અમદાવાદમાં કોણે ખરીદી હતી સૌથી પહેલી મોટર કાર? જાણો બુલેટપ્રૂફ અને ફાયરપ્રૂફ કારની કહાની

First Car of Ahmedabad: એ કાર વિશે જાણો જેનો પહેલા વિશ્વ યુદ્ધમાં થયો હતો ઉપયોગ. અમદાવાદ શહેરમાં કોની પાસે હતી સૌથી પહેલી ગાડી? ભારતમાં સૌથી પહેલી કાર કોણે ખરીદી હતી? ઉપયોગ...

 

અમદાવાદમાં કોણે ખરીદી હતી સૌથી પહેલી મોટર કાર? જાણો બુલેટપ્રૂફ અને ફાયરપ્રૂફ કારની કહાની

First Car of Ahmedabad: અનેક પુરસ્તકો ઉંચા-નીચા કર્યા બાદ અમદાવાદ શહેરમાં પ્રથમ કાર કોની પાસે હતી? શહેરમાં પહેલી ગાડી કોણે ખરીદી હતી તેની માહિતી પ્રાપ્ત થઈ છે. આ દુર્લભ માહિતી અમે અમારા વાચકો સાથે શેર કરી રહ્યાં છીએ. પ્રાપ્ત માહિતી મુજબ એ સમયના અમદાવાદના કલેક્ટર આર. આર. ક્લેમેન્ટ પાસે શહેરની સૌપ્રથમ કાર હતી. કલેક્ટર સાહબે ત્યારે આ શહેરમાં પહેલી ગાડી ખરીદી હતી. ત્યારે જ્યારે કલેક્ટર સાહેબ આ ગાડી લઈને શહેરની સડકો પર નીકળતા તો તેમને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડતા હતાં. એ સમયે અમદાવાદ શહેરમાં રહેતાં લોકો માટે પણ આ એક દુર્લભ અનુભવ હતો.

કલેક્ટર સાહેબ પાસેથી કોણે ખરીદી લીધી શહેરની પ્રથમ કાર?
સમય જતા કલેક્ટર ક્લેમેન્ટ બીજા ગાડી લેવા માંગતા હતા. તેથી તેમણે પોતાની પાસેની ગાડી એટલેકે, અમદાવાદ શહેરમાં આવેલી પહેલી મોટર કાર વેચી દીધી. આ મોટર કાર કલેક્ટર ક્લેમેન્ટ પાસેથી અમદાવાદ શહેરના એ સમયના મિલ માલિક શેઠ રણછોડલાલ છોટાલાલે ખરીદી લીધી. રણછોડલાલ એ સમયના ખુબ મોટા મિલ માલિક ગણાતા હતાં. એમના મનમાં એવું હતુંકે, આ કાર ગમે તે થાય પણ મારે જ ખરીદવી છે. આખરે રણછોડલાલની ઈચ્છા પુરી થઈ અને તેમણે કલેક્ટરને તગડી રકમ આપીને શહેરની પહેલી મોટર કાર પોતાના નામે કરી. આ વાત તે સમયે સામયિકોમાં પણ પ્રસિદ્ધ થઈ હોવાનાનું જાણવા મળે છે.

જાણો બુલેટપ્રૂફ અને ફાયરપ્રૂફ કારની દાસ્તાનઃ
બીજી તરફ શહેરના મિલમાલિક ઉદ્યોગપતિ શેઠ અંબાલાલ સારાભાઈએ અંગ્રેજોને ઝાંખા પાડે એવી રોલ્સરોઈસ કાર 1910માં ખરીદી હતી. એમના શાંતિસદન બંગલામાં પડેલી રોલ્સરોય કાર એમની જાહોજલાલીનો સંકેત આપતી હતી. સારાભાઈના પરિવારજનો આ કારને શહેરની પ્રથમ કાર તરીકે ઉલ્લેખે છે. 1915માં માણેકનાથજી ગાદીના દશમા મહંત શિવનાથજી શરનાથજીએ ‘ઇટાલા' નામની કાર ખરીદી હતી. અગિયારમા મહંત ઘનશ્યામનાથજી પાસે ચાર્મસ્ટ્રોંગ, સિહલ, લાગોન્ડા અને વૉલ્સેલે જેવી વિન્ટેજકારોનો કાફલો હતો.1921માં ગુસ્તાદજી ડી અંકલેશ્વરિયા નામના પારસીએ ‘હિલમેન' નામની કાર ખરીદી હતી. આ કાર ટુ સિટર હતી અને એનો ઉપયોગ પ્રથમ વિશ્વ યુદ્ધમાં કરવામાં આવ્યો હતો. આ હિલમેન ‘બુલેટપ્રૂફ’ અને 'ફાયરપ્રૂફ' કાર હતી.

ટાટા ગ્રૂપના જમશેદજી ટાટાએ ખરીદી હતી ભારતમાં પહેલી કારઃ
આજ રીતે ભારતમાં પ્રથમ કાર વર્ષ 1897માં આવી હતી. એ સમયે ભારતનું શહેર કોલકાત્તા તેના ઉદ્યોગ માટે જાણીતું હતું. આ જ કારણ છે કે તે સમયના કલકત્તામાં દેશની પ્રથમ કાર આવી હતી. મિડીયા રિપોર્ટ અનુસાર, ભારતની પ્રથમ કાર વર્ષ 1897માં ખરીદવામાં આવી હતી. આ કાર ફ્રાન્સની DeDion કંપનીની હતી. આ કાર ક્રોમ્પટન ગ્રીવ્ઝ કંપની સાથે સંકળાયેલા ફોસ્ટર નામના અંગ્રેજે ખરીદી હતી. ભારતમાં આવનાર પ્રથમ કાર વિશે તો જાણ્યું, પરંતુ શું તમે જાણો છો કે કાર ખરીદનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો એ ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news