ગાંધીનગર મનપાના ત્રિપાંખિયા જંગમાં ભાજપ જીત તરફ આગળ, આપ અને કોંગ્રેસના દાવા પોકળ!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ જેવા બે મોટા રાજકીય પક્ષોની સાથે આમ આદમી પાર્ટીએ પણ ઝુકાવ્યું છે. અગાઉ સુરત મનપાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા બાદ આપે ગાંધીનગરમાં પગ જમાવવાનો દાવો કર્યો છે. જેના કારણે ભારત-કોંગ્રેસ કરતા વધારે લોકોની નજરે આપે કરેલાં દાવા પર રહેશે. હાલ મતગણતરી શરૂ થઈ ચૂકી છે.
Trending Photos
ઝી બ્યૂરો, ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની ગણતરી આજે 5 ઓક્ટોબરે હાથ ધરવામાં આવી. પાટનગરમાં મતગણતરી માટે 5 જુદા-જુદા સ્થળે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 5 ઓક્ટોબરે મંગળવારે સવારે 9 કલાકે મતગણતરીનો પ્રારંભ કરાયો. સૌથી પહેલા પોસ્ટલ બેલેટ અને પછી ઈવીએમના મતની ગણતરી કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકામાં કોની સત્તા આવશે. જનતા કયા પક્ષને પસંદ કરશે તે ચિત્ર બપોરે 2 કે ત્રણ વાગ્યાની આસપાસ સ્પષ્ટ થઈ શકે છે.
આ વખતે ગાંધીનગર મહાનગરપાલિકામાં ત્રિકોણીય સ્પર્ધા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીએ પણ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને જોરશોરથી પ્રચાર કર્યો હતો. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 વોર્ડમાં બે લાખ 81 હજાર મતદારો છે, જેમાંથી એક લાખ 58 હજાર 532 મતદારો એટલે કે 56.11 ટકા મતદારોએ મતદાન કર્યું છે.
મહિલાઓ કરતાં પુરુષોએ વધુ મતદાન કર્યું. પુરુષોની મતદાન ટકાવારી 59.27 ટકા રહી, જ્યારે 53.23 ટકા મહિલાઓએ મતદાન કર્યું. વોર્ડ નંબર-7 માં સૌથી વધુ 67 ટકા મતદાન થયું હતું. વોર્ડ નંબર-1 માં 66 ટકા, વોર્ડ નંબર બેમાં 64 ટકા અને વોર્ડ નંબર-4 અને 11 માં 61-61 ટકા મતદાન નોંધાયું હતું.
284 મતદાન મથકોમાંથી 144 સંવેદનશીલ હતા, જ્યારે 4 અતિ સંવેદનશીલ હતા. આ કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સંવેદનશીલ કેન્દ્રો પર CCTV કેમેરા સાથે વીડિયોગ્રાફી પણ ખાતરી કરવામાં આવી હતી. આ વર્ષે નવા સીમાંકન બાદ પ્રથમ વખત ગાંધીનગર મહાનગરપાલિકામાં મતદાન યોજાયું છે. નવા ઉમેરાયેલા 18 ગામોના મતદારોએ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ વર્ષે લગભગ 13 હજાર નવા યુવા મતદારો આ નવા ગામોમાં જોડાયા છે, જેમણે પ્રથમ વખત પોતાનો મત આપ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે