AHMEDABAD માં અનેક ગુનાઓમાં સંડોવાયેલો ગૌરવ ચૌહાણ આખરે ઝડપાઇ ગયો

શહેરમાં હત્યાનો પ્રયાસ કોલ સેન્ટર સહીતના ૮ ગુન્હાઓમાાં નાસતા ફરતા બે આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે. અમદાવાદના બાપુનગરમાં વર્ષ 2020 માં પૈસાની લેતી-દેતીમાં આરોપી ગૌરવ ચૌહાણ અશોક ગોસ્વામી નામના વ્યક્તિ પર ફાયરિંગ કરી હત્યા કરવાની કોશિશ કરી હતી. આ કેસમાં આજ દિન સુધી ફરાર આરોપી ગૌરવ ચૌહાણ અને તેનો સાગરીત અજય ભદોરિયાની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે ચાંદખેડામાંથી ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. 
AHMEDABAD માં અનેક ગુનાઓમાં સંડોવાયેલો ગૌરવ ચૌહાણ આખરે ઝડપાઇ ગયો

ઉદય રંજન/અમદાવાદ : શહેરમાં હત્યાનો પ્રયાસ કોલ સેન્ટર સહીતના ૮ ગુન્હાઓમાાં નાસતા ફરતા બે આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે. અમદાવાદના બાપુનગરમાં વર્ષ 2020 માં પૈસાની લેતી-દેતીમાં આરોપી ગૌરવ ચૌહાણ અશોક ગોસ્વામી નામના વ્યક્તિ પર ફાયરિંગ કરી હત્યા કરવાની કોશિશ કરી હતી. આ કેસમાં આજ દિન સુધી ફરાર આરોપી ગૌરવ ચૌહાણ અને તેનો સાગરીત અજય ભદોરિયાની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે ચાંદખેડામાંથી ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. 

આરોપીઓને પુછપરછ કરતાં બાપુનગર હીરાવાડી પાસે ઓફિસ ધરાવતા અશોક ગોસ્વામી નામની વ્યક્તિ સાથે પૈસાની લેણદેણની અદાવત હોવાનું સામે આવ્યું હતું. પોતાના સાગરીતો સાથે અશોક ગોસ્વામીની ઓફિસ ખાતે જઇ પોતાની પાસેની પિસ્ટલથી અશોક ગોસ્વામી ઉપર ફાયરીંગનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમાંથી ગોળી નહી છુટતા ત્યાંથી  ફરાર થઇ ગયા હતા. 

આરોપી ગૌરવ ચૌહાણ હત્યાના પ્રયાસમાં નાસતો ફરતો હતો. દરમિયાન પોતે ગોવા તથા અમદાવાદમાં વિદેશી નાગરિકોને કોલ કરી, છેતરપીંડી કરી રૂપિયા પડવાનું કોલસેન્ટર ચલાવતા સાગર મહેતાની સાથે ભાગીદારી કરી હતી. પોતાના ભાગીદારો સાગર મહેતાની મણીનગર ઝઘડીયા બ્રીજ પાસે આવેલ પ્રતિષ્ઠા એપાર્ટમેન્ટમાં કોલ સેન્ટર ચલાવતો હતો. તે દરમ્યાન પોતે તથા પોતાના ભાઇ સૌરવ ચૌહાણના પણ સાથે જે પોલીસના દરોડામાં પોતે ભાગી ગયો પણ તેનો ભાઈ સૌરભ ચૌહાણ ઝડપાઇ ગયો હતો. 

પોતાનું ગેરકયદેસર કોલસેન્ટર કામ પણ બંધ થઇ ગયું હતું. જેથી અમદાવાદના કુખ્યાત બુટલેગર બંસી સાથે ઇંગ્લીશ દારૂની હેરાફેરી અને વેપાર કરવાની  શરૂઆત કરી હતી. પોતાનો સાગરીત અજય ભદોરિયા કમિશન પેટે ઇંગ્લીશ દારૂનો વેપાર કરાવતો હતો. આ આરોપીઓ પોલીસથી બચવા માટે અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં હાઇપ્રોફાઇલ ફ્લેટો કે બિંગ્લોઝ ભાડે રાખી છુપાવતા હતા. જેથી અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ શરુ કરી છે આવા ગંભીર કેટલા ગુના કરેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news