નવરાત્રીને લઈને થનગનાટ: આ વર્ષ આણંદ શહેરમાં પાંચથી વધુ સ્થળે પુરા થશે ખેલૈયાઓના નોરતા?
આણંદ શહેરમાં નવરાત્રી દરમિયાન હાર્ટ કિલર ગૃપ, વલ્લભવિદ્યાનગર યુવક મંડળ, ડી એન હાઈસ્કૂલ, દ્વારકેશ ગ્રાઉન્ડ, રાધા કૃષ્ણ ગ્રાઉન્ડ સહિત પાંચથી વધુ સ્થળોએ મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: આણંદ જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન પાર્ટી પ્લોટના ગરબા બંધ રહ્યા બાદ આ વખતે નવરાત્રીમાં પાર્ટી પ્લોટ ગરબાને મંજૂરી મળતા આણંદ શહેરમાં પાંચથી વધુ સ્થળે મોટા ગરબાનું આયોજન થયું છે અને આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
આણંદ શહેરમાં નવરાત્રી દરમિયાન હાર્ટ કિલર ગૃપ, વલ્લભવિદ્યાનગર યુવક મંડળ, ડી એન હાઈસ્કૂલ, દ્વારકેશ ગ્રાઉન્ડ, રાધા કૃષ્ણ ગ્રાઉન્ડ સહિત પાંચથી વધુ સ્થળોએ મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીનાં બે વર્ષ બાદ ગરબાનું આયોજન થઈ રહ્યું હોઈ ગરબા આયોજકોમાં પણ ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે અને ગરબા ગ્રાઉન્ડ ખાતે સ્ટેજ બનાવવા અને ગ્રાઉન્ડ તૈયાર કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ગરબાના ભવ્ય આયોજનને લઈને ખેલૈયાઓમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે ગરબા રમવા માટે ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે