બેંકમાંથી લાખો રૂપિયા લોડ થવા માટે ATM માં જતા પરંતુ વચ્ચે જ ગુમ થઇ જતા છતા પણ...
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ : શહેરના અમરાઇવાડી વિસ્તારમાં બેન્કમાં કામ કરતાં કર્મચારીએ જ બેંક સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી હોવાની ઘટના બની છે. એટીએમ મશીનમાં પૈસા લોડ કરનારા બેન્ક કર્મીએ માત્ર એક મહિનાના સમયગાળામાં લાખો રૂપિયાની ઉચાપત કરતાપોલીસ ફરિયાદ દાખલ થઇ છે. આ મામલે અમરાઈવાડી પોલીસે બેંક કર્મચારીની ધરપકડ કરી તપાસ આદરી છે.
અમરાઈવાડી પોલીસની ગિરફ્તમાં રહેલા વ્યક્તિનું નામ જીગ્નેશ પ્રજાપતિ છે. જીગ્નેશ પ્રજાપતિ બેંકમાં કર્મચારી તરીકે નોકરી કરતા આરોપીએ પોતાની જ બેંક સાથે લાખો રૂપિયાની ઠગાઇ આચરી છે. વિગતવાર વાત કરીએ તો અમરાઇવાડીના હાટકેશ્વર સર્કલ પાસે આવેલી કેનેરા બેન્કની ખોખરા બ્રાન્ચમાં જીગ્નેશ પ્રજાપતિ છેલ્લા ઘણા સમયથી નોકરી કરતો હતો. આરોપીનું કામ બેંકના કેશિયર પાસેથી વાઉચર મેળવી તે રકમને બેન્કમાંથી લઈને એટીએમ મશીનમાં જમા કરાવવાનું હતું. જો કે આરોપીએ છેલ્લા એક દોઢ મહિનાના અરસામાં જ અલગ અલગ સમયે બેંકમાંથી પૈસા લઈ તેમાંથી ઓછી રકમ એટીએમ મશીનમાં જમા કરાવી અંદાજે ૩૮ લાખ 28 હજાર જેટલી રકમ પોતાના ખિચામાં સેરવીને છેતરપિંડી કરી હતી. હાલ તો આ અંગે ખ્યાલ આવતા બેંકના આસિસ્ટન્ટ મેનેજરે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
ખોખરાની કેનેરા બ્રાન્ચના મેનેજરે થોડા સમય પહેલા બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજરને ફોન કરીને એટીએમમાં પૈસા લોડ કરવામાં આવે છે, તેમાં છેતરપિંડી થઈ હોવાનું જણાવ્યું હતું. જેથી આસિસ્ટન્ટ જનરલ મેનેજર ખોખરા બ્રાંચમાં મુલાકાત બેંકના ATM માં તપાસ કરી હતી. જે તપાસમાં બેંક કર્મી જીગ્નેશ પ્રજાપતિ જે બેંકના કેશિયર પાસેથી વાઉચરથી રોકડ મેળવી 21-2-2020થી અત્યાર સુધીના સમયગાળાનો હિસાબ તપાસતા આ સમયગાળા દરમિયાન ૩૮ લાખ થી વધુ રૂપિયા ATM માં લોડ જ ન કર્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી અંતે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
અમરાઈવાડી પોલીસે આ સમગ્ર મામલે આરોપી બેંક કર્મચારીની ધરપકડ કરીને તેને આ પૈસાનું શું કર્યું તે દિશામાં તપાસ આદરી છે. આરોપી દ્વારા ATM માં ઓછી રકમ જમા કરી મેન્યુઅલ એન્ટ્રીમાં વધુ રકમ દર્શાવી માત્ર 1 મહિનામાં ૩૮ લાખ રૂપિયાથી વધુ પૈસાની ઉચાપત કરી હતી. બીજી તરફ બેંક કર્મચારીએ આ લાખો રૂપિયા કોને આપ્યા અને તેનો ઉપયોગ ક્યાં કર્યો તે દિશામાં તપાસ ચલાવાઇ રહી છે. આ અંગે યોગ્ય તપાસ થાય તો આગામી સમયમાં વધારે ચોંકાવનારા ખુલાસાઓ પણ થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે