Hardik Patel Join BJP: હાર્દિક પટેલે વિજય મુહૂર્તમાં ખેસ અને ટોપી પહેરી, કહ્યું; 'હું અહીં રાજા નહીં સૈનિકની ભૂમિકામાં છું'

Hardik Patel to join BJP: સૌથી પહેલા ZEE 24 કલાકે જણાવ્યું હતું કે હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે. ત્યારે આજે પોતાના સમર્થકો સાથે બંને ભાજપનો ખેસ ધારણ કરશે.

Hardik Patel Join BJP: હાર્દિક પટેલે વિજય મુહૂર્તમાં ખેસ અને ટોપી પહેરી, કહ્યું; 'હું અહીં રાજા નહીં સૈનિકની ભૂમિકામાં છું'

ઝી ન્યૂઝ/અમદાવાદ: પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે આજે વિધિવત ભાજપમાં પ્રવેશ કરી લીધો છે. હાર્દિક પટેલ આજે ભવ્ય રોડ શો કરીને કમલમ પહોંચ્યા હતા. જ્યાં કમલમમાં કેસરિયા કર્યા હતા. સીઆર પાટિલે હાર્દિકને ખેસ અને નીતિન પટેલે હાર્દિક પટેલને પહેરાવી ટોપી પહેરાવી હતી. આજે સવારે હાર્દિક પટેલ પૂજાવિધિ કરી હતી. આજે સવારે 9 વાગ્યે હાર્દિક પટેલ પોતાના નિવાસ સ્થાને દુર્ગાપાઠ કરી, ત્યારબાદ 10 વાગ્યે SGVP ખાતે દર્શન કરીને સંતોની હાજરીમાં  ગૌ પુજન પણ કરી હતી.

હાર્દિક પટેલ LIVE:

- હાર્દિકના ભાજપ પ્રવેશ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. જગદીશ ઠાકોરે ભાજપના નેતાઓને અનેક વેધક સવાલ કર્યા હતા. તેમણે જગદીશ ઠાકોરે જણાવ્યું કે, હાર્દિક પટેલને ભાજપમાં પ્રવેશ કરાવવોએ કેવી મજબૂરી. કાનના કીડા સરી પડે એવું બોલનારને ભાજપમાં કેમ લેવો પડ્યો. તમારે કેમ આવવા લોકોને લેવા પડે છે. જ્યાં જાવ ત્યાં ઠરીને રહેવાની હાર્દિકને જગદીશ ઠાકોરે સલાહ આપી હતી.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 2, 2022

હાર્દિક પટેલે કહ્યું; છેલ્લે કેટલાયે સમયથી ગુજરાતની અંદર સામાજિક હિત અનેક પ્રયાસો કર્યા બાદ દરેક સામાજિક અને રાજકીય જીવનમાં જીવનમાં ઘણા ચડાવ ઉત્તર જોયા. 2015માં એક પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ હતી. ત્યારબાદ અમને 10 ટકા EBC આપવામાં આવ્યું હતું. હું જન હિતના કામ માટે કોંગ્રેસમાં જોડાયો હતો, પણ કોંગ્રેસના નેતા જનહિત માટે ઉભા ન રહેતા જોવા મળ્યા માટે રાજીનામું આપ્યું હતું. દરેકની માણસની આંકાંક્ષા હોય કે તે દેશના હિત માટે કામ કરે. પરંતુ મેં કોંગ્રેસથી દુઃખી થઈને રાજીનામું આપ્યું છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 2, 2022

- હાર્દિકે જણાવ્યું કે, ભાજપમાં સામાન્ય કાર્યકર બનીને કામ કરીશ. હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ રામ મંદિર બનાવવાની વાત હોય કે પછી 370 જેવા અનેક કાર્યોની પ્રશંસા કરતો હતો. હું રામસેતુના ભગીરથ કાર્યમાં ખિસકોલી બનીને કામ કરીશ. હું Bjp માં જોડાઈ કાર્યકરો સાથે ખભેથી ખભો મેળવી કામ કરીશ.

- હાર્દિકે જણાવ્યું કે, જ્યારે મેં કોંગ્રેસમાંથી રાજીનામું લખ્યું ત્યારે લોકો કહેતા હતાં કે કમલમથી લખાયું છે. હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના પૂર્વ સીએમ આનંદી બેનને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જ્યારે આનંદીબેન પટેલ ભાજપમાં માંડલથી ચૂંટણી લડતા હતા ત્યારે મારા પરમ પૂજ્ય પિતા તેમની સાથે હતા. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 2, 2022

- હાર્દિકે જણાવ્યું કે, હું અહીં રાજા નહીં સૈનિકની ભૂમિકામાં છું. હું ઘરવાપસી નથી કરી, પરંતુ મને લોકોએ કહ્યું હતું કે તમે ઘરમાં જ આવ્યા છો. 

- હાર્દિક પટેલે આંનદીબેન પટેલને યાદ કરીને જણાવ્યું હતું કે, આનંદીબેન પટેલ મારા પિતાને રાખડી મોકલતા હતા. આનંદીબેન પટેલ મારા ફઈ બા છે. મારા પિતાજી ભાજપ માટે કામ કરતા હતા. 

- હાર્દિકે જણાવ્યું કે, અમારું આંદોલન સરકાર સામે હતું અને સરકારે જ પૂર્ણ કર્યું. ભાજપમાં મને સારી રીતે કામ કરવાની તક મળશે. હું ઘરમાં પાછો ફરી રહ્યો છું. કોંગ્રેસે રામ મંદિર આધારા શિલા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. કોંગ્રેસમાં હતો, ત્યારે પણ પીએમના નિર્ણયોની પ્રશંસા કરતો હતો. કરોડો લોકો ભાજપ સાથે જોડાઈને દેશ સેવા કરવા માંગે છે. કોંગ્રેસના લોકોએ મારા પર અનેક આક્ષેપ કર્યા.  

- હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મેં ભાજપને ગાળો આપી એ વાત સાચી છે, પરંતુ હવે ઘરનો દીકરો માં બાપ પાસે માંગણી કરે છે. પપ્પા સામે ચોકલેટ લેવા ઝગડો જ છો ને. એ રીતે પણ અમે આંદોલન સમયે ઝઘડ્યા હતા.

- હાર્દિક પટેલે જણાવ્યું કે, ભાજપમાં જોડાઈને આંદોલનનમાં શહીદ થયેલા પરિવારોને નોકરી અપાવીશું. પાટીદાર સાથીદારોને વધુ સહાય અપાવવાનો પ્રયાસ કરીશું
 

હાર્દિકનો વિધિવત ભાજપમાં થયો પ્રવેશ
- નીતિન પટેલ દ્વારા ભાજપની ટોપી પહેરાવવામાં આવી

— Zee 24 Kalak (@Zee24Kalak) June 2, 2022

- હાર્દિક દ્વારા ભગવત ગીતા આપી cr અને નીતિન પટેલનું અભિવાદન કરવામાં આવ્યું
- સરદાર પટેલ સંબંધી પુસ્તકો પણ આપવામાં આવ્યા
- હાર્દિકે ભાજપના તમામ પદાધિકારીઓ ને પુસ્તક આપ્યા
- પ્રદીપસિંહ વાઘેલા, રજની પટેલ, વિનોદ ચાવડા, પૂર્વ પ્રદેશ યુવા મોરચા પ્રમુખ ડો.ઋત્વિજ પટેલ સ્ટેજ પર હાજર રહ્યા હતા.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 2, 2022

- હાર્દિક પટેલ કમલમના સ્ટેજ પરર પહોંચ્યો..

કોબા સર્કલથી કમલમ સુધી હાર્દિક પટેલે કર્યો રોડ શો

— Zee 24 Kalak (@Zee24Kalak) June 2, 2022

- હાર્દિક પટેલ ભાજપમાં જોડાતા મોરબીમાંથી હાર્દિકના સમર્થકો અમદાવાદ પહોંચ્યા
-  મોરબી જિલ્લામાંથી 100 કરતાં વધુ ગાડીઓ સાથે હાર્દિકના સમર્થકો અમદાવાદ પહોંચ્યા

- ભગવો ધારણ કરતા પહેલા હાર્દિક પટેલે SGVP ગુરુકુળ ખાતે ગાયની પૂજા કરી

— Zee 24 Kalak (@Zee24Kalak) June 2, 2022

હાર્દિક પટેલ આજે દિલ્હી જશે. ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યા બાદ દિલ્હી પ્રયાણ કરશે

— Zee 24 Kalak (@Zee24Kalak) June 2, 2022

હાર્દિક પટેલે જણાવ્યું કે, દરેક સમાજ કે રાજનૈતિક જીવનની અંદર વ્યક્તિનો એક ઉદ્દેશ્ય હોય છે કે રાષ્ટ્રની સેવા થાય, પ્રદેશની સેવા થાય, જનતાની સેવા થાય, સમાજની સેવા થાય અને ચારેય મુદ્દાઓની સાથે આજે હું એક નવા અધ્યાયની સેવા કરવા જઈ રહ્યો છું. ત્યારે સ્વાભાવિક છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચાલી રહેલા ભગીરથ કાર્યોમાં રામસેતુની ખિસકોલી બનીને સહયોગ આપવાનો પ્રયાસ કરીશું. આજે નિવાસ સ્થાને મા દુર્ગાનું પૂજન એટલા માટે કે રાજ્યના સુખાકારી અને સમુદ્ધિ માટે આજે મા દુર્ગાને પ્રાર્થના કરીએ. સૌનું કલ્યાણ થાય. અને ઘરની નજીક જ એજીવીપીમાં રામ શ્યામ અને ધનશ્યામનું પુજન કરીશું, ગૌ પુજન કરીશું. અને ત્યારબાદ ગાંધીનગર કમલમ ખાતે પાર્ટીનો ખેસ ધારણ કરીશું. પાર્ટી માટે વધુ સારી રીતે સેવા કેમ કરી શકાય એના માટેનો પ્રયાસ કરીશું. ભરોસો છે કે સારું કામ કરીએ એટલે ધણા બધાનો સહયોગ મળે,  જાહેર જીવન હોય કે સમાજિક હોય કે રાજકીય જીવન હોય.. આ તમામ પરિબળોની અંદર તમે નેતૃત્વ કરો એટલે તમને ફાયદો થાય છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 2, 2022

હાર્દિકના ભાજપ પ્રવેશ વખતે જે પ્રથમગ્રાસે મક્ષીકાનો ઘાટ સર્જાશે. યુથ બીજેપીના પ્રમુખ પ્રશાંત કોરાટ અને પુર્વ પ્રમુખ ડો રૂત્વીજ પટેલ સીઆર પાટીલનુ સ્વાગત કરશે. ભાજપના પાટીદાર યુવા નેતા પ્રશાંત કોરાટ અને ઋત્વિજ પટેલ સ્વાગત કરશે. હાર્દિકની હાજરીમાં બંને યુવા પાટીદાર નેતા ભાજપ પ્રમુખનું પણ સ્વાગત કરશે. હાર્દિકને ભાજપમાં કદ પ્રમાણે વેતરવા માટે આયોજન કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.

- હાર્દિક પટેલ તેમના નિવાસ સ્થાને દુર્ગાપાઠ પૂજન કરી.

He will be joining Bharatiya Janata Party today. pic.twitter.com/ILVgMk5n7V

— Zee 24 Kalak (@Zee24Kalak) June 2, 2022

- એસપીજી ગુરૂકુળ ખાતે રામ, શ્યામ અને ઘનશ્યામના દર્શન કરીને સાધુ સંતોની હાજરીમાં ગૌ પૂજા કરશે. બાદમાં કમલમ જવા રવાના થશે.
- આજે કમલમ ખાતે 12 વાગે હાર્દિક પટેલને બહારના ગાર્ડનમાં બાંધેલા સમીયાણામાં ભાજપમાં એન્ટ્રી કરશે.
- હાર્દિક પટેલના ભાજપના જોડાવાનો મામલે પાટીદાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ હાજર નહીં રહે
- ભાજપના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે હાર્દિકના પ્રવેશને low profile રાખવાનો ભાજપનો પ્રયાસ
- મુખ્યમંત્રી ગાંધીનગરમાં જ હોવા છતાં હાજર નહીં રહે, મુખ્યમંત્રી હાજર નહીં રહી ને આપ્યા રાજકીય સંકેતો
- ભારતીય જનતા પાર્ટીમાં હાર્દીક પટેલનું ઉત્સાહભેર સ્વાગતના લાગ્યા પોસ્ટર
- પોસ્ટર માં હાર્દીકનો યુવા હ્રદય સમ્રાટ તરીકેનો ઉલ્લેખ 
- અમદાવાદ અને ગાંધીનગરમાં હાર્દિક પટેલના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
- તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલનો ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ, ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યો છે.

 

નોંધનીય છે કે, શ્વેવા બ્રહ્મભટ્ટ 2017ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસમાંથી લડ્યાં હતાં. તેમણે મણિનગર બેઠક પરથી ભાજપ ઉમેદવાર સુરેશ પટેલ સામે દાવેદારી કરી હતી અને ચૂંટણી હારી ગયાં હતાં. શ્વેતા બ્રહ્મભટ્ટના પિતા નરેશ બ્રહ્મભટ્ટ વર્ષ 2000થી 2005 સુધી કોંગ્રેસના શાસનમાં હેલ્થ કમિટીના ચેરમેન રહ્યા હતા.

મહત્વનું છે કે, હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટના વિધિવત ભાજપમાં જોડાવવાને લઈને મહત્વના સમાચાર છે. હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ અલગ-અલગ સમયે અલગ કાર્યક્રમમાં ભાજપમાં જોડાશે. શ્વેતા બ્રહ્મભટ્ટ 11 વાગ્યે તો હાર્દિક પટેલ 12 વાગ્યે ભાજપમાં જોડાશે. જો કે, આ પહેલાં બંનેને એક  જ સમયે ભાજપમાં જોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બદલાવ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news