PATAN માં કોર્પોરેટર અને ચીફ ઓફીસર વચ્ચે ફિલ્મી દ્રશ્યો, કોર્પોરેટર ખુરશી લઇને દોડ્યા અને...

પાલિકા ચીફ ઓફિસર અને ભાજપ કોર્પોરેટર વચ્ચે થયેલી બબાલ આજે ચર્ચાનું કેન્દ્ર બની છે. વોર્ડ નં.10 ના ભાજપના કોર્પોરેટર મહમંદ હુસૈન ફારુકી જલ સે નલ યોજના અંતર્ગત પોતાના વોર્ડના કેટલાક જરૂરિયાતમંદ લોકોના નળ કનેક્શનમાં ફોર્મમાં સહી કરાવવા બાબતે પહોંચ્યા હતા. જે દરમિયાન ચીફ ઓફિસર પાંચાભાઇ માળી સાથે માથાકુટ થઇ હતી. માથાકુટ એટલી ઉગ્ર હતી કે, ભાજપના કોર્પોરેટરે ખુરશી ઉપાડીને ચીફ ઓફીસર સામે ઉગામી હતી. ચીફ ઓફિસરે ફડાકા ઝીંક્યા હતા. જો કે સ્થાનિક સ્ટાફ દ્વારા બંન્નેને છોડાવવામાં આવ્યા હતા. જો કે સમગ્ર ઘટનામાં સીસીટીવી વાયરલ થઇ રહ્યા છે. 
PATAN માં કોર્પોરેટર અને ચીફ ઓફીસર વચ્ચે ફિલ્મી દ્રશ્યો, કોર્પોરેટર ખુરશી લઇને દોડ્યા અને...

પાટણ : પાલિકા ચીફ ઓફિસર અને ભાજપ કોર્પોરેટર વચ્ચે થયેલી બબાલ આજે ચર્ચાનું કેન્દ્ર બની છે. વોર્ડ નં.10 ના ભાજપના કોર્પોરેટર મહમંદ હુસૈન ફારુકી જલ સે નલ યોજના અંતર્ગત પોતાના વોર્ડના કેટલાક જરૂરિયાતમંદ લોકોના નળ કનેક્શનમાં ફોર્મમાં સહી કરાવવા બાબતે પહોંચ્યા હતા. જે દરમિયાન ચીફ ઓફિસર પાંચાભાઇ માળી સાથે માથાકુટ થઇ હતી. માથાકુટ એટલી ઉગ્ર હતી કે, ભાજપના કોર્પોરેટરે ખુરશી ઉપાડીને ચીફ ઓફીસર સામે ઉગામી હતી. ચીફ ઓફિસરે ફડાકા ઝીંક્યા હતા. જો કે સ્થાનિક સ્ટાફ દ્વારા બંન્નેને છોડાવવામાં આવ્યા હતા. જો કે સમગ્ર ઘટનામાં સીસીટીવી વાયરલ થઇ રહ્યા છે. 

શુક્રવારે બપોરે 12 વાગ્યાની આસપાસ વોર્ડ નં.10 ભાજપના કોર્પોરેટર પાલિકા પહોંચ્યા હતા. તેમણે નળ કનેક્શનના ફોર્મમાં સહી કરવા ચીફ ઓફિસરે પાલિકાની બાંધકામ શાખામાં સરકારી કામ અર્થે ફાઇલો લઇને બેઠા હતા. જેથી તેમણે કોર્પોરેટરને થોડીવારમાં પોતાની ચેમ્બરમાં આવીને કામ પતાવી આપવા જણાવ્યું હતું. જેથી કોર્પોરેટરો ઉશ્કેરાયા હતા. ઉશ્કેરાયેલા કોર્પોરેટરે ચીફ ઓફિસર સામે નજીકમાં પડેલી ખુરશી ઉગામી લીધી હતી. જો કે હાજર લોકો વચ્ચે પડીને છોડાવ્યા હતા. 

જો કે ઉશ્કેરાયેલા ચીફ ઓફિસરે કોર્પોરેટરને ફડાકા ઝીંકી દીધા હતા. કોર્પોરેટરે ચીફ ઓફિસરને લાતો મારવાનું શરૂ કર્યું હતું. આ અંગે ચીફ ઓફીસરે જણાવ્યું કે, આ મામલે પોતે ગંભીર છે, પરંતુ સરકારના કાર્યક્રમોની કેટલીક જવાબદારીઓ પોતાના શિરે હોય તેવી જવાબદારીઓમાંથી મુક્ત થયા બાદ અસભ્ય વર્તન કરનારા અને ઝપાઝપી કરનારા કોર્પોરેટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

આ બાબતે કોર્પોરેટર મોહમ્મદ ફારુકીના અનુસાર છેલ્લા એક મહિનાથી જલ સે નલ યોજનાના ફોર્મ ચીફ ઓફિસર સહી કરતા નથી જેની રજુઆત માટે તેઓ ચીફ ઓફીસર પાસે પહોંચ્યા હતા. જો કે ચીફ ઓફીસર ઓફીસમાં નહી પરંતુ બાંધકામ શાખામાં બેઠાહ તા. જો કે ત્યાં તેમને સહી કરવાનું જણાવતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. જાતી વિરોધી બોલ્યા હતા જેના કારણે તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news