અમદાવાદ: આટલી સુંદર છે તો TikTok કેમ નથી વાપરતી કહી સગીરાની સાથે અડપલા

નિકોલમાં એસપી રિંગરોડ પર વેપારીએ 16 વર્ષની છેડતી કર્યાના સમાચાર સામે આવતા ચકચાર મચી જવા પામી છે. વેપારીએ સગીરાને મોબાઇલ વાપરે છે કે નહી, ટિકટોક વીડિયો બનાવે છે કે નહી, વોટ્સએપ વાપરે છે કે કેમ તેવા સવાલો કર્યા હતા. ઉપરાંત સોશિયલ મીડિયા તો વાપરવું જોઇએ તેવા સવાલો કર્યા હતા. ત્યાર બાદ તેનો હાથ પકડીને અડપલા ચાલુ કર્યા હતા. સગીરાએ તેનાં પિતાને વાત કરતા નિકોલ પોલીસ સ્ટેશનમાં વેપારી સામે ફરિયાદ નોંધાવી હતી. નિકોલ પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપવા માટે ચક્રોગતીમાન કર્યા છે. 
અમદાવાદ: આટલી સુંદર છે તો TikTok કેમ નથી વાપરતી કહી સગીરાની સાથે અડપલા

અમદાવાદ : નિકોલમાં એસપી રિંગરોડ પર વેપારીએ 16 વર્ષની છેડતી કર્યાના સમાચાર સામે આવતા ચકચાર મચી જવા પામી છે. વેપારીએ સગીરાને મોબાઇલ વાપરે છે કે નહી, ટિકટોક વીડિયો બનાવે છે કે નહી, વોટ્સએપ વાપરે છે કે કેમ તેવા સવાલો કર્યા હતા. ઉપરાંત સોશિયલ મીડિયા તો વાપરવું જોઇએ તેવા સવાલો કર્યા હતા. ત્યાર બાદ તેનો હાથ પકડીને અડપલા ચાલુ કર્યા હતા. સગીરાએ તેનાં પિતાને વાત કરતા નિકોલ પોલીસ સ્ટેશનમાં વેપારી સામે ફરિયાદ નોંધાવી હતી. નિકોલ પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપવા માટે ચક્રોગતીમાન કર્યા છે. 

સગીરાનાં પિતા એસપી રિંગરોડ પર શાકભાજીની દુકાન ચલાવે છે. સગીરા પોતાનાં પિતા માટે ટીફિન લઇને આવી હતી. પિતા જમ્યા બાદ આરામ કરી રહ્યા હતા. ત્યારે સામે દુકાન ધરાવતો કિશન પટેલ નામનો યુવાન તેમની દુકાને આવ્યો હતો. તેણે વેપારીની સગીર પુત્રી સાથે વાતચીત ચાલુ કરી હતી. પહેલા તો મોબાઇલ વાપરે છે? મોબાઇલમાં ટિકટોક અને વ્હોટ્સએપ વાપરે છે કે કેમ તેવા સવાલો ચાલુ કર્યા હતા. 

જો કે યુવકે તેનો હાથ પકડી લીધો હતો. આટલી સુંદર છે તો મોબાઇલ કેમ વાપરતી નથી. વેપારીએ સગીરા સાથે અડપલા કરવાનું ચાલુ કર્યું હતું. આ ઘટનાની ગરાયેલી સગીરાએ પોતાનાં પિતાને સમગ્ર હકીકત કહી હતી. જેથી તેનાં પિતાએ તત્કાલ કિશન નામનાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસ દ્વારા તેની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news