ગુજરાત સહિત સમગ્ર દેશમાં કરા સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કરી એડવાઇઝરી

ઘાટલોડિયા, નારણપુરા, નવા વાડજ, અખબારનગર, સેટેલાઈટ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. આ સિવાય છોટાઉદેપુર, ભરૂચ, તાપી, દાહોદ અને ભાવનગરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. બીજી બાજુ હજુ પણ 4 દિવસ માવઠાની આગાહી કરાઈ છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કરા સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કરી એડવાઇઝરી

Gujarat Monsoon 2023: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે અનેક વિસ્તારોમાં આગામી ચાર દિવસ કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અડધા ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. અમદાવાદમાં પણ સમી સાંજે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. શહેરના ઘાટલોડિયા, નારણપુરા, નવા વાડજ, અખબારનગર, સેટેલાઈટ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. આ સિવાય છોટાઉદેપુર, ભરૂચ, તાપી, દાહોદ અને ભાવનગરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. બીજી બાજુ હજુ પણ 4 દિવસ માવઠાની આગાહી કરાઈ છે.

આ સિવાય દેશમાં પણ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, આવનારાં દિવસોમાં ભારતનાં કેટલાક ભાગોમાં વરસાદની સાથે કરા પડવાની સંભાવના છે. હવામાન વિભાગે લોકોને ઘરની અંદર રહેવા, બારી-બારણાં બંધ રાખવા અને સંભવ હોય ત્યાં સુધી ટ્રાવેલિંગ ટાળવાનું સૂચન આપેલ છે. 

No description available.

IMDએ લોકોને સંદેશો આપ્યો
IMDએ લોકોને સંદેશો આપતાં કહ્યું કે 'સુરક્ષિત ઘરમાં રહો. ઝાડની નીચે રહેવાનું ટાળો. ઈલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ ટાળો અને તેને અનપ્લગ રાખો. જળાશયોમાંથી તાત્કાલિક બહાર નિકળો...'

ગુજરાતના 4  જિલ્લામાં માવઠું 
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતના ચાર જિલ્લાઓમાં કમોસમી વરસાદે વેરણ છેરણ કરી નાંખ્યું છે. જેમાં છોટાઉદેપુર, ભરૂચ, દાહોદ અને તાપીમાં કમોસમી વરસાદ પડ્યો છે. અહીં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરના નસવાડીમાં પણ પવન સાથે વરસાદ પડ્યો છે. આ સિવાય તાપીના સોનગઢ, ઉચ્છલ, નિઝરમાં માવઠું થયું છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે હજુ પણ 4 દિવસ માવઠાની આગાહી કરાઈ છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ ગુજરાત પર ભારે છે. કારણકે, આગામી ચાર દિવસમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ કહેર વર્તાવી શકે છે. હવામાન વિભાગના મતે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મેહસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે.

No description available.

ઉલ્લેખનીય છેકે, હાલમાં જ હોળીના દિવસે પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચોમાસાની સિઝન જેવું માવઠું પડ્યું હતું. હોળી પર કમોસમી વરસાદ બાદ ખેડૂતોની હાલત કફોડી બની છે. એવામાં પડતા પર પાટા સમાન હજુ પણ ચાર દિવસ કમોસમી વરસાદની જ આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે કમોસમી વરસાદને આગાહી કરવામાં આવી છે એ સ્થિતિને જોતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણકે, હાલ ખેતરોમાં ઉભા પાક તૈયાર છે. ખાસ કરીને અનાજ ઉપરાંત બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે પણ આ માવઠું ભારે નુકસાન પહોંચાડનારું છે. 

આગામી 4 દિવસ માટે ગુજરાતભરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી કરી છે. છુટાછવાયા અને સામાન્ય વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી કરાઈ છે. કાલે સૌરાષ્ટ્ર ગીર સોમનાથ દાહોદ તરફ વરસાદની આગાહી છે. આગામી 16 અને 17 માર્ચે વધુ વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજયનમાં વરસાદ રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 અને 17 માર્ચે વરસાદ રહેશે. પૂર્વ દિશામાં ટ્રફ સર્જાયો હોવાથી વરસાદી માહોલ રહેશે. ખેડૂત માટે વરસાદને લઈને ધ્યાન રાખવા અપીલ કરાઈ છે. ખેડૂતોને પાક થઈ ગયો હોય તો લઈ લેવા વિનંતી કરાઈ છે. આજે પોરબંદરમાં હિટવેવની આગાહી છે, જ્યારે અમદાવાદ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 2 દિવસ તાપમાનમા કોઈ ફેરફાર નહિ થાય. 2 દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રી તાપમાન ઘટશે. વરસાદને પગલે 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે.

હવામાન વિભાગની આગાહી-
હવામાન વિભાગના મતે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવશે. ગુજરાતમાં 12 મી માર્ચ પછી હવામાન પલટાતા 14,  15 16 અને 17 માં ફરી વાર વરસાદની શક્યતા છે, જયારે 24 અને 25 માર્ચમાં પણ દરિયા કિનારે ભારે પવન ફુંકાતા હવામાનમાં પલટો આવી શકે છે. 

અંબાલાલ પટેલની આગાહી-
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ પણ આ પહેલાં આગાહી કરી ચુક્યા છેકે, આ વખતે ઉનાળામાં પણ તમને ચોમાસાની સ્થિતિનો અહેસાસ થશે. માવઠાના મારથી આ વખતે ગુજરાતની દશા બેઠી છે. ભરઉનાળે મોઢું ફાડીને બેસેલાં કમોસમી વરસાદે રોગચાળાને વેગ આપ્યો છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં 14થી 17 માર્ચ કમોસમી વરસાદ વરસી શકે છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત 25થી 28 માર્ચે ફરી કમોસમી વરસાદની સંભાવનાઓ છે. એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદની શક્યતાઓ છે. આ 3થી 8 એપ્રિલે વાતાવરણમાં પલટો આવશે. 14મી એપ્રિલે ફરી અષાઢી માહોલ જેમ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. સાથે જ આ દરમિયાન કરા પણ પડી શકે છે. માર્ચ મહિના દિવસો ખેડૂતો માટે સારા ગણાશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news