કોરોનાના વધતા કેસને પગલે આજે કેન્દ્રની વિશેષ ટીમ ગુજરાત મુલાકાતે, સ્થિતીનો તાગ મેળવશે

દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોરોનાએ અચાનક માથુ ઉચક્યું છે. જેના પગલે ગુજરાતનાં તમામ મોટા શહેરોમાં રાત્રી લોકડાઉન જ્યારે અમદાવાદમાં 60 કલાકના લોકડાઉન બાદ આગામી આદેશ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જો કે તેવામાં કોરોના કેસના ટેસ્ટિંગ અને સંક્રમણ અટકાવવા માટે વિશેષ સમીક્ષા કરીને ગુજરાત સરકારના આોગ્ય વિભાગને કેટલાક સુચનો કરવામાં આવશે. ગુજરાતમાં કોરોના વાયર સંક્રમિત કેસોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના ડૉ. એસ.કે સિંઘની અધ્યક્ષતામાં અન્ય 3 નિષ્ણાંત ડોક્ટર્સ ગુજરાતમાં આવશે. 
કોરોનાના વધતા કેસને પગલે આજે કેન્દ્રની વિશેષ ટીમ ગુજરાત મુલાકાતે, સ્થિતીનો તાગ મેળવશે

ગાંધીનગર : દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોરોનાએ અચાનક માથુ ઉચક્યું છે. જેના પગલે ગુજરાતનાં તમામ મોટા શહેરોમાં રાત્રી લોકડાઉન જ્યારે અમદાવાદમાં 60 કલાકના લોકડાઉન બાદ આગામી આદેશ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જો કે તેવામાં કોરોના કેસના ટેસ્ટિંગ અને સંક્રમણ અટકાવવા માટે વિશેષ સમીક્ષા કરીને ગુજરાત સરકારના આોગ્ય વિભાગને કેટલાક સુચનો કરવામાં આવશે. ગુજરાતમાં કોરોના વાયર સંક્રમિત કેસોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના ડૉ. એસ.કે સિંઘની અધ્યક્ષતામાં અન્ય 3 નિષ્ણાંત ડોક્ટર્સ ગુજરાતમાં આવશે. 

સુત્રો પાસેથી મળતી વિગતે માહિતી અનુસાર કોરોનાનું સંક્રમણ અટકાવવા માટેની વિશેષ જવાબદારી એસ.કે સિંઘને સોંપવામાં આી છે. ત્યારે ભારત સરકારનાં તજજ્ઞ ડોક્ટરોની ટીમ આવતી કાલે ગુજરાત આવશે. અમદાવાદ ઉપરાંત અન્ય મહાનગરોમાં કોરોના સંક્રમણની સ્થિતી અંગે સમીક્ષા કરશે. જેમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારવા તેમજ વધતા સંક્રમણને અટકાવવા માટે વિચાર વિમર્શ કરવામાં આવશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની મુલાકાતે આવી રહેલી ભારત સરકારની આરોગ્ય વિભાગની ટીમ આવતી કાલે જ ગુજરાત આવશે તેમ જ સત્તાવાર સુત્રો તરફથી જાણવા મળ્યું છે. બીજી તરફ આ ટીમની સાથે રાજ્ય સરકારના આરોગ્ય અગ્રસચિવ ડો જયંતી રવી, આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ભારત સરકારની ટીમ સાથે સતત સંકલન કરી તેમણે કરેલા આયોજનો અને પગલા સહિતની તમામ બાબતોથી માહિતગાર કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news