંધ છે. આ વાત દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ આમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અમે રજુઆત કરશું અને ભારત દેશની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એ બંધ કરવું પડે. કારણકે આ માર્કેટિંગ યાર્ડએ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે. ખેડૂતોને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કોઈપણ ભોગે ચલાવી લેવામાં ન આવે તેના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને કડક રજુઆત કરીશું. અમારા વેપારીઓની લાગણી અને માગણી યોગ્ય છે. કારણકે આ માગણી પોતાના માટે નથી રાજ્યના ખેડૂતો માટેની છે. જવાબદાર સામે કાર્યવાહી કરવા માર્કેટિંગ યાર્ડ તરફથી વચન આપ્યું છે. આ ચાઈના લસણ વાયા ઉપલેટાથી આવ્યું હતું. સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. તપાસના અંતે જે કોઈ ગુનેગાર હોય તેમની અમે રાજ્ય અને કેન્દ્ર સરકારને રજુઆત કરશું તેવું અંતમાં જણાવ્યું હતું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news