ગૌણ સેવા પસંદગી મંડળે સરકારી પરીક્ષાનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલ્યું, ગેરરીતિનું આપ્યું કારણ

આજે ગૌણ સેવા પસંદગી મંડળ (gaun seva pasandgi mandal) દ્વારા એક સાથે અલગ અલગ 4 પરીક્ષાનું આયોજન કરાયું છે. ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા અલગ અલગ સમયે બે પરીક્ષા લેવાનારા છે. ત્યારે આ પરીક્ષાઓ મામલે મંડળ ફરીથી વિવાદમાં આવ્યું છે. પરીક્ષામાં ગેરરીતિના બદલ દાણીલીમડાની એમ.એસ.પબ્લિક સ્કૂલનું સેન્ટર કેન્સલ કરાયું છે. એમ.એસ.પબ્લિક સ્કૂલનું સેન્ટર બેસ્ટ હાઈસ્કૂલ ખાતે ખસેડાયું છે. આ માટે ઉમેદવારો એમ.એસ.પબ્લિક સ્કૂલ પર પહોંચે તો તેમના માટે બેસ્ટ હાઈસ્કૂલ સુધી પહોંચે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરાઈ છે. ત્યારે અંતિમ ઘડીએ સેન્ટર બદલાતા ઉમેદવારોને મેસેજ કરાયા હતા.
ગૌણ સેવા પસંદગી મંડળે સરકારી પરીક્ષાનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલ્યું, ગેરરીતિનું આપ્યું કારણ

અતુલ તિવારી/અમદાવાદ :આજે ગૌણ સેવા પસંદગી મંડળ (gaun seva pasandgi mandal) દ્વારા એક સાથે અલગ અલગ 4 પરીક્ષાનું આયોજન કરાયું છે. ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા અલગ અલગ સમયે બે પરીક્ષા લેવાનારા છે. ત્યારે આ પરીક્ષાઓ મામલે મંડળ ફરીથી વિવાદમાં આવ્યું છે. પરીક્ષામાં ગેરરીતિના બદલ દાણીલીમડાની એમ.એસ.પબ્લિક સ્કૂલનું સેન્ટર કેન્સલ કરાયું છે. એમ.એસ.પબ્લિક સ્કૂલનું સેન્ટર બેસ્ટ હાઈસ્કૂલ ખાતે ખસેડાયું છે. આ માટે ઉમેદવારો એમ.એસ.પબ્લિક સ્કૂલ પર પહોંચે તો તેમના માટે બેસ્ટ હાઈસ્કૂલ સુધી પહોંચે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરાઈ છે. ત્યારે અંતિમ ઘડીએ સેન્ટર બદલાતા ઉમેદવારોને મેસેજ કરાયા હતા.

આજે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એકસાથે અલગ અલગ 4 પરીક્ષાનું આયોજન કરાયું છે. ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા અલગ અલગ સમયે બે પરીક્ષા લેવાનાર છે. ત્યારે પરીક્ષામાં ગેરરીતિના બદલ દાણીલીમડાનીએમ.એસ. પબ્લિક સ્કૂલનું સેન્ટર રદ્દ કરાયું છે. એમ.એસ.પબ્લિક સ્કૂલનું સેન્ટર બેસ્ટ હાઈસ્કૂલ ખાતે ખસેડાયું છે. આ માટે ઉમેદવારો એમ.એસ.પબ્લિક સ્કૂલ પર પહોંચે તો તેમના માટે બેસ્ટ હાઈસ્કૂલ સુધી પહોંચે તે માટે તંત્ર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અંતિમ ઘડીએ સેન્ટર બદલાતા ઉમેદવારોને મેસેજ કરાયા છે. અન્ય જિલ્લામાંથી ઠંડીમાં ઉમેદવારો વહેલી સવારે 4 વાગ્યાથી જ અમદાવાદ પહોંચ્યા છે. સંખેડા અને કચ્છથી ઉમેદવારો અમદાવાદ સેન્ટર પર પરીક્ષા આપવા આવ્યા હતા. પરીક્ષા સેન્ટર બદલાયા એ માટે આ પ્રકારના મેસેજ ઉમેદવારોને મોકલવામાં આવ્યા હતા. ભાવનગરથી પણ ઉમેદવારોના પરીક્ષા સેન્ટર અમદાવાદમાં છે. 

એકસાથે 4 પરીક્ષા 
ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા આજે ચાર પરીક્ષા લેવાશે. જેમાં કાર્યાલય અધિક્ષક વર્ગ-3 માટેની પ્રથમ પરીક્ષા સવારે 11 થી 1 વાગ્યા દરમિયાન લેવાશે. કાર્યાલય અધિક્ષકની બીજી પરીક્ષા બપોરે 3 થી 5 દરમિયાન લેવાશે. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે 1.50 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ત્રીજી પરીક્ષા કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક માટે લેવાશે, જે બપોરે 2 થી 4 દરમિયાન જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. કૃષિ યુનિ.ની પરીક્ષામાં આશરે 94 હજાર ઉમેદવારો ભાગ લેશે. એમએસ યુનિવર્સિટી દ્વારા પણ GSLET - 2019ની પરીક્ષા લેવાશે. મંડળની બે પરીક્ષા સાથે જે કૃષિ યુનિ.ની પરીક્ષા આપવા ઉમેદવાર ઈચ્છે તે આપી શકશે નહિ, કેમકે પરીક્ષાના સેન્ટરો અલગ અલગ જિલ્લામાં આવેલા છે.

પ્રિયંકા ચોપરાનો લગ્નનો લૂક કોપી કરનાર મોના સિંહનો લગ્નનો Video થયો વાયરલ

અગાઉ વિવાદ બાદ ચુસ્ત બંદોબસ્ત
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં પેપરલીક મામલે ગૌણ સેવા પસંદગી મંડળ અનેકવાર વિવાદોમાં આવી ચૂક્યું છે. પહેલા લોકરક્ષકની પરીક્ષા અને બાદમાં બિનસચિવાલય ક્લાર્ક (binsachivalay exam) ની પરીક્ષામાં થયેલા છબરડાથી ગુજરાત સરકારની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેથી આ પરીક્ષાઓમાં કોઈ ગરબડ ન થાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો ચુસ્ત CCTV ની દેખરેખ હેઠળ રહેશે. કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક યંત્રો સાથે પરીક્ષાર્થીઓને પ્રવેશ નહિ અપાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news