પૂરપાટ વહેતી શેઢી નદીમાં ખેંચાયા 4 યુવકો... 3 બચીને કિનારે આવ્યા, પણ એકને...
નદી કિનારે ઉભા રહીને વિસર્જનની મજા માણી રહેલા કેટલાક લોકો વીડિયો બનાવી રહ્યા હતા, જેથી યુવકોની ડૂબવાની આખી ઘટના કેમેરામાં કેદ થઈ
Trending Photos
યોગીન દરજી/ખેડા :ખેડા નજીક આવેલી શેઢી નદીના વહેણમાં ગણપતિ વિસર્જન કરવા ગયેલા 4 યુવકો તણાયા હતા, જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે. ઠાસરાના રસૂલપુર ગામ પાસે ગણપતિ વિસર્જન દરમ્યાન આ ઘટના બની હતી. હાલ ચોમાસાને પગલે બે કાંઠે વહેતી શેઢી નદીમાં ગણપતિ વિસર્જન કરવા કેટલાક સ્થાનિક યુવાનો ગયા હતા. પૂરપાટ વહેતી શેઢી નદીના વહેણ તરફ ખેંચતા 4 જેટલા યુવાનો તણાયા હતા જેમાં 1 નું મોત નિપજ્યું છે. રસૂલપૂર પાસે આવેલ વિસનગર ગામના તરવૈયા બોલાવી શેઢી નદીમા ભારે શોધખોળ કરતાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ ચોમાસું હોવાને કારણે શેઢી નદીમાં ભરપૂર પાણી આવ્યું છે. ત્યારે કેટલાક સ્થાનિક યુવકો સાત દિવસની ગણપતિ સ્થાપના બાદ વિસર્જન કરવા નદીમાં આવ્યા હતા. ત્યારે અચાનક વિસર્જન વેળાએ ચાર યુવકો નદીના પ્રવાહમાં તણાયા હતા. યુવકો જ્યારે નદીમાં ઉતર્યા ત્યારે પાણી વધુ ન હતું. પરંતુ અચાનક જ ચાર યુવકો ડૂબવા લાગ્યા હતા. સમગ્ર નદી વિસ્તારમાં ચીચીયારીઓ અને આક્રંદના અવાજ આવવા લાગ્યા હતા. જોકે, વિસર્જન કરી રહેલા અન્ય યુવકોની સતર્કતાથી ત્રણ યુવાનો બચી ગયા હતા. પરંતુ એક અલ્પેશ ચાવડા નામનો યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
ગુજરાતીઓ હવે એક અઠવાડિયું નહીં જઈ શકે માઉન્ટ આબુ...
રસૂલપુર પાસે આવેલ વિસનગર ગામના તરવૈયા બોલાવી શેઢી નદીમા ભારે શોધખોળ કરતાં લાપતા યુવાનનો મૃતદેહ મળ્યો હતો. નદી કિનારે ઉભા રહીને વિસર્જનની મજા માણી રહેલા કેટલાક લોકો વીડિયો બનાવી રહ્યા હતા, જેથી યુવકોની ડૂબવાની આખી ઘનટા કેમેરામાં કેદ થઈ હતી.
નદીમાં ડૂબનાર યુવક ઠાસરા તાલુકાના રસૂલપૂર ગામનો અલ્પેશભાઈ અશ્વિનભાઈ ચાવડા (ઉંમર 30 વર્ષ) હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકના મૃતદેહને ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો. ઠાસરા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે