તરછોડેલો સ્મિત સચિન દિક્ષીતનો જ પુત્ર છે, DNA થયા મેચ
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :ગાંધીનગર (gandhinagar) ના પેથાપુર સ્મિત નામના બાળકને તરછોડવાની ઘટનામાં ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવી ગયો છે. તરછોડાયેલું બાળક સચિન દીક્ષિતનું જ હોવાનું પુરવાર થયુ છે. આરોપી સચિન દીક્ષિત અને બાળકના DNA મેચ થયા છે. ત્યારે સમગ્ર કેસમાં પોલીસ માટે DNA પરિણામો મહત્વપૂર્ણ પુરાવો બની રહેશે.
સચિનના વકીલે DNA મામલે કરી હતી દલીલ
બાળકને તરછોડવાના કેસમાં ગાંધીનગર કોર્ટે સચિન દિક્ષિતને જામીન આપ્યા હતા. લિગલ સેલ તરફથી મળેલા સચિનના વકીલને ગાંધીનગર કોર્ટમાં રજૂઆત કરી હતી. ત્યારે સચીનના વકીલે કોર્ટમાં કહ્યું કે, સચિનનો ગુનો જામીન લાયક છે. તેની સામે કલમ 363 અને 317 લગાવી છે. આ ગુનામાં અજાણ્યા ઈસમ સામે પોલીસે ફરિયાદ કરી છે. સચિનની સામે નામ જોગ ફરિયાદ નથી. તેથી સચિનને આ કેસમાં જામીન પર મુક્ત કરવામાં આવે. હજુ dna ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી છે. માટે તે સાબિત થતું નથી કે, ત્યજવામાં આવેલું બાળક સચિનનું જ છે. તેથી તેના પર 363 અને 317 કલમ લાગુ પડતી નથી. આ કારણે સચિનને જામીન મળવા જોઈએ.
ગાંધીનગરના પેથાપુર ગૌશાળામાં બાળકને તરછોડવાની ઘટના બાદ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. સચિન દીક્ષિતે તેની પ્રેમીકા અને આ બાળકની માતા મહેંદીની વડોદરાના દર્શનમ ઓએસિસ બિલ્ડિંગના ફ્લેટમાં ગળું દબાવી હત્યા કરી હતી. તેના બાદ તે બાળકને ગાંધીનગર લઈ આવ્યો હતો, જ્યાં તેણે બાળકને ગાંધીનગરની એક ગૌશાળામાં તરછોડીને ભાગી ગયો હતો. તે ભાગીને તેની પત્નીના પિયર રાજસ્થાન જતો રહ્યો હતો. જ્યાંથી ગાંધીનગર પોલીસે તેની ધરપકડ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે