કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ બન્યા કોરોનાનો શિકાર


થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાનાર કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ બન્યા કોરોનાનો શિકાર

વડોદરાઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કેર યથાવત છે. અત્યાર સુધી રાજ્યમાં 48 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. તો વડોદરા શહેર અને ગ્રામ્યમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. વડોદરા જિલ્લામાં 3587 કેસ સામે આવ્યા છે તો અત્યાર સુધી 55 લોકોના મૃત્યુ થયા છે. તો હવે વડોદરા જિલ્લાના કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ પણ કોરોનાનો શિકાર બન્યા છે. 

અક્ષય પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાનાર કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કરજણમાં ભાજપના નેતાઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. આ પહેલા એક નગર સેવક પણ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. 

કોરોનાનો રોકવા સુરત મનપા દરરોજ કરશે 5 હજાર રેપીડ ટેસ્ટ

ડભોઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન કોરોનાની ઝપેટમાં
ડભોઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન કોરોનાથી સંક્રમિત થયા છે. મુકેશ શાહનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો  નગરપાલિકાના પ્રમુખનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કિરીટ વસાવા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તો આજે નપા પ્રમુખ અનસુયાબેન વસાવાનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ડભોઈમાં કોરોનાનું સંક્રમણ નગરપાલિકા સુધી પહોંચી ગયું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news