GANDHINAGAR મનપા ચૂંટણીમાં સરેરાશ 56.51 ટકા મતદાન, ભાજપ-આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણના બનાવો

મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન આયોજીત થયું હતું. ગાંધીનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીના 11 વોર્ડમાં સરેરાશ 56.51 ટકા મતદાન થયું હતું. ગાંધીનગરના કુલ 11 વોર્ડમાં પૈકી વોર્ડ 1 માં 65 ટકા મતદાન થયું હતું. વોર્ડ 2 પેથાપુરમાં 64 ટકા, વોર્ડ 3 માં 53.66 ટકા, વોર્ડ 4 61.16, વોર્ડ -5 માં 41.73, વોર્ડ 6 માં 48.69, વોર્ડ 7માં 66.94, વોર્ડ 8 માં 55.05, વોર્ડ 9 માં 52.11, વોર્ડ 10 માં 52.67, વોર્ડ 11માં 60.60 ટકા મતદાન નોંધાયું હતું. આ પ્રકારે સરેરાશ 56.51 ટકા મતદાન નોંધાયું હતું. 
GANDHINAGAR મનપા ચૂંટણીમાં સરેરાશ 56.51 ટકા મતદાન, ભાજપ-આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણના બનાવો

ગાંધીનગર : મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન આયોજીત થયું હતું. ગાંધીનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીના 11 વોર્ડમાં સરેરાશ 56.51 ટકા મતદાન થયું હતું. ગાંધીનગરના કુલ 11 વોર્ડમાં પૈકી વોર્ડ 1 માં 65 ટકા મતદાન થયું હતું. વોર્ડ 2 પેથાપુરમાં 64 ટકા, વોર્ડ 3 માં 53.66 ટકા, વોર્ડ 4 61.16, વોર્ડ -5 માં 41.73, વોર્ડ 6 માં 48.69, વોર્ડ 7માં 66.94, વોર્ડ 8 માં 55.05, વોર્ડ 9 માં 52.11, વોર્ડ 10 માં 52.67, વોર્ડ 11માં 60.60 ટકા મતદાન નોંધાયું હતું. આ પ્રકારે સરેરાશ 56.51 ટકા મતદાન નોંધાયું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌથી વધારે મતદાન કોલવાડ-વાલોલ વોર્ડ નંબર 7 માં થયું હતું. તો સૌથી ઓછુ મતદાન પંચદેવ વોર્ડ નંબર 5 માં 41.73 ટકા થયું હતું. આ પ્રકારે કહી શકાય કે શહેરી વિસ્તારમાં ઓછું જ્યારે ગ્રામ્ય વિસ્તારોમા વધારે મતદાન થયું હતું. ભાજપ માટે આ આબરૂનો સવાલ છે. આ વિસ્તાર ગૃહમંત્રી અમિત શાહનો લોકસભા વિસ્તાર પણ છે. આ ઉપરાંત અહીં વિપક્ષી પાર્ટીઓનો દબદબો રહ્યો છે. તેમાં પણ આ વખતે આપની દખલ પણ વધી હતી. તેવામાં આ વખતે ભાજપ માટે આ અગ્નિ પરીક્ષા સાબિત થઇ રહી છે. 

જો કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અનેક સ્થળે બબાલો થયાનું સામે આવ્યું હતું. કુડાસણમાં ભાજપ અને આપ વચ્ચે ખુરશીઓ ઉછળી હતી. સેક્ટર 6 માં કાળી કારમાં આવેલા કેટલાક ઇસમો દ્વારા માથાકુટ કરાયાનો આક્ષેપ છે. આ કાર્યકરો આપના હોવાનો આક્ષેપ છે. પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. તો આપ દ્વારા ભાજપના કાર્યકરો પ્રતિબંધિત વિસ્તારમાં પણ ભાજપનો ખેસ પહેરીને ફરી રહ્યા હોવાના આરોપો સાથે હોબાળો મચાવવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news