સુરતમાં કિશોરી પર પાંચ યુવાનોએ દુષ્ક્રમ આચાર્યાની ફરિયાદ, આરોપીઓની અટકાયત

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી કિશોરી સાથે મિત્રતા કરવામાં આવી હતી.ત્યારબાદ બન્ને જણા ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરતા થયા હતા.

સુરતમાં કિશોરી પર પાંચ યુવાનોએ દુષ્ક્રમ આચાર્યાની ફરિયાદ, આરોપીઓની અટકાયત

સુરત: સુરતમાં દસમાં ધોરણમાં ભણતી કિશોરી પર પાંચ યુવાનોએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. જેમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી કિશોરી સાથે મિત્રતા કરવામાં આવી હતી. કિશોરી સાથે મિત્રતા કર્યા બાદ તેનો ફાન નંબર લઇ તેને બ્લેકમેલ કરી પાંચે આરોપીઓએ અવારનાવાર દુષક્રમ કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે પાંચેય આરોપીઓ સામે બળાત્કાર, અપહરણ અને આઇટી એકટ હેઠળ ગુનો દાખલ કરી તેમની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી કિશોરી સાથે મિત્રતા કરી
સુરતના ઉધના વિસ્તારમાં રહેતી અને ધોરણ દસમાં અભ્યાર કરતી એક કિશોરી સાથે પાંચ યુવાનો દ્વારા અવારનાવાર દૂષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધવવામાં આવી છે. આ પાંચેય યુવાનોમાંથી એક યુવાને ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી કિશોરી સાથે મિત્રતા કરી હતી. ત્યારબાદ બન્ને જણા ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરતા થયા હતા. તે દરમિયાન યુવાને કિશારી પાસેથી તેનો નંબર લઇ તેને મળવા બોલાવી હતી. કિશોરી મળવા આવી તે સમયે યુવકે તેની પાસેથી તેના ફોટા મેળવી લીધા હતા.

મોર્ફ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતા
યુવાને કિશોરીના મોર્ફ ફોટા બનાવી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો. કિશોરીને બ્લેકમેલ કરી યુવક તેને અલગ અલગ જગ્યાએ બોલાવી તેના પર દુષ્કર્મ આચરતો હતો. ત્યારબાદ આ યુવાન સહિત પાંચેય મિત્રો ભેગા મળીને આ કિશોરીને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને બોલાવતા અને અલગ અલગ જગ્યાએ લઇ જઇ તેની સાથે બળાત્કાર કરતા હતા. આ દરમિયાન કિશોરીએ તેના માતા-પિતાને આ વિશે જાણ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી. કિશોરીના માતા-પિતાએ ઉધના પોલીસ સ્ટેશનમાં આ પાંચેય યુવાનો સામે ફરિયાદ નોંધાવી હતા. જેમાં પોલીસે આ પાંચેય આરોપીઓની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news