પૂર્વ CM વિજય રૂપાણીને મળી મોટી જવાબદારી, પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના ભાજપના પ્રભારી બનાવાયા છે. હાલ ભાજપે 15 રાજ્યોમાં નવા પ્રભારીઓની નિયુક્તિ કરી છે. આ સાથે જ રૂપાણીને પંજાબ સાથે ચંદીગઢના પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.
Trending Photos
બ્રિજેશ દોશી/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના ભાજપના પ્રભારી બનાવાયા છે. હાલ ભાજપે 15 રાજ્યોમાં નવા પ્રભારીઓની નિયુક્તિ કરી છે.
BJP appoints party's state incharges & co-incharges for states
Ex-Tripura CM Biplab Deb to be the incharge of Haryana,ex-Gujarat CM Vijay Rupani to be that of Punjab-Chandigarh, ex-Bihar Minister Mangal Pandey to be that of WB & Sambit Patra to be coordinator of northeast states pic.twitter.com/z80tMyGYQw
— ANI (@ANI) September 9, 2022
આ સાથે જ રૂપાણીને પંજાબ સાથે ચંદીગઢના પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત બિહાર પ્રભારી વિનોદ તાવડેને પ્રભારી, જ્યારે હરીશ દ્વિવેદદીને સહપ્રભારી બનાવ્યા છે. ઓમ માથુર છત્તીસગઢના પ્રભારી બનાવ્યા છે. નિતિન નવીન સહ પ્રભારી બનાવ્યા છે. હરિયાણાના પ્રભારી વિપ્લવ દેવ, ઝારખંડના લક્ષ્મીકાંત બાજપેઈ, કેરલના પ્રકાશ જાવડેકર, મધ્ય પ્રદેશના મુરલીધર રાવ, પંજાબના વિજય રુપાણી, તેલંગણાના તરુણ ચુગ, રાજસ્થાનના અરુણ સિંહ, ત્રિપુરાના મહેશ શર્મા અને પશ્ચિમ બંગાળના મંગલ પાંડે પ્રભારી બનાવ્યા છે. તો વળી સમગ્ર ઉત્તર પૂર્વ રાજ્યોના સંયોજક સંબિત પાત્રાને બનાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે