ગુજરાત ACB દ્વારા કોના માટે અને કેમ શરૂ કરાયું ઓપરેશન કેર; જાણો શું છે આ પ્રોગ્રામ?

ગુજરાત એ.સી.બી દ્વારા ફરીયાદીને પૂરતો સહકાર અને યોગ્ય સુરક્ષા મળી રહે એ માટેથી ગુજરાત એસીબી દ્વારા ઓપરેશન કેર (CARE)ની શરુવાર કરી છે, શું છે care પ્રોગ્રામ?

ગુજરાત ACB દ્વારા કોના માટે અને કેમ શરૂ કરાયું ઓપરેશન કેર; જાણો શું છે આ પ્રોગ્રામ?

ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત એ.સી.બી દ્વારા ફરીયાદીને પૂરતો સહકાર અને યોગ્ય સુરક્ષા મળી રહે એ માટેથી ગુજરાત એસીબી દ્વારા ઓપરેશન કેર (CARE)ની શરુવાર કરી છે, શું છે care પ્રોગ્રામ? સરકારી તેમજ અન્ય કચેરીમાં જયારે કોઈ પ્રજાજન પોતાના અંગત, જાહેર કે ધંધાકીય કામકાજ અર્થે જાય છે ત્યારે ઘણાખરા લાંચિયા વૃત્તિ ધરાવતા કર્મચારીઓ આ કામ કરવાના બદલામાં રોકડા નાણાં અથવા અન્ય ચીજવસ્તુના સ્વરૂપે લાંચની માંગણી કરતા હોય છે. આ અંગે જ્યારે જાગૃત નાગરિક દ્વારા A.C.B. માં ફરિયાદ કરવામાં આવે છે ત્યારે આ પ્રકારની લાંચિયા વૃત્તિ ધરાવતા કર્મચારી ને પકડવા માટેથી એસીબી તરફથી ટ્રેપનું આયોજન કરવામાં આવે છે. 

ટ્રેપમાં સફળ કે નિષ્ફળ થયા બાદ અમુક કિસ્સામાં ફરિયાદીને જે તે વિભાગના અધિકારી/કર્મચારીઓ તરફથી અલગ જ પ્રકારનું વર્તન કરવામાં આવતું હોય છે. ફરિયાદીને નુકશાન થાય તે પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવતી હોવાનું ગુજરાત એસીબીના ધ્યાને આવ્યું છે. A.C.B. ના ફરિયાદી સાથે આ પ્રકારની કાર્યવાહી અને વર્તન થવાના કારણે લાંચ રૂશ્વત વિરૂધ્ધ ફરિયાદ નાગરિકો લાંચિયા કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદી કરવાથી દૂર રહે છે, પરિણામે લાંચિયા વૃતિ દાખવતા કર્મચારી ઓની લાંચવૃત્તિ વધુ બનતી હોય છે ત્યારે આવા કિસ્સા ના કારણે A.C.B. ની વિશ્વસનીયતા પણ ઘટે છે.તેને લઇ ને care પ્રોગ્રામ શરુ કરવા માં આવ્યો છે.

આ કેર પ્રોગ્રામમાં આરોપી કે તેના સંબંધિત વિભાગ તરફથી ફરિયાદીને કોઈ મુશ્કેલી કે હેરાનગતિ ન થાય તે માટે થી એસીબી દ્વારા આરોપીઓ ના વિભાગ ના વડાઓ ને એક પત્ર લખવા માં આવ્યો છે આમ છતાં, ફરિયાદીને વધુ સુરક્ષા આપવાના હેતુસર એસીબી ના ડીજીપી સમશેરસિંહ દ્વારા તાજેતરમાં CARE પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રોગ્રામ અંતર્ગત એસીબીમાં છેલ્લા સાત વર્ષમાં નોંધાયેલા દરેક ગુના ના ફરિયાદી ઓને એસીબી ના કોઈ એક અધિકારી/કર્મચારી સમયાંતરે તેઓ ના ઘરે જઈ ને રૂબરૂમાં મુલાકાત કરશે. 

આ મુલાકાતમાં A.C.B. માં ફરિયાદ કર્યા બાદ તેને ધ્યાને લઇ ને ફરિયાદીને કોઈના તરફથી ધાક- ધમકી કે દબાણ આપવામાં આવતુ હોય, તે ઓનું કાયદેસરની કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવશે ત્યારે આ care પ્રોગ્રામ અંતર્ગત અત્યાર સુધી માં કુલ-૩૫૪ ફરિયાદ ને મળી ને વાત કરવા માં આવી જેની ફરિયાદ ને ધ્યાને લઇ ને નિરાકરણ લાવવા ની તજવીજ પણ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news