ગાંધીનગરના સામ્રાજ્ય ફાર્મહાઉસમાં કરોડપતિ મિત્રો વચ્ચે ખેલાયો ખૂની ખેલ, ફાયરિંગ કરી મિત્રને ઉડાવી દીધો

ગાંધીનગર (gandhinagar) સરગાસણમાં એક ફાર્મહાઉસમાં ચાલી રહેલી દારૂની પાર્ટી દરમિયાન થયેલ ફાયરિંગ (firing) માં એકનું મોત નિપજ્યુ છે. ફાર્મ હાઉસમાં મિત્રએ જ ફાયરિંગ કરી મિત્રની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. દારૂ પીતા સમયે બંને વચ્ચે થયેલી માથાકૂટ બાદ મિત્રએ ગોળી ચલાવી હતી. 

ગાંધીનગરના સામ્રાજ્ય ફાર્મહાઉસમાં કરોડપતિ મિત્રો વચ્ચે ખેલાયો ખૂની ખેલ, ફાયરિંગ કરી મિત્રને ઉડાવી દીધો

ઝી મીડિયા/બ્યૂરો :ગાંધીનગર (gandhinagar) સરગાસણમાં એક ફાર્મહાઉસમાં ચાલી રહેલી દારૂની પાર્ટી દરમિયાન થયેલ ફાયરિંગ (firing) માં એકનું મોત નિપજ્યુ છે. ફાર્મ હાઉસમાં મિત્રએ જ ફાયરિંગ કરી મિત્રની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. દારૂ પીતા સમયે બંને વચ્ચે થયેલી માથાકૂટ બાદ મિત્રએ ગોળી ચલાવી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરના સરગાસણ રોડના હડમતિયા વિસ્તારમાં સામ્રાજ્ય ફાર્મ હાઉસ આવેલું છે. ગઈકાલે શુક્રવારે આ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ યોજાઈ હતી. જેમાં સામ્રાજય પાર્ટી પ્લોટના માલિક પ્રવીણ કલ્યાણ માણિયા, જયદીપસિંહ ગોહિલ, તરુણસિંહ તેમજ સંતોષ ભરવાડ, હરપાલસિંહ જનક જયરાજસિંહ તેમજ મોહિત એમ આઠ મિત્ર ગઈકાલે દારૂની મહેફિલ માણવા બેઠા હતા. દારૂની પાર્ટી વચ્ચે જ એક વાત મુદ્દે ચર્ચા થઈ હતી, જેને બાદમાં મોટુ સ્વરૂપ ધારણ કર્યુ હતું. જેમાં તમામ મિત્રો અંદરોઅંદર બાખડી પડ્યા હતા. આ દરમિયાન પ્રવીણભાઈ, જયદીપસિંહ અને તરુણસિંહ વચ્ચેના ઝઘડાએ મોટુ સ્વરૂપ લઈ લીધુ હુતં. જેથી જયદીપસિંહ પોતાની રિવોલ્વર કાઢીને પ્રવીણસિંહના શરીરમાં ગોળી ધરબી દીધી હતી.

આટલેથી આ મિત્રો અટક્યા ન હતા. ફાયરિંગની ઘટના બાદ તમામ મિત્રો હેબતાઈ ગયા હતા. ગભરાઈ ગયેલા જયદીપસિંહ અને તરુણસિંહે સંતોષ ભરવાડને લાફા પણ ઝીંક્યા હતા, જેથી તે પણ ઈજાગ્રસ્ત થયો હતો. આખરે પ્રવીણસિંહને હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યા તેને મૃત જાહેર કરાયો હતો. 

ફાર્મ હાઉસમાં ફાયરિંગની ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી. પોલીસે તમામ મિત્રોને કસ્ટડીમાં લીધા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ફાયરિંગમાં મૃત્યુ પામનાર પ્રવીણસિંહ મૂળ ભાવનગરના રહેવાસી છે, અને જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જયદીપસિંહે તકરાર બાદ પોતાની લાઈસન્સવાળી રિવોલ્વરથી પ્રવીણભાઈ પર ફાયરિંગ કર્યુ હતું. સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, પ્રવીણભાઈ કોંગ્રેસ તરફથી ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણી બે વખત લડયા હતા અને હારી ગયા હતા તેમજ જમીન લે-વેચ વ્યવસાય સિવાય તેમને રેતીની લીઝ પણ ચાલે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news