કોરોનાના નાશ કરતા ગણેશ અને કેરળમાં હાથણીની ઘટના પર બનેલી ગણપતિની મૂર્તિ બની આકર્ષણનું કેન્દ્ર


આ વખતે કોરોનાને કારણે ગણેશ મહોત્વસ ધામધૂમથી ઉજવાશે નહીં. ત્યારે લોકોને આકર્ષવા માટે મૂર્તિકાર અલગ-અલગ થીમ પર ગણપતિની મૂર્તિઓ બનાવી રહ્યાં છે. 
 

કોરોનાના નાશ કરતા ગણેશ અને કેરળમાં હાથણીની ઘટના પર બનેલી ગણપતિની મૂર્તિ બની આકર્ષણનું કેન્દ્ર

ચેતન પટેલ/સુરતઃ કોરોનાની મહામારીને કારણે આ વર્ષે દરેક ઉત્સવો ધામધૂમથી ઉજવવા પર પ્રતિબંધ લાગ્યો છે. ત્યારે ગણેશોત્સવ દરમિયાન લોકોને આકર્ષવા માટે મૂર્તિકારો અવનવી થીમ અજમાવી રહ્યા છે. જેમાં કેરળમાં થયેલી હાથણી ઘટના અને કોરોનાનો નાશ કરતા ગણપતિની થીમ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

કોરોનાને કારણે તહેવારો સાથે સંકળાયેલા ધંધાર્થીઓને પણ મોટો ફટકો પડયો છે. જેને લઈને આજીવિકા મેળવવા અને ગ્રાહકોને આકર્ષવા માટે તેઓ અવનવી થીમ પર કામ કરી રહ્યા છે. આગામી દિવસોમાં આવનાર ગણેશ ઉત્સવમાં પણ લોકો જાહેર સ્થળોની જગ્યાએ પોતાના ઘરે નાની મૂર્તિનું સ્થાપન કરી પૂજન અર્ચન કરશે. શહેરમાં માટીની ગણેશ મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે ત્યારે શહેરના એક મૂર્તિકારે કોરોનાની મહામારીને ધ્યામાં લઈને ગણેશજી કોરોનાનો વધ કરતાં હોય તેવી મૂર્તિનું નિર્માણ કર્યું છે. તેમજ કેરળમાં બનેલ હાથીણીની ઘટનાને રજૂ કરતી મૂર્તિ પણ બનાવવામાં આવી છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

મૂર્તિ બનાવવા પાછળનો હેતુ લોકોમાં પ્રાણીઓને લઈને જાગૃતતા અને સંવેદનશીલતા આવે એવો છે. આ દરેક મૂર્તિ માટીમાંથી બનાવવામાં આવી છે. જેથી પર્યાવરણ પણ સચવાઈ રહે અને મૂર્તિની સાઈઝ નાની જ રાખવામાં આવી છે. જેથી કરીને લોકો ઘરે જ તેનું સ્થાપન કરી શકે અને સરળતાથી ઘરે રહીને ગણેશજીનું વિસર્જન પણ કરી શકે. મૂર્તિકાર આતિશ ગાયકવાડે જણાવ્યું હતું કે કહે છે, દર વર્ષે 500 મૂર્તિ બનાવીને વેચી હતી. જ્યારે જ્યારે આ વર્ષે માત્ર 100 જ મૂર્તિઓ જ વેચાઈ છે. કોરોનાને કારણે અમારા હાલ પણ બેહાલ થયા છે. જ્યારે આવી મૂર્તિઓ બનાવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ મૂર્તિકાર કર્યું છે. 

ગણેશ ચતુર્થી માટે શ્રીજીની પ્રતિમા ખરીદવા આવેલા લોકો પણ માની રહ્યા છે કે આ વર્ષે ગુણાકાર ના કારણે તેઓ દર વર્ષની જેમ ધામધૂમથી ઉત્સવની ઉજવણી કરી શકતા નથી. કોરોનાનો વધ કરતા ગણેશ અને કેરળનીમાં બનેલી ઘટનાનો ચિત્ર રજૂ કરતી મૂર્તિ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news