GANDHINAGAR: જીએમઇઆરએસ મેડિકલ સ્ટાફની હડતાળ સમેટાઇ, 14 પૈકી 11 માગણી મંજૂર
GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ સોસાયટી) ફેકલ્ટી એસોસિએશનના હોદ્દેદારો સાથે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પડતર માંગણી સંદર્ભે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તેમના પ્રશ્નોને વિસ્તાર પુર્વક સાંભળીને મોટા ભાગનીમાંગણીઓનો સ્વિકાર કરવામાં આવ્યો હતો.
Trending Photos
ગાંધીનગર : GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ સોસાયટી) ફેકલ્ટી એસોસિએશનના હોદ્દેદારો સાથે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પડતર માંગણી સંદર્ભે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તેમના પ્રશ્નોને વિસ્તાર પુર્વક સાંભળીને મોટા ભાગનીમાંગણીઓનો સ્વિકાર કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો હતો. રાજયના સરકારી તબીબી શિક્ષકોને (GMTA)NPA ના લાભો સાતમાં પગાર પંચ મુજબ ચુકવવામાં આવશે. તેવી ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી. રાજય સરકારના હકારાત્મક અભિગમ થકી તબીબી શિક્ષકોની મોટાભાગની વ્યાજબી માંગણીઓ સંતોષાતા તબીબોનું આદોલન મોકૂફ કર્યું છે. માનવ સેવાના આ યજ્ઞમાં આજથી જ જોડાવાનો તબીબી- પ્રાધ્યાપકોનો નિર્ણય લીધો છે.
એડહોક તબીબી શિક્ષકોની સેવા વિનીયમિત કરવા એક જ સ્થાઈ ઠરાવથી આદેશ કરી નિયમિત કરવામાં આવશેઃ તમામ DPC અંતર્ગત બાકી બઢતીના આદેશો તુરત કરવામાં આવશે. કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત ઉચ્ચતર પગાર ધોરણ માટેના આદેશો કરવામાં આવશેઃ તમામ એડહોક કે GPSCસેવાઓને સળંગ ગણવા માટે આદેશ કરવામાં આવશે. GMTA ના હોદ્દેદારો સાથે થયેલ ચર્ચાઓ બાદ સુઃખદ સમાધાન થયું છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તબીબી, પ્રાધ્યાપકોની હડતાલ અને માંગણી વિષે રાજ્ય સરકારનું વલણ હંમેશા હકારાત્મક રહ્યુ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના સરકારી તબીબી શિક્ષકોને NPA ના લાભો ભારત સરકારના O.M. મુજબ તથા સાતમાં પગાર પંચ મુજબ ચુકવવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, સામાન્ય વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિ, નાણા વિભાગના સચિવ મિલિન તોરવણે,આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે,આરોગ્ય વિભાગના અધિક સચિવ વી.જી. વણઝારા, તબીબી શિક્ષણના એડીશનલ ડારેકટર ડો. દિક્ષિત સાથે સરકારી તબીબી શિક્ષણના પ્રતિનિધિઓ સાથે તેમના પ્રશ્નો સંદર્ભે આજે ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠકમાં વિસ્તૃત ચર્ચૉ વિચારણા કરી હતી જેમાં તેમની આ માંગણીઓ સંતોષાતા તેઓએ આ નિર્ણય કર્યો છે.
મંત્રી જાડેજાએ રાજય સરકારે લીધેલા મહત્વના નિર્ણયોની વિગતો આપતા કહ્યુ કે, સરકારી તબીબી શિક્ષકોની ૧૪ જેટલી માંગણીઓ પૈકી ૧૧ માંગણીઓને મંજુર કરી દેવામાં આવી છે. જયારે અન્ય પડતર માંગણીઓ પરત્વે પણ રાજય સરકારનું વલણ હકારાત્મક છે. કોરોનાના કપરા કાળમાં સરકારી તબીબો-પ્રાધ્યાપકોએ કરલી અસરકારક કામગીરીને ધ્યને રાખીને તેમની મુખ્ય માંગણી NPA મંજૂર કરવાની હતી તે સાતમાં પગાર પંચ મુજબ તમામ સરકારી તબીબી શિક્ષકો માટે NPA મંજૂર કરવામાં આવ્યું છે.
મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, હાલ તદ્દન એડહોક તબીબી શિક્ષકોની સેવા વિનીયમિત કરવા એક જ સ્થાઈ ઠરાવથી આદેશ કરી નિયમિત કરવામાં આવશે અને નિયમીત ધોરણે ફરજ બજાવતા અને હાલ ઉપલા સંવર્ગમાં એડહોક ધોરણે ફરજ બજાવતા તબીબી શિક્ષકોની એડહોક સેવાઓ વિનિયમિત કરવામાં આવશે. એટલું જ નહી નિયમિત નિમણૂકથી ફરજ બજાવતા તબીબી શિક્ષકોની અગાઉની એડહોક સેવાને વિનિયમિત કરીને હાલની નિયમિત સેવા સાથે રજા પગાર અને પેન્શન માટે એક જ સ્થાઈ ઠરાવથી સળંગ કરવા આદેશ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, રાજયમાં સરકારી મેડીકલ કોલેજ ખાતે તબીબી શિક્ષકોને સરકાર દ્વારા જુદા જુદા વિષય / સંવર્ગમાં ગુજરાત જાહેર સેવા આયોગની મંજૂરીની અપેક્ષાએ તદ્દન હંગામી ધોરણે ૬ માસ માટે અથવા ૧ વર્ષ માટે બઢતીઓ આપવામાં આવેલ છે તેવા તમામ તબીબી શિક્ષકોની હંગામી બઢતી એક જ હુકમથી આગળ ચાલુ રાખવાના આદેશ કરવામાં આવશે. CAS- કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત ઉચ્ચતર પગાર ધોરણ માટેના પણ આદેશો કરવામાં આવશે.જે તબીબી શિક્ષકોને સહ પ્રાધ્યાપક અને પ્રધ્યાપકનું ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવે તેઓને તે જગ્યાનું અલગથી નામાભિધાન અપાશે જેના પરિણામે અનુસ્નાતક અભ્યાસક્રમો ની બેઠકોમાં નોંધપાત્ર વધારો થશે.તેજ રીતે તે તબીબી શિક્ષકોના DPC અંતર્ગત બાકી બઢતીના આદેશો તુરત કરવામાં આવશે. જયારે તબીબી શિક્ષકોના બાકી રહી ગયેલા માત્ર એડહોક ટ્યુટરને ૭ માં પગાર મુજબનો પગાર ૧-૧ ૧૬ થી મંજુર કરવામાં આવશે.
મંત્રીએ ઉમેર્યુ કે, તબીબી શિક્ષકોની હાલની સેવાઓ સાથે અગાઉ આરોગ્ય વિભાગ અંતર્ગત જુદા જુદા પ્રભાગો હેઠળ કરવામાં આવેલ અન્ય તમામ એડહોક કે GPSC સેવાઓને સળંગ ગણવા માટે આદેશ કરવામાં આવશે. GPSC અને DPC નિયમિત રીતે દર વર્ષે કરવામાં આવશે, તેમજ ઉચ્ચતર પગાર ધોરણના આદેશો નિયમિત રીતે બે માસે થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યુ હતુ. સ્વિકાર થયેલા તમામ મુદ્દાઓને આવરી લેતો ડિટેઇલ ઠરાવ એક જ અઠવાડીયામાં પ્રસિધ્ધ કરી દેવાશે. સરકારી તબીબી પ્રાધ્યોપકોની મોટાભાગની માંગણીઓ સંતોષાતા તમામ પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો રાજય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોથી સંતોષ વ્યક્ત કરી આભાર માન્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે