કાલથી ધોરણ 10-12 ની પુરક પરીક્ષા, પરીક્ષાર્થીઓ ખાસ જાણી લેજો આ નિયમ નહી તો પસ્તાશો

આવતીકાલથી ધોરણ 10 ની પૂરક પરીક્ષા શરૂ થવા જઇ રહી છે. સવારે અને બપોરે એમ બે ભાગમાં લેવાશે ધોરણ 10ની પૂરક પરીક્ષા આવતીકાલે પ્રથમ પરીક્ષા ભાષાની લેવાશે. ભાષાની પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 1.15 સુધીનો રહેશે, કાલે બપોરે કોઈ પરીક્ષા નહીં લેવાય. ધોરણ 10ની પૂરક પરીક્ષા 25 થી 28 ઓગસ્ટ દરમિયાન યોજાશે. રાજ્યના જિલ્લા મથકે 38 કેન્દ્રો પર 1,31,901 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. 623 પરીક્ષા સ્થળોનો ઉપયોગ થશે અને કુલ 6192 પરીક્ષાખંડોમાં પૂરક પરીક્ષા લેવાશે.
કાલથી ધોરણ 10-12 ની પુરક પરીક્ષા, પરીક્ષાર્થીઓ ખાસ જાણી લેજો આ નિયમ નહી તો પસ્તાશો

અતુલ તિવારી/અમદાવાદ : આવતીકાલથી ધોરણ 10 ની પૂરક પરીક્ષા શરૂ થવા જઇ રહી છે. સવારે અને બપોરે એમ બે ભાગમાં લેવાશે ધોરણ 10ની પૂરક પરીક્ષા આવતીકાલે પ્રથમ પરીક્ષા ભાષાની લેવાશે. ભાષાની પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 1.15 સુધીનો રહેશે, કાલે બપોરે કોઈ પરીક્ષા નહીં લેવાય. ધોરણ 10ની પૂરક પરીક્ષા 25 થી 28 ઓગસ્ટ દરમિયાન યોજાશે. રાજ્યના જિલ્લા મથકે 38 કેન્દ્રો પર 1,31,901 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. 623 પરીક્ષા સ્થળોનો ઉપયોગ થશે અને કુલ 6192 પરીક્ષાખંડોમાં પૂરક પરીક્ષા લેવાશે.

ધોરણ 12ની પરીક્ષા યોજવા માટે આયોજન
આવતીકાલથી રાજ્યભરમાં ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષા શરૂ થશે. સવારે અને બપોરે એમ બે ભાગમાં લેવાશે ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષા આવશે. આવતીકાલે સવારે 10.30 થી બપોરે 2 વાગ્યા સુધી ગણિતની પરીક્ષા લેવાશે. બપોરે 3 વાગ્યાથી 6.30 વાગ્યા સુધી બાયોલોજીની પૂરક પરીક્ષા લેવાશે. ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષા 25 થી 27 ઓગસ્ટ દરમિયાન લેવાશે. રાજ્યના જિલ્લા મથકે 34 કેન્દ્રો પર 23,830 ઉમેદવારો પૂરક પરીક્ષા આપશે. પૂરક પરીક્ષા માટે કુલ 131 પરીક્ષા સ્થળો પર 1147 પરિક્ષાખંડનો ઉપયોગ થશે. કોરોના મહામારીને કારણે પરીક્ષા સોશિયલ ડિસ્ટનસિંગની સાથે યોજાશે.

તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી
કોરોના મહામારીને કારણે પરીક્ષા સોશિયલ ડિસ્ટનસિંગની સાથે યોજાશે. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગઝેગ પ્રકારે ગોઠવવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો ખાતે ગાઈડલાઈનનું પાલન થાય તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે. પરિક્ષાખંડ કે જ્યાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવાશે ત્યાં તેમજ સ્કૂલના પ્રવેશદ્વાર પર ખાસ સેનેટાઈઝ કરવાના આપવામાં આવ્યા છે. ટેમ્પરેચર ગનથી તમામ વિદ્યાર્થીઓની તપાસ કરાશે. વિદ્યાર્થીઓના વાલીઓ શાળા ખાતે એકઠા ના થાય તે માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. પરીક્ષા સંદર્ભે શાળાઓને જરૂરી તમામ મદદ પોલીસ તેમજ જરૂરી અન્ય વિભાગને કરવા આદેશ આપવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news