વિવાદ વકર્યાં બાદ 11 સિંહોના મોતના કારણનો કરાયો ખુલાસો
ગીરનો રાજા જંગલમાં જ સુરક્ષિત રહ્યો નથી. ગીરના જંગલમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહોના મોતથી સમગ્ર રાજ્યમાં હાહાકાર મચ્યો છે. આ ઘટનાને પગલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે હવે 11 સિંહના મૃત્યુ પર વન વિભાગ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં 11 સિંહોનું મોત કુદરતી રીતે થયું હોવાનું જણાવાયું છે. ત્યારે
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર : ગીરનો રાજા જંગલમાં જ સુરક્ષિત રહ્યો નથી. ગીરના જંગલમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહોના મોતથી સમગ્ર રાજ્યમાં હાહાકાર મચ્યો છે. આ ઘટનાને પગલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે હવે 11 સિંહના મૃત્યુ પર વન વિભાગ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં 11 સિંહોનું મોત કુદરતી રીતે થયું હોવાનું જણાવાયું છે. ત્યારે
કુદરતી રીતે થયું 11 સિંહોનું મોત
રિપોર્ટમાં જણાવાયું કે, 11 મોતમાં 6 બાળ સિંહ, 3 સિંહણ અને 2 નર સિંહનો સમાવેશ થાય છે. જે પૈકી 6 બાળ સિંહ અને 2 નર સિંહના મૃત્યુ ક્ષેત્ર અધિકારમાં હુમલો કરવાને કારણે થયા છે. આમ, કુલ 11 પૈકી 8 બનાવમાં ઈનફાઈટથી સિંહોના મોત થયા છે. જેમાં ૩ બનાવોમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાનો હજુ બાકી છે.
ઉલ્લેખનીય છે કે, આ તમામ સિંહના પેનલ પીએમ કરવામાં આવ્યા હતા. તેમના ટીસ્યુના નમૂના જુનાગઢ, દાંતીવાડા અને બરેલી વેટરનરી લેબમાં મોકલવામાં આવ્યા હતા.
રાજ્યમા 2015માં કરાયેલી સિંહોની ગણતરી પ્રમાણે કુલ 523 સિંહ હતા. જેમાં 109 નર, 201 માંદા અને 73 પાઠડા તથા 140 બાળ સિંહ હતા. વાર્ષિક અંદાજીત 210 બાળ સિંહોનો જન્મ થાય છે, જેમાંથી 140 જેટલા મૃત્યુ પામે છે અને 70 પુખ્ત ઉંમર સુધી પહોંચે છે. 2016-17માં કુલ 99 સિંહોના મોત થયા હતા, જેમાં 80 કુદરતી રીતે તથા, 19 અકુદરતી રીતે થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે