ગેનીબેન ઠાકોરનો વળતો પ્રહાર, 'તમે તમારી હિસ્ટ્રી તપાસો, મર્યાદામાં રહીને ભાષણ કે સ્ટેટમેન્ટ આપો'

Loksabha Election 2024: કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેશાના નિવેદન સામે વળતો જવાબ આપ્યો છે. ગેનીબેને જણાવ્યું કે કોઈ પણ સ્ત્રી કોઈની સામે આક્ષેપ કરે તો એને એના પદની મર્યાદામાં રહેવું જોઈએ.

ગેનીબેન ઠાકોરનો વળતો પ્રહાર, 'તમે તમારી હિસ્ટ્રી તપાસો, મર્યાદામાં રહીને ભાષણ કે સ્ટેટમેન્ટ આપો'

Loksabha Election 2024: રાજ્યની 26 બેઠકોમાંથી બનાસકાંઠા લોકસભા બેઠક હંમેશાં ચર્ચામાં રહેતી હોય છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારોને ઉમેદવારી પત્ર ભરવાનો 19મી એપ્રિલે છેલ્લો દિવસ હતો અને 20 એપ્રિલે ફોર્મ ચકાસણીનો દિવસ હતો ત્યારે બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન પર પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેશાએ અનેક આક્ષેપો કર્યા હતા. હવે આ મુદ્દે ગેનીબેન ઠાકોર આકરા પાણીએ દેખાઈ રહ્યા છે.

ગેનીબેન ઠાકોરનો રેખાબેન ખાણેશાના નિવેદન સામે વળતો જવાબ
કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેશાના નિવેદન સામે વળતો જવાબ આપ્યો છે. ગેનીબેને જણાવ્યું કે કોઈ પણ સ્ત્રી કોઈની સામે આક્ષેપ કરે તો એને એના પદની મર્યાદામાં રહેવું જોઈએ. માજી ધારાસભ્ય રેખાબેન આક્ષેપ કરતા હતા કે ગેનીબેને દારૂના અડ્ડા વાળાના હપ્તા લઇને સંપત્તિ વસાવી છે, ત્યારે મારે એમણે કહેવું છે કે 182માં તમે ધારાસભ્ય તરીકે બેઠા હતા ત્યારે મારાં સમજે પણ તમારા માટે બટણ દબાવ્યા હશે. તમે તમારી હિસ્ટ્રી તપાસો તમે તમારી મર્યાદામાં રહીને ભાષણ કે સ્ટેટમેન્ટ આપો. તમે પાલનપુર ધારાસભ્ય હતા ત્યારે કોઈ જગ્યાએ દારૂની રેડ કરવામાં કે બુટલેગરોને પકડાવવામાં ક્યાંય તમારું નામ આવ્યું હોય એવી કોઈ હિસ્ટ્રી હોય તો મુકજો અમે તમને અભિનંદન આપીશું. 

તેમણે ઉમેર્યું હતું કે, તમે આક્ષેપ કરો છો ત્યારે આપ જયારે પદ પર હતા ત્યારે કેટલી જવાબદારી નિભાવી છે એ આપડે ખ્યાલ રાખવો પડે. પાલનપુરના ચડોતર ગામે ઠાકોર સમાજના સમૂહ લગ્ન દરમ્યાન ગેનીબેન ઠાકોરે પૂર્વ ધારાસભ્ય રેખા ખાણેશાને વળતો જવાબ આપી સમાજને ભારે વોટિંગ કરવા આહવાન કર્યું હતું.

પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચાના ગેનીબેન પર આક્ષેપ
પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચાએ ગેનીબેન ઠાકોર પર આરોપ લગાવતા કહ્યું હતું કે,'ગેનીબેનને ચાર વખત સોગંદનામું શા માટે કરાવવું પડ્યું? કઈ વસ્તુ તેમણે છુપાવવી હતી. ગઈ વખતે તેઓ ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમની જે પ્રોપર્ટી હતી તેમાં તેમને પ્રોપર્ટી નીલ બતાવી હતી. જો કે, હાલમાં તેમણે એફિડેવિટ કર્યું તેમાં તેમણે 40 વિઘા જમીન બતાવી છે. એ પ્રચાર કરે છે તેમાં એમ બોલે છે કે મારી પાસે ત્રણ વીધા જમીન છે, તો આ 40 વિઘા જમીન એમની પાસે ક્યાંથી આવી. ગેનીબેને દારૂના ધંધાર્થી હપ્તા લઈ સંપત્તિ વસાવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news