લોકસભામાં ભાજપને 5થી 6 બેઠકોમાં જોખમનો ડર, કદાચ 2 મંત્રીઓની પણ કપાશે ટિકિટ
લોકસભાની ચૂંટણીમાં ક્યાંક આવો જ ધબડકો ન થાય તેની સાવચેતીના ભાગરુપે કેન્દ્રીય નેતાગીરી અત્યારથી સતર્ક થઇ છે. એવું કહેવાય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુજરાતમાં જ નહીં, બધાય સાંસદોનો રિપોર્ટ કાર્ડ માંગ્યો છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: કર્ણાટકની કારમી હારે ભાજપને એલર્ટ કરી દીધું છે. ભાજપની કેન્દ્રીય નેતાગીરીના માથે ઠીકરૂ ફુટ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ક્યાંક આવો જ ધબડકો ન થાય તેની સાવચેતીના ભાગરુપે કેન્દ્રીય નેતાગીરી અત્યારથી સતર્ક થઇ છે. એવું કહેવાય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુજરાતમાં જ નહીં, બધાય સાંસદોનો રિપોર્ટ કાર્ડ માંગ્યો છે.
એટલું નહીં પણ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલને સાંસદોએ એ મત વિસ્તારમાં કરેલી કામગીરી વિશે એક જ મહિનામાં અહેવાલ મોકલવા સૂચના આપી છે. હાલમાં ભાજપ લોકસભાની તૈયારીમાં વ્યસ્ત છે. ગુજરાતમાં ગત રોજ જ બેઠકમાં મોદી સરકારની 9 વર્ષની કામગીરીને 30 દિવસમાં પહોંચાડવા માટે આદેશ થયા છે.
કર્ણાટકમાં બજરંગબલી સહિત ઘણાં ચૂંટણી મુદ્દાઓનો આક્રમક પ્રચાર ઉપરાંત વડાપ્રધાનની રેલી-જાહેરસભા છતાંય ભાજપનો કર્ણાટકમાં સફાયો થયો છે. ભાજપ પાસે હિન્દી બેલ્ટમાં વધુમાં વધુ લોકસભાની સીટો જીતવાનો ટાર્ગેટ છે. કારણ કે આ બેલ્ટ જ મોદીને ફરી પીએમ પદની ખુરશી પર બેસાડી શકે છે. પૂર્વમાં ભાજપનો દબદબો વધ્યો છે પણ જ્યાં લોકસભાની ઓછી સીટોને કારણે ભાજપનો ટાર્ગેટ દક્ષિણ ભારત છે. જ્યાં પ્રાદેશિક પક્ષોનું પ્રભુત્વ છે. ભાજપ અહીં લોકસભાની સીટો વધારવા માગે છે. 2014 અને 2019માં વન વે વિજેતા બન્યા બાદ ભાજપનું લક્ષ્યાંક 2024માં પણ ક્લિન સ્વિપ કરવાનું છે.
સાંસદોનો રિપોર્ટકાર્ડ સહિતનો અહેવાલ એક જ મહિનામાં તૈયાર કરી દિલ્હી મોકલવા સૂચના આપી દેવામાં આવી છે. આ કારણોસર સુષુપ્ત અવસ્થામાં રહેલાં ભાજપના સાંસદો હવે મત વિસ્તારમાં દોડવા માંડ્યા છે. સમૂહલગ્નોથી માંડીને અન્ય કાર્યક્રમમાં હાજર રહીને પુ:ન ટિકિટ મેળવવા સાંસદોએ દોડધામ મચાવી છે. જોકે, ભાજપને સર્વેમાં જાણવા મળ્યુ છેકે, પાંચ-છ બેઠકોમાં જોખમ છે. મતદારો કર્ણાટકવાળી કરી શકે છે.
ગુજરાતમાં કેટલાંક મતવિસ્તાર એવા છે જેમાં ભાજપના સાંસદોની કામગીરીથી મતદારો ખુશ નથી. મતદારો જ નહીં,ખુદ ભાજપના કાર્યકરો ય નારાજ છે. એવી ચર્ચા છેકે, ૨૬ વર્તમાન સાંસદો પૈકી ૨૦ સાંસદોને પુઃનટિકિટ નહી મળે. અમદાવાદમાં ય પૂર્વ-પશ્ચિમની બેઠકો પર નવા ઉમેદવારોને તક અપાશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં વર્તમાન સાંસદો માટે નો રિપિટ થિયરી લાગુ થાય તેમ છે. ગુજરાતના બે કેન્દ્રીય મંત્રીઓને પણ પુન ટિકિટ નહી મળે તેવો કમલમમાં ગણગણાટ છે.
કર્ણાટકના પરિણામો બાદ ભાજપ હવે જરાય જોખમ ઉઠાવવા તૈયાર નથી. આ વખતે ગુજરાતમાં ભાજપ ફરી એક વાર ૨૬માંથી ૨૬ બેઠકો જીતવાનો રેકોર્ડ ખુશ નહી થાય. આ રિપોર્ટકાર્ડ આધારે બનાવવા માંગે છે. જેને પગલે આગામી દિવસોમાં પાટીલ દિલ્હી કેવું રિપોર્ટકાર્ડ મોકલે છે એની પર લોકસભામં સાંસદ રિપીટ થશે કે કપાશે એ નક્કી થશે.
ભાજપ ગુજરાતમાં કોઈ જોખમ લેવા માગતું નથી. ભાજપ એ પણ જાણે છે કે ગુજરાતમાં ભાજપ સંગઠનના આધારે જીત મેળવે છે. રાજ્યમાં નેતાના ચહેરા કરતાં ગુજરાતીઓ મોદીને ધ્યાને લઈને ભાજપને મત આપે છે પણ ભાજપ કોઈ કચાશ છોડવા માગતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે