Valsad: શાકભાજી માર્કેટમાં મોડી રાતે એક દુકાનમાં આગ ભડકી ઉઠી

વલસાડ (Valsad) ની શાકભાજી માર્કેટમાં એક દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.  મોડી રાતે બંધ દુકાનમાં અંદરથી આગની જ્વાળાઓ બહાર આવતા આસપાસના લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી.

Valsad: શાકભાજી માર્કેટમાં મોડી રાતે એક દુકાનમાં આગ ભડકી ઉઠી

ઉમેશ પટેલ, વલસાડ: વલસાડ (Valsad) ની શાકભાજી માર્કેટમાં એક દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.  મોડી રાતે બંધ દુકાનમાં અંદરથી આગની જ્વાળાઓ બહાર આવતા આસપાસના લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. સાઈકૃપા નામની દુકાનમાં અંદરથી આગ લાગેલી હોવાથી આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં ઉપર એકઠા થઇ ગયા હતા. 

વલસાડની મુખ્ય શાક માર્કેટમાં આવેલી એક દુકાનમાં આગની ઘટનાની જાણ થતા જ વલસાડ ફાયર ની એક  ટીમ સ્થળ  પર પહોંચી હતી. અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. જોકે દુકાન બંધ હોવાથી અને આગ દુકાનની અંદર લાગી હોવાથી ફાયર ફાયટરોએ પ્રથમ દુકાનના શટર તોડી અને ત્યાર બાદ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. આખરે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. આ ઘટનામાં કોઈ ને  ઈજા કે જાનહાનિ નહીં થતા લોકોએ હાશકારો અનુભવ્યો. 

પ્રાથમિક રીતે દુકાનમાં આગ શોર્ટસર્કિટથી લાગી હોવાનું મનાઈ રહ્યું છે. જો કે ફાયર ફાયટરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવતા આસપાસની દુકાનોમાં પણ આગ પ્રસરતી અટકી હતી. એક મોટી દુર્ઘટના ટળી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news