સરકાર અને સી.આર વચ્ચે ગજગ્રાહ: અમિત શાહે કહ્યું હાલ પેટાચૂંટણી પર ધ્યાન લગાવો
Trending Photos
અમદાવાદ : ગુજરાત ભાજપના પ્રમુખપદે આવ્યા બાદ સી.આર પાટીલના નિવેદનોનાં કારણે સરકાર અને સી.આર વચ્ચે આંતરિક વિવાદ ચાલી રહ્યો હોવાનું સુત્રો ગણગણી રહ્યા છે. આ ફરિયાદ છેક ગૃહમંત્રી સુધી પહોંચી છે. અમદાવાદ આવેલા અમિત શાહ સમક્ષ આ મુદ્દે રજુઆત થયા બાદ શાહે હાલ તમામ વિવાદોભુલીને પેટા ચૂંટણીમાં ધ્યાન આપવા માટે જણાવ્યું છે. હાલ કોઇ પણવિવાદને સ્થાન નહી હોવાનું અને પેટાચૂંટણીમાં પ્રદર્શનમાં સુધારો કરવાનું જણાવ્યું હતું.
ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર પાટીલ ચાર્જ સંભાળતાની સાથે જ રાજકોટની મુલાકાત દરમિયાન જ સરકાર સામે આડકતરી રીતે જણાવ્યું હતું કે, ટિકિટ વાંચ્છુકો એવું ના વિચારે કે મુખ્યમંત્રી રાજકોટના છે એટલે ટિકિટ મળી જશે. આવો વ્હેમ ન રાખતા. આ ઉપરાંત 8 ધારાસભ્યોને ભાજપમાં લેવામાં આવ્યા હતા તે મુદ્દે પણ આકરા પ્રહારો કર્યા હતા. તેની સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાને ટિકિટ આપવા મુદ્દે સી.આર પાટીલને રોષ જોવા મળ્યો હતો. જેના કારણે સરકાર અને સી.આર વચ્ચે વિવાદ વધારે વકર્યો હતો.
હાલમાં જ સૌરાષ્ટ્રના એક કાર્યક્રમમાં પણ ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. જે સામે ભાજપ પ્રદેશપ્રમુખ સી.આર પાટીલે લાલ આંખ કરીને કહ્યું હતું કે, કોંગ્રેસના તકસાધુઓ માટે ભાજપમાં જગ્યા નથી. જ્યારે સરકારનાં મંત્રી આર.સી ફળદુએ કોંગ્રેસી ધારાસભ્યોને આવકાર્યા હતા. તેમણે કહ્યું હતું કે, વિકાસપ્રવાહમાં કોઇ પણ જોડાઇ શકે છે. ગુજરાતની પેટાચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ છે કારણ કે કોંગ્રેસે પોતાની તમામ 8 બેઠક સાચવવાની છે. તો ભાજપ નવા પ્રમુખ સી.આર પાટીલ માટે આ જંગ એક લિટમસ ટેસ્ટ છે. ખાસ કરીને ભાજપ પ્રમુખ પાટીલે તો કોંગ્રેસ મુક્ત ભાજપ અને કોંગ્રેસ નેતાઓનાં ભાજપ પ્રવેશ સામે ખુલ્લો વિરોધ કર્યો હતો. હાલ એ જ પેરાશૂટ ઉમેદવારોને જીતાડવા માટે પાટીલની પ્રતિષ્ઠા ત્રાજવે મુકાઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે