લોકસભા ચૂંટણી પહેલા ફરી પૂર્વ MLA દિનુમામાનો યુ ટર્ન; ફરી ભાજપમાં જોડાયા

આ પ્રસંગે વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ચૂંટણી લડનાર દિનુમામાને સી.આર.પાટીલે ભાજપનો ખેસ પહેરાવીને વિધિવત રીતે પ્રવેશ આપ્યો હતો. 

લોકસભા ચૂંટણી પહેલા ફરી પૂર્વ MLA દિનુમામાનો યુ ટર્ન; ફરી ભાજપમાં જોડાયા

મિતેશ માલી/પાદરા: પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના જન સેવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે  વિધાનસભાની ચૂંટણી સમયે બળવો કરી અપક્ષ ચૂંટણી લડનાર, દિનુમામા અને તેઓના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડ્યા હતા. સી.આર.પાટીલે ખેસ પહેરાવી પ્રવેશ આપ્યો હતો. 

સાથે 3 કરોડના ખર્ચે પાદરાના છીપવાળ તળાવનું બ્યુટીફીકેશન કરવામા આવ્યું હતું. જેને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે ભાજપ મધ્ય ઝોનના પ્રભારી ગોરધન ઝાડફિયા સહિત છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા તથા ડભોઈ, વાઘોડિયા, કરજનના ધારાસભ્ય સહિત વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતીશ નિશાળીયા અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. સાગમાં ગામથી વિશાળ રેલી ભાજપનાં કાર્યકરોએ બાઇક સાથે કાર્યાલયના ઉદ્ઘાટન સ્થળ સુધી યોજાઈ હતી. સી.આર.પાટીલના હસ્તે પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાનું જન સેવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું.

આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી @gpzadafia જી, ગુજરાત વિધાનસભાના મુખ્ય… pic.twitter.com/6py60UK4NW

— C R Paatil (@CRPaatil) September 3, 2023

જાહેર કાર્યક્રમમાં દીપ પ્રગટાવી કાર્યકરોને સંબોધ્યા હતા. પ્રદેશ અધ્યક્ષને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ચૂંટણી લડનાર દિનુમામાને સી.આર.પાટીલે ભાજપનો ખેસ પહેરાવીને વિધિવત રીતે પ્રવેશ આપ્યો હતો. 

દિનુમામા સાથે તેઓના સમર્થકોને પણ ભાજપમાં પ્રવેશ આપ્યો હતો, સાથે પાલિકાના આર.એસ.પીના ચૂંટાયેલા સદશ્યો પણ ભાજપમાં જોડ્યા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને દેશની વિકાસ ગાથા સાથે આવનાર લોકસભાની ચૂંટણીમાં એક બેઠક 5 લાખના જંગી મતોથી  ભાજપના ઉમેદવાર વિજય થાય તેવો આશાવાદ સાથે કાર્યકરોને હાલક કરી હતી.

પાદરા નગર પાલિકાના વોર્ડ નંબર 7ના છીપવાડ તળવાને રૂ 3 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ ગીતાબેન રાઠવા તથા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિતના કાર્યકરો અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news