સાઉથની ફિલ્મની જેમ આંધ્રની એજન્સીના ગોધરામાં ધામા, ઓપરેશન ડોલ્ફીન નૉઝ થી જાસૂસી કાંડની તપાસ

રવિવારે રાત્રે પોલીસે ગોધરા બી ડીવીઝન પોલીસ વિસ્તારમાં પાંચ થી છ સ્થળે છાપો મારી મોબાઈલ અને સીમકાર્ડ સાથે કેટલાક શકાસ્પદ વ્યક્તિઓની અટકાયત બાદ પૂછપરછ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છેકે, ગતવર્ષે પણ એનઆઈએ વિશાખા પટ્ટનમ જાસૂસી કાંડમાં ગોધરાના ઇમરાન ગીતેલી અને તેના ભાઈ અનસ ગીતેલીની કરી હતી ધરપકડ.

સાઉથની ફિલ્મની જેમ આંધ્રની એજન્સીના ગોધરામાં ધામા, ઓપરેશન ડોલ્ફીન નૉઝ થી જાસૂસી કાંડની તપાસ

જયેન્દ્ર ભોઈ, પંચમહાલ: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના બહુચર્ચિત નેવી જાસૂસી કાંડમાં આંધ્ર પ્રદેશ ઇન્ટેલિજન્સ સેલની ટીમ ગુજરાતના તપાસ કરી રહી છે. જાસુસી કાંડમાં ફરી એકવાર ગોધરા કનેક્શન સામે આવ્યું છે. જેથી જાસુસી કાંડની તપાસ માટે આંધ્ર ઈન્ટેલિજન્સ સેલના અધિકારીઓએ ગોધરામાં ધામા નાંખ્યાં છે. આંધ્રના અધિકારીઓ ગોધરામાં દરોડા પાડી સમગ્ર મામલાની તપાસ કરી રહ્યાં છે. 

આંધ્રની ટીમે સ્થાનિક એસઓજી, એલસીબી સહિત સ્થાનિક પોલીસને સાથે રાખીને ગોધરાના પોલનબજાર, ચેતનદાસ પ્લોટ સહિતના અલગ અલગ 6 વિસ્તારોમાં રવિવારની રાત્રે છાપા માર્યા હતા. ટીમે એક મહિલા સહિત 5 કરતા વધુ શંકમંદોની પૂછપરછ કરી હતી. આંધ્ર ની તપાસ એજન્સી એ પૂછપરછ દરમિયાન ગોધરાના મોહંમદી મહોલ્લામાં રહેતા અલ્તાફ હુસેન ઘાંચીભાઈની ધરપકડ કરી છે. અલ્તાફ હુસેન હારૂન ઘાંચીભાઈ વેલ્ડીંગ કામના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ભારતના સુરક્ષા દળોના જવાનોને ફસાવવા જાસુસી કરવા ઉપરાંત, હની ટ્રેપ અને નોન બેન્કિંગ હવાલાથી  ભંડોળ મોકલવાની ભૂમિકા મુદ્દે ધરપકડ કરવામાં આવી છે.

આંધ્ર કાઉન્ટર ઇન્ટેલીજન્સ સેલ દ્વારા 15 કલાક કરતાં વધુ સમય સુધી પૂછપરછ કરાઈ હતી. આંધ્ર પોલીસે શંકાસ્પદો પાસેથી મોબાઇલ, સીમકાર્ડ સહિતના ગેજેટોનો મોટા પ્રમાણમાં જથ્થો કબજે કરીને કાર્યવાહી કરી રહ્યા છે. પાકિસ્તાનના ઈશારે નૌકાદળના અધિકારીઓને નાણાની લાલચ આપીને જાસૂસી કરાવવાના આ જાસૂસીકાંડનો ‘ઓપરેશન ડોલ્ફીન નૉઝ’ એવા કૉડ નેમ હેઠળ પર્દાફાશ થયો હતો.

આ કેસમાં ગોધરાના અનસ ગીતેલી અને તેના મોટાભાઈ ઈમરાન ગીતેલીની ધરપકડ કરાઈ હતી. આ જાસૂસીકાંડમાં સંવેદનશીલ માહિતી બદલ નેવી અધિકારીઓના ખાતામાં નાણા ટ્રાન્સફર કરાયા હતા. જે મોબાઇલ નંબર દ્વારા બેન્કમાં પૈસા ટ્રાન્સફર કરાતા તે ગોધરાના હતા. ઑનલાઇન બેન્ક ટ્રાન્સફર માટેનો ઓટીપી નંબર ગોધરાના વ્યક્તિઓના મોબાઇલમાં આવતો. તેઓ વૉટ્સએપ દ્વારા ઓટીપી જેમને નાણા મોકલવાના હોય એમને ફોરવર્ડ કરતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news