'તમારો વેરો બાકી છે ભરી દો નહીંતર સીલ થશે', ભેજાબાજે કારખાનેદારને ઠગી લીધો!
Rajkot : અટિકા વિસ્તારમાં કારખાનું ધરાવતા અરવિંદભાઈ મોલિયાને ફોન આવ્યો હતો. જેમાં ફોન પર વાત કરતા શખ્સે રાજકોટ RMCમાંથી બોલું છું તમારો વેરો બાકી છે ભરી દયો નકર તમારું કારખાનું સિલ કરી દેવામાં આવશે કહીને કારખાનેદાર પાસેથી રૂ.77000 ની ઠગાઈ કરી ગયાનું સામે આવ્યું છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં ઠગાઇનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. અટિકા વિસ્તારમાં કારખાનું ધરાવતા અરવિંદભાઈ મોલિયાને ફોન આવ્યો હતો. જેમાં ફોન પર વાત કરતા શખ્સે રાજકોટ RMCમાંથી બોલું છું તમારો વેરો બાકી છે ભરી દયો નકર તમારું કારખાનું સિલ કરી દેવામાં આવશે કહીને કારખાનેદાર પાસેથી રૂ.77000 ની ઠગાઈ કરી ગયાનું સામે આવ્યું છે.
RMCના વેરા વસુલાત વિભાગના અધિકારીની ઓળખ આપી ગઠિયો RMCની વેરા વિભાગની ખોટી પોચ આપી હતી. જેમાં 77000 ની જગ્યાએ 72000 આવ્યા ભરવામાં આવ્યા હોવાની લખ્યું હતું. જ્યારે કારખાનેદારે પૂછ્યું તો, 5000 રૂ. સાહેબને આપવા પડે કહી કરી કટકી કરી હતી. કારખાનેદાર અવાર નવાર સાયબર ક્રાઈમ પોલીસના ધક્કા ખાવા છતાં સાયબર પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવી હતી. જોકે કારખાનેદારે મ્યુનિસિપલ કમિશ્નરને આ અંગે ફરિયાદ કરી હતી.
મ્યુ. કમિશ્નર આનંદ પટેલે આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, ટેકસ વિભાગમાં રોકડ રકમનો વ્યવહાર કરવામાં જ આવતો નથી. માત્ર ટેક્સ ભરવા કોર્પોરેશનમાં આવો છો તો જ રોકડ રકમ સ્વીકારવામાં આવે છે. વેરા વસૂલાત શાખા ની કચેરી કે ઓફિસ ખાતે જઈ ને જ રૂબરૂ પૈસા આપવા લોકોને અપીલ કરી હતી.
ત્રાહિત વ્યક્તિઓ મારફત ટેકસ રોકડના સ્વરૂપમાં આપવો જોખમી બની શકે છે..નાગરિક સચેત રહીને આ વ્યવહાર થી દુર રહે.. ટેકસ ડિજિટલ અને રૂબરૂ ટેકસ ચૂકવવા અપીલ કરવામાં આવી છે. જે વ્યક્તિ સાથે ફ્રોડ થયો છે તેને લઈને પણ પોલીસ કાર્યવાહી કરવામાં આવે તે માટે અમે પ્રયત્નશીલ છીએ..ગઠિયો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે