ગોધરા: માત્ર એક દિવાલ નહી બને તો આખુ ગામ ડુબમાં જાય તેવી શક્યતા, તંત્ર ઘોર નિંદ્રામાં
તાલુકાના જુનીધરી ગામમાં સ્થાનિકો આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. ગામમાં પ્રાથમિક સુવિધાઓ જેમ કે રોડ રસ્તા વીજળી પાણીની અછત તો છે જ અને સાથે પારાવાર ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળે છે. ખાસ તો આ જુનિધરી ગામમાં નેટવર્કના અભાવે વિદ્યાર્થીઓ શિક્ષણથી પણ વંચિત રહે છે. ગ્રામજનો સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવે એવી અપેક્ષા વ્યકત કરી રહ્યા છે.
Trending Photos
જયેન્દ્ર ભોઇ/ગોધરા: તાલુકાના જુનીધરી ગામમાં સ્થાનિકો આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. ગામમાં પ્રાથમિક સુવિધાઓ જેમ કે રોડ રસ્તા વીજળી પાણીની અછત તો છે જ અને સાથે પારાવાર ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળે છે. ખાસ તો આ જુનિધરી ગામમાં નેટવર્કના અભાવે વિદ્યાર્થીઓ શિક્ષણથી પણ વંચિત રહે છે. ગ્રામજનો સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવે એવી અપેક્ષા વ્યકત કરી રહ્યા છે.
ગોધરા તાલુકાનું જુનીધરી અંદાજીત પાંચ હજારની વસ્તી ધરાવતું મહીસાગર નદી કિનારે આવેલું ગામ છે. આ ગામમાં પાણીની લાઈનોનું લીકેજ બંધ કરવા અને પાણીની જર્જરિત ટાંકીનું સમારકામ કરવા સ્થાનિકોમાં માંગ ઉઠી છે. વધુમાં નદી કિનારે આવેલા આ ગામમાં નદી કિનારે સંરક્ષણ દિવાલ બનાવવા અને આરોગ્ય કેન્દ્ર ઉભું કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આ ગામમાં માર્ગો ઉપર પાણી રેલાતાં ગંદકીનું સામ્રાજ્ય ખડકાયેલું જોવા મળે છે. બીજી તરફ ગામમાં ઠેર ઠેર ગંદકીને કારણે મચ્છરનો પણ ભારે ઉપદ્રવ થઈ જતાં સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે.
જુનીધરી ગામમાં તલાટી કમ મંત્રી ગામમાં નિયમિત નહિં આવતાં જરૂરિયાતમંદોને તકલીફ વેઠવી પડી રહી છે. જે અંગે સરપંચ સહિતને વારંવાર રજુઆત કરવામાં આવી છે, છતાં કોઈ જ પરિણામ મળ્યું નથી. એવી જ રીતે ગામમાં નેટવર્કનો પ્રોબ્લેમ હોવાથી મોબાઈલ સેવા અને ઓનલાઈન શિક્ષણ અહીં દિવા સ્વપ્ન જેવી બાબત બની છે. ગામના નવા બનાવેલા રસ્તાઓ પણ ગુણવત્તા સભર કામગીરીના અભાવે જર્જરિત બની ગયા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો નવા રસ્તા બનાવવા માંગ કરી રહ્યા છે. જોકે સરપંચ પણ ગ્રામજનોની સમસ્યાઓ વાગોળતા જોવાય હતા. ત્યારે જાતે જ રસ દાખવી ગામમાં પાયાની જરૂરી ખૂટતી સુવિધા ઉપલબ્ધ બનાવે એ જરૂરી છે.
બીજી તરફ ગામના સરપંચ પણ કેટલીક સુવિધાઓ ના અભાવ હોવાનું સ્વીકારી રહ્યા છે, પરંતુ સૌથી વધુ અગ્રીમતા મહીસાગર નદીના કિનારે આવેલ જુનિધરી ગામની સંરક્ષણ દીવાલ બનાવવાની માંગણીને આપી રહ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ મોબાઈલ ટાવર ન હોવાથી બગડી રહ્યું હોવાની વાત પણ સરપંચ દ્વારા કરવામાં આવી હતી. જુનિધરી ગામની સમસ્યાઓ અંગે ગોધરા તાલુકા વિકાસ અધિકારી ટૂંક સમયમાં યોગ્ય નિકાલ કરવાની વાત જણાવી રહ્યા છે, પરંતુ ગ્રામજનો વહેલી તકે આ તમામ સમસ્યાનું નિરાકરણ વહેલી તકે લાવવાની માગણી કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે