ગુજરાતમાં ઠેર-ઠેર ફટાકડાની હાટડીઓ ખોલનારા સાવધાન! લાયસન્સ કે મંજૂરી વિના વેચશો તો...

લાયસન્સ કે મંજૂરી વગર ફટાકડા વેચતા લોકો સામે તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે રાજકોટના સદર બજારમાં ફાયરની ટીમે લાયસન્સ અને ફાયર સેફ્ટી અંગે ચકાસણી કરી. ફટાકડાની દુકાનમાં નિયમનું કડક પાલન કરવા માટે ફાયરની ટીમે સૂચના આપી છે. 

ગુજરાતમાં ઠેર-ઠેર ફટાકડાની હાટડીઓ ખોલનારા સાવધાન! લાયસન્સ કે મંજૂરી વિના વેચશો તો...

ઝી બ્યુરો/રાજકોટ: દિવાળીને તહેવારને પગલે ગુજરાતમાં ઠેર-ઠેર ફટાકડાના સ્ટોલ જોવા મળી રહ્યા છે. લાયસન્સ કે મંજૂરી વગર ફટાકડા વેચતા લોકો સામે તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે રાજકોટના સદર બજારમાં ફાયરની ટીમે લાયસન્સ અને ફાયર સેફ્ટી અંગે ચકાસણી કરી. ફટાકડાની દુકાનમાં નિયમનું કડક પાલન કરવા માટે ફાયરની ટીમે સૂચના આપી છે. 

રાજકોટનું ફાયર વિભાગ પણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા ફરજના ભાગરૂપે કવાયતમાં લાગ્યું છે. આજથી ફાયર સ્ટાફ રાઉન્ડ ધી ક્લોક ચાર દિવસ ખડેપગે રહેશે. મહત્વનું છે કે, ફાયર વિભાગે ફટાકડાના લાયસન્સ માટેની 300 થી વધુ અરજીઓ મંજૂર કરી છે.

ફાયર સ્ટાફ રાઉન્ડ ધી ક્લોક ચાર દિવસ ખડેપગે
રાજકોટમાં દિવાળીના ગણતરીના દિવસો પહેલા ફટાકડા ખરીદવા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. બીજી બાજુ રાજકોટનું ફાયર વિભાગ પણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા ફરજના ભાગરૂપે કવાયતમાં લાગ્યું છે. રાજકોટ ફાયર વિભાગ દ્વારા શહેરમાં લાયસન્સ કે જરૂરી મંજૂરી વગર ફટડકા વેંચતા 12 ધંધાર્થીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આજથી ફાયર સ્ટાફ રાઉન્ડ ધી ક્લોક ચાર દિવસ ખડેપગે રહેશે. 

300 થી વધુ અરજીઓ મંજૂર
રાજકોટમાં ફાયર વિભાગે ફટાકડાના લાયસન્સ માટેની 300 થી વધુ અરજીઓ મંજૂર કરી છે. આ સાથે 5 સ્થળે હંગામી ફાયર ચોકીઓ ઊભી કરવામાં આવી છે. આ સાથે રાત્રિના 8 પહેલા અને 10 વાગ્યા બાદ ફટાકડા ફોડનાર સામે પણ કાર્યવાહી થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news