ગુજરાતમાં 1થી 5 જાન્યુઆરી વચ્ચે આ વિસ્તારોનું આવી બનશે! 5 દિવસ કંઈક મોટું થવાના એંધાણ!

Rain Forecast: અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 થી 5 જાન્યુઆરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. છઠ્ઠી જાન્યુઆરીથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 

ગુજરાતમાં 1થી 5 જાન્યુઆરી વચ્ચે આ વિસ્તારોનું આવી બનશે! 5 દિવસ કંઈક મોટું થવાના એંધાણ!

Ambalal Patel rain Forecast: નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પડેલા કમોસમી વરસાદે હજારો ખેડૂતોને રોવડાવ્યા છે, ત્યારે ડિસેમ્બર મહિનો પણ ખેડૂતો માટે આફત લઈને આવ્યો છે. ગુજરાતના ખેડૂતોના શિયાળું પાક પર ફરી મોટું સંક્ટ છવાયું છે. ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા એક એવી આગાહી કરવામાં આવી છે કે ખેડૂતો ચિંતામાં મુકાઈ જશે. એટલે કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નવું વર્ષ ખેડૂતો અને તેના પાક માટે નવી મુસીબત લઈને આવી શકે છે. 

અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 થી 5 જાન્યુઆરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. છઠ્ઠી જાન્યુઆરીથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા જોવામાં આવી રહી છે. ગુજરાતના ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડી વધશે. 

ઠંડી સાથે સાથે માવઠાની આફત
અંબાલાલ પટેલે  ઠંડી સાથે સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતા જણાવ્યુ છે કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે માવઠું થવાની શક્યતા રહેશે. જોકે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાનમાં સક્રિય થતાં ઉત્તરીય પર્વતોમાં માવઠું થશે. રાજસ્થાનમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. તો હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. જ્યાં માવઠું થવાની શક્યતા છે તે જિલ્લામાં ઠંડીનો અનુભવ થશે. 25 ડિસેમ્બરથી ગુજરાતમાં આકરી ઠંડી પડશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે.

ભરશિયાળે દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલે આગામી 24 કલાક માટે માવઠાની આગાહી આપી છે. 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ આવી શકે છે. ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે. ફરીવાર વાવાઝોડું આવાની શક્યતા છે. વાવાઝોડું લો પ્રેસર બની શકે છે. અલ નિનો ના કારણે સિસ્ટમ સક્રિય થશે. આ ઉપરાંત અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે. 

આ આગાહી સાચી પડી ગઈ તો...
રાજ્યમાં ઉતર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે અને વેસ્ટન ડિસ્ટર્બન્સ વારંવાર આવવાના કારણે તાપમાનમાં સતત વધઘટ થઇ રહી છે. ગત ચોમસાની પેટર્ન કોયડા સમાન રહી હતી. તેમ શિયાળાની ઋતુ પણ કોયડા સમાન રહેશે. તાપમાનમા વધઘટ થયા કરશે. કારણ કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ મજબૂત આવવા જોઈએ તેવા આવ્યા નથી. જેના કારણે ઠંડી વધી નથી. 29થી 31 ડીસેમ્બરના દેશના ઉતરિય પર્વતિય પ્રદેશમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે. 5 અને 6 જાન્યુઆરીમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તો સાતથી 10માં જાન્યુઆરીના દક્ષિણ ભારતમા વરસાદના કારણે મુંબઈનુ હવામાન પલટાશે. જે બાદ 10થી 13માં જાન્યુઆરીના રાજ્યના હવામાનમાં પલટો આવેશે. માવઠાની આફત અંગે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે અને 22થી 24 ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા રહેશે. પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે કે વિપરિત હવામાન રહેશે.

આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે
અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનાના વાતાવરણ અંગે આગાહી કરી દીધી છે અને જણાવ્યુ છે કે, જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઉત્તરાયણની આસપાસ હવામાનમાં પલટો પણ આવશે. ફેબ્રુઆરી મહિનામાં 5 તારીખ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. ભારે વરસાદના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. પશ્ચિમી વિક્ષેપોને કારણે આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે. 

અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર શિયાળામાં માવઠું થવાની આગાહી કરી છે. ડિસેમ્બર મહિનામાં 22 થી 24ની વચ્ચે જોરદાર કમોસમી વરસાદ થવાની પુરેપુરી શક્યતા દર્શાવી છે, અને જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની આગાહી કરી છે. સાથે 27 થી 29 તારીખમાં દક્ષિણ ભારતમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદ પડશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news