ગુજરાતમાં કોંગ્રેસ ફરી તૂટશે! 22 ઓગસ્ટે વધુ એક દિગ્ગજ નેતા ભળશે ભાજપમાં...

પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ આજે કોગ્રેસમાંથી રાજીનામું આપશે. ત્યારે વિધાનસભા ચૂંટણી પહલા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને ઝટકો લાગવા જઈ રહ્યો છે. અગાઉ અશ્વિન કોટવા, અનિલ જોશિયારાના દીકરા કેવલ જોશિયારાએ પણ કેસરિયો ધારણ કર્યો છે.

ગુજરાતમાં કોંગ્રેસ ફરી તૂટશે! 22 ઓગસ્ટે વધુ એક દિગ્ગજ નેતા ભળશે ભાજપમાં...

બ્રિજેશ દોશી/ગાંધીનગર: વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે, ત્યાં તેર તૂટે એવી સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસને વધુ એક કમરતોડ ઝટકો મળવા જઈ રહ્યો છે. સાબરકાંઠામાં કોંગ્રેસ તૂટવાના એંધાણ જોવા મળી રહ્યા છે. અશ્વિન કોટવાલ બાદ હવે પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા કેસરિયો ધારણ કરવા જઈ રહ્યા છે. 22 ઓગસ્ટે મહેન્દ્રસિંહ બારૈયા કેસરિયો ધારણ કરશે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાશે. 

તમને જણાવી દઈએ કે પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ આજે કોગ્રેસમાંથી રાજીનામું આપશે. ત્યારે વિધાનસભા ચૂંટણી પહલા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને ઝટકો લાગવા જઈ રહ્યો છે. અગાઉ અશ્વિન કોટવા, અનિલ જોશિયારાના દીકરા કેવલ જોશિયારાએ પણ કેસરિયો ધારણ કર્યો છે.

મહત્વનું છે કે, ચૂંટણીને હવે ગણતરીના ત્રણ મહિના જ બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા તમામ પ્રકારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ ભાજપના દિગ્ગજ નેતાઓ વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને લોકોને આકર્ષિત કરી રહ્યા છે, તો આમ આદમી પાર્ટી પણ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. કેજરીવાલ એક મહિનામાં ધડાધડ ગુજરાત પ્રવાસે આવીને લોકોને મોટી ગેરંટીઓ આપી રહ્યા છે. પરંતુ આ ચિત્રમાં કોંગ્રેસ ક્યાંય જોવા મળી રહી નથી. ઉલ્ટાનું કોંગ્રેસમાં રહેલા દિગ્ગજ નેતાઓ હવે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપ કે આપમાં વળી રહ્યા છે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો કેસરિયો ઓઢવાનું મન બનાવી લીધું છે. તેઓ આગામી 22 ઑગષ્ટે કમલમ ખાતે ભાજપમાં જોડાશે. તેમની સાથે સ્થાનિક ભાજપના કાર્યકરો અને ટેકેદારો હાજર રહેશે. 

મહેન્દ્ર સિંહ બારૈયાની રાજકીય કારકિર્દી

  • પ્રાંતિજના મહેન્દ્રસિંહ બારૈયાએ 1998થી રાજકારણમાં જોડાયા. 
  • તેઓ પહેલા પ્રાંતિજ તાલુકા કોંગ્રેસમાં મહામંત્રી હતા.
  • 2002માં તેમણે જિલ્લા કોંગ્રેસનું મહામંત્રી પદ સંભાળ્યુ હતું. 
  • સાથે પ્રાંતિજ માર્કેટયાર્ડમાં બે વાર ડિરેક્ટર બન્યા હતા. 
  • 2009થી 2012 દરમિયાન ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસમાં માસ્ટર ટ્રેનર તરીકેની કામગીરી કરી હતી.
  • 2010માં તેઓ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોયદ જીલ્લા પંચાયતની બેઠક પર 950 વોટથી વિજયી બન્યા.
  • તાલુકા પંચાયતની પાંચેય બેઠક પણ વિજયી બનાવી હતી.
  • 2012માં પ્રાંતિજ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હતા.  
  • 2017માં તેઓ પ્રાંતિજ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા, પરંતુ 2551 મતોથી હાર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news