કરાઇ કેનાલમાં પાંચ લોકો ડૂબ્યા, ચારના મૃતદેહ બહાર કાઢ્યા એકની શોધખોળ શરૂ
પાંચેય લોકો અમદાવાદના ઘાટલોડિયા, સોલા અને ચાંદખેડાના રહેવાસી છે.
- કરાઇ કેનાલમાં વધુ પાંચ લોકો ડૂબ્યા
- ગાંધીનગર ફાયરબ્રિગેડે ચાર લોકોને બહાર કાઢ્યા
- ચારેય લોકોને મૃત હાલતમાં બહાર કાઢ્યા
Trending Photos
ગાંધીનગર: ગણપતિ વિસર્જન દરમિયાન ગાંધીનગર પાસે આવેલી કરાઇ નર્મદાની કેનાલમાં પાંચ લોકો ડૂબી જવાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાંચમાંથી ચાર લોકોને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. આ તમામ લોકો ગણપતિના વિસર્જન કરવા જતા ઘટના બની છે.
કેનાલમાં ડૂબનાર તમામ અમદાવાદના રહેવાશી
પાંચેય લોકો અમદાવાદના ઘાટલોડિયા, સોલા અને ચાંદખેડાના રહેવાસી છે. કેનાલ ડૂબનાપ પાંચ લોકોમાં પલક પટેલ(28) ઘાટલોડિયા, વિરાજ સોલંકી(17)સોલા, દિલીપ યાદવ(40) ચાંદખેડા અને ગોવિંદ(40) ચાંદખેડાના છે. જ્યારે એક વ્યક્તિને ફાયરની ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે