‘કોઈને જાણ કરીશ તો હું દવા પી મરી જઈશ’ની ધમકી આપીને પિતાએ દીકરીને પીંખી નાંખી

પાદરાના એક ગામે પિતાએ હેવાન કરતા પણ બદતર કામ કર્યું છે. પોતાની જ પુત્રી સાથે કુકર્મી પિતાએ દુષ્કર્મ (rape) આચર્યું છે. 14 વર્ષની સગીર પુત્રી સાથે પિતાએ દુષ્કર્મ આચર્યુ છે. હેવાન બનેલા પિતાએ અનેકવાર બળજબરીપૂર્વક દીકરીને પીંખી નાંખી હતી. પુત્રીને વારંવાર ધમકી આપતો કે, ‘તુ કોઈને જાણ કરીશ તો હું દવા પી મરી જઈશ’ની ધમકી આપતો હતો. આખરે પાદરા પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાઈ હતી અને પિતાની પાદરા પોલીસે ધરપકડ કરી છે.
‘કોઈને જાણ કરીશ તો હું દવા પી મરી જઈશ’ની ધમકી આપીને પિતાએ દીકરીને પીંખી નાંખી

મિતેશ માળી/વડોદરા :પાદરાના એક ગામે પિતાએ હેવાન કરતા પણ બદતર કામ કર્યું છે. પોતાની જ પુત્રી સાથે કુકર્મી પિતાએ દુષ્કર્મ (rape) આચર્યું છે. 14 વર્ષની સગીર પુત્રી સાથે પિતાએ દુષ્કર્મ આચર્યુ છે. હેવાન બનેલા પિતાએ અનેકવાર બળજબરીપૂર્વક દીકરીને પીંખી નાંખી હતી. પુત્રીને વારંવાર ધમકી આપતો કે, ‘તુ કોઈને જાણ કરીશ તો હું દવા પી મરી જઈશ’ની ધમકી આપતો હતો. આખરે પાદરા પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાઈ હતી અને પિતાની પાદરા પોલીસે ધરપકડ કરી છે.

એક છાત્રાલયમાં અભ્યાસ કરતી 14 વર્ષીય કિશોરી શિવરાત્રી પર્વની રજાઓ માણવા પોતાના ઘરે ગઈ હતી. ચાર દિવસની શાળાની રજાઓ દરમિયાન તે પોતાના ઘરે હતી, જે દરમિયાન કિશોરીની તબિયત સારી ન હોવાથી તે પોતાના ઘરે વધુ દિવસ રહી હતી. પરંતુ રજાઓ માણવા ઘરે રહેલી પોતાની જ પુત્રી પર પોતાના પિતાની નજર બગડી હતી અને પુત્રી સાથે નરાધમ પિતા અડપલાં કરવા લાગ્યો હતો. આગળના રૂમમાં સૂતેલી પુત્રીની પાસે રાત્રિ દરમિયાન પિતા તેના રૂમમાં પહોંચ્યો હતો અને તેને ઘસેડીને તેના રૂમમાં લઈ આવ્યો હતો. ત્યાર બાદ પોતાની જ પુત્રીના કપડાં ઉતારી નગ્ન અવસ્થામાં પુત્રી સાથે ચેડાં કરવા લાગ્યો અને તેની સાથે નરાધમ પિતાએ દુષ્કર્મ આચર્યું હતું.

પિતાએ આચરેલ દુષ્કર્મને લઈ પુત્રી પોતાના પરિવારજનોને જાણ ન કરવાનું કહેતા હેવાન પિતાએ પુત્રીને ધમકી આપવા લાગ્યો હતો. પિતાએ દીકરીને ધમકી આપી કે, જો તું કોઈ ને કહી દઈશ તો દવા પી જઈશ અને હું મરી જઈશ એમ ધમકી આપી હતી. એટલું જ નહીં પરંતુ હેવાન બનેલા આ પિતાએ અનેક વાર પોતાની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું છે. પોતાની શાળામાંથી ઘરે રજાઓ માનવા માટે આવતી પુત્રી સાથે પોતાના પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. 

સમગ્ર ઘટનામાં પોતાના જ પિતાનો ભોગ બનેલી કિશોરીએ આખરે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટનાને લઈ ચકચાર મચી જવા પામ્યો હતો અને ફરિયાદના આધારે પાદરા પોલીસે નરાધમ પિતાની ગણતરીના કલાક માં જ ધરપકડ કરી લીધી હતી અને જેલ ભેગો કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news