ખાખીને લાંછન લગાવતા ગીર સોમનાથના PI : ટોલનાકા પર કાર્ડ બતાવવા કહેતા પાવર બતાવ્યો
Gir Somnath PI Hit Tolltax Employee : ગીર સોમનાથના પીઆઈની ખુલ્લમ ખુલ્લા દાદાગીરી, ટોલનાકા પર સંચાલક અને કર્મચારીને પિસ્તોલ બતાવી, 20 લોકોના ટોળા સાથે પાઇપથી બંનેના હાથ-પગ તોડી ફોન લઈ ફરાર
Trending Photos
Gir Somnath News : ગુજરાત પોલીસના સિંઘમો જ હવે ખાખી પર દાગ લગાવી રહ્યાં છે. ખાખીને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જુનાગઢના વંથલીના ગાદોઈ ટોલનાકા પર પોલીસ અધિકારીને કાર્ડ બતાવવાનું કહેતા તેણે પાવર બતાવ્યો હતો. કોડીનારના પી.આઇ. ભોજાણી દ્વારા ટોલ બુથના કર્મચારીઓ સાથે ઝપાઝપી અને માથાકૂટ કરીને મારામારી કરી હતી. જેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગતરાજ જુનાગઢના વંથલીના ગાદોઈ ટોલ નાકે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. ટોલ નાકાના કર્મચારીઓ તેમજ પોલીસ અધિકારી વચ્ચે મારામારી થઈ હતી. જેના બાદ સમગ્ર બનાવ વંથલી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. મામલો થાળે પડ્યા બાદ પોલીસ સ્ટેશનથી પરત આવતા ટોલનાકાના બે કર્મચારી પર હુમલો કરાયો હતો. અજાણ્યા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બંને ઈજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર માટે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનામાં ટોલનાકાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
ઓળખ બતાવવા કહેતા બબાલ થઈ
ઈજાગ્રસ્ત કર્મચારી દ્વારા પોલીસ અધિકારી સામે આક્ષેપ કરાયો કે, તેણે પીઆઈને કાર્ડ બતાવવનું કહેતા મામલો બિચક્યો હતો. ફરિયાદીએ જણાવ્યું કે, સાદા ડ્રેસમાં રહેલા પી.આઇ. ભોજાણીએ ટોલ બુથના કર્મચારીને માર માર્યો હતો. સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાવા કર્મચારીઓ વંથલી પોલીસ મથક પહોંચ્યા હતા. ત્યારથી મામલો થાળે પડ્યા બાદ સ્ટેશનથી ગાદોઈ ટોલ બુથ પર આવતા હતા, તે સમયે પીઆઇ ભોજાણી અને તેમના અન્ય કેટલાક લોકો દ્વારા ટોલ બુથના કર્મચારી પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.
ટોલનાકાના ઈજાગ્રસ્ત કર્મચારી દ્વારા પોલીસ અધિકારી સામે આક્ષેપ કરાયા છે. પોલીસે ગાદોઈ ટોલ બુથના સંચાલક તરીકે ફરજ બજાવતા રાજેશ છૈયાની ફરિયાદને આધારે આરોપી પી.આઇ. સહિત અન્ય 20 જેટલા લોકો સામે ફરિયાદ નોંધીને જૂનાગઢ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ઘટના બાદ માંગરોળ ડીવાયએસપી જૂનાગઢ હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે