માંડણ ગામ પાસે નર્મદા નદીમાં ન્હાવા પડેલા એક જ પરિવારના 5 ડૂબ્યા

રાજપીપલા ડેડીયાપાડા મુખ્ય માર્ગ પર માંડણ ગામ પાસેથી પસાર થતી નર્મદા નદી ઉનાળામાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. અહી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. નર્મદાના માંડણ ગામે આવેલ કરજણ નદીમાં ભરૂચ જિલ્લાના એક જ પરિવારનાના પાંચ લોકો ડૂબ્યા હતા. જેમાં અત્યાર સુધી 3 લોકોના મૃતદેહો મળ્યા છે. 
માંડણ ગામ પાસે નર્મદા નદીમાં ન્હાવા પડેલા એક જ પરિવારના 5 ડૂબ્યા

જયેશ દોશી/નર્મદા :રાજપીપલા ડેડીયાપાડા મુખ્ય માર્ગ પર માંડણ ગામ પાસેથી પસાર થતી નર્મદા નદી ઉનાળામાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. અહી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. નર્મદાના માંડણ ગામે આવેલ કરજણ નદીમાં ભરૂચ જિલ્લાના એક જ પરિવારનાના પાંચ લોકો ડૂબ્યા હતા. જેમાં અત્યાર સુધી 3 લોકોના મૃતદેહો મળ્યા છે. 

રવિવારની રજા હોઈ મોટી સંખ્યામાં લોકો માંડણ પાસેની નર્મદા નદી પાસે ફરવા આવ્યા હતા. જેમાં ભરૂચના જિલ્લાના જોલવા ગામે રહેતો પરમાર પરિવાર પણ માંડણ ગામે કુદરતી સૌંદર્ય નિહાળવા આવ્યો હતો. અસહ્ય ગરમીને કારણે અનેક લોકો નદીમાં ન્હાવા પડ્યા હતા. ત્યારે એક પછી એક પરિવારના પાંચ સભ્યો નદીમાં ડૂબ્યા હતા. 

સ્થાનિક લોકોએ નદી કિનાર 2 બાઈક અને ચપ્પલ પડેલા કેટલાક લોકો ડૂબી ગયા હોવાનું અનુમાન લગાવ્યુ હતું. જેના બાદ રેસ્ક્યૂ શરૂ કરાયુ હતું. જેમાં જાણવા મળ્યુ કે, પરિવારના જનકસિહ બલવંતસિહ પરમાર (ઉ.વ 35), જીગનીશાબેન જનકસિંહ પરમાર (ઉ.વ 32), પૂર્વરાજ જનકસિહ પરમાર (ઉ.વ 8), વિરપાલસિહ પરબત સિહ ચૌહાણ (ઉ.વ 27) અને ખુશી વિરપાલસિહ ચૌહાણ (ઉ.વ 24) પાણીમાં ડૂબી ગયા હતા. ગત મોડી સાંજે એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો, જેના બાદ આજે વહેલી સવારે અન્ય 3 મૃતદેહો મળ્યા હતા. પરિવારના 1 સભ્યની શોધખોળ હજી પણ ચાલુ છે. નર્મદા પોલીસ અને ndrf ની ટીમોએ સવારથી જ રેસક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતું. 

ઉલ્લેખનીય હોય છે કે, અનેક લોકો નદીમાં ન્હાવા પડતા હોય છે, પણ તેઓ પાણીની ઊંડાઈથી અજાણ હોય છે. જેથી નદીમાં આગળ જતા રહે છે. આ કારણે તેઓ પાણીના વહેણમાં ડૂબી જાય છે. ફરવા આવનારા લોકો જાણકારીના અભાવે જીવ ગુમાવે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news