Vijay Rupani ના અધ્યક્ષસ્થાને મળેલી હાઈપાવર કમિટીમાં લેવાયા મહત્વના નિર્ણય
આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ તબક્કે ૩૦૦ બેડની તેમજ આગામી સમયમાં તેમાં ૧૦૦ બેડ વધારીને કુલ ૪૦૦ બેડની હોસ્પિટલ તૈયાર કરવાનો નિર્ણય મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો છે.
Trending Photos
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે રાજકોટના વિવિધ વિકાસકામો માટેની ગાંધીનગર ખાતે હાઈપાવર કમિટીની બેઠક મળી હતી. કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા રાજકોટમાં શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ તબક્કે ૩૦૦ બેડની તેમજ આગામી સમયમાં તેમાં ૧૦૦ બેડ વધારીને કુલ ૪૦૦ બેડની હોસ્પિટલ તૈયાર કરવાનો નિર્ણય મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો છે. શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમ હાલમાં જર્જરિત અને બિનઉપયોગી હાલત હોઈ તે સ્થાન ઉપર નવી હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત રાજકોટની ઐતિહાસિક કરણસિંહજી હાઈસ્કૂલ અને શ્રી બાઈસાહેબા ગલ્સ સ્કૂલનું જૂનું માળખું જળવાઈ રહે તેને ધ્યાને રાખીને શિક્ષણના હેતુ માટે તેનો PPP ધોરણે નવીનીકરણ કરવાનો પણ મુખ્યમંત્રીના હસ્તે નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આ બંને સ્કૂલોના મેદાન એક કરીને એક વિશાળ મેદાન તૈયાર કરવામાં આવશે.
મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, હાઉસિંગ વિભાગના સચિવ લોચન શહેરા, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, એન.આર.એચ.એમ.ના એમ.ડી. રૈમ્યા મોહન, મુખ્યમંત્રીના ખાસફરજ પરના અધિકારી કમલ શાહ, ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, ચેતન રામાણી, માધાંતાસિંહ જાડેજા, રાજકોટ કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર, રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે