‘તું મારી ગર્લફ્રેન્ડ બની જા, તારો પતિ તને ખુશ નથી રાખતો’ કહીને સસરાએ ચારવાર પુત્રવધુ સાથે દુષ્કર્મ કર્યું
Jamnagar rape case : સસરાએ કહ્યુ હતું કે, ‘તું મને બહુ ગમે છે, તું મારી ગર્લફ્રેન્ડ બની જા તારો પતિ તને ખુશ નથી રાખતો પણ હું તને તેની ખામી નહીં થવા દઉ’ તેમ કહીને બળજબરી કરી હતી. તેમજ ‘બૂમો પાડીશ તો તારા દીકરાને જાનથી મરાવી નાંખીશ’ તેવી ધમકી આપી વર્ષમાં ચારેક વખત દુષ્કર્મ આચર્યુ
Trending Photos
મુસ્તાક દલ/જામનગર :જામનગર શહેરમાં ભદ્ર સમાજને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે, ખુદ બાપ સમાન આધેડે પોતાની પુત્રવધુ પર નજર બગાડી દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. ત્યારે જામનગર શહેરના જોગસ પાર્ક નજીક આવેલી કેતન સોસાયટીમાં રહેતાં પ્રૌઢ સસરાએ તેની પુત્રવધૂ ઉપર ત્રણથી ચાર વખત દુષ્કર્મ આચર્યાની ભોગ બનનારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસે પુત્રવધુની ફરિયાદના પગલે દુષ્કર્મ આચરનાર સસરાની ધરપકડ કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેરમાં રહેતી મહિલાના વર્ષ 2002 માં લગ્ન થયા હતાં અને લગ્ન પછી એક પુત્રના જન્મ બાદ પતિ સાથે ઝઘડા થતાં રિસામણે ચાલી ગઇ હતી. માતાના મૃત્યુ પછી વર્ષ 2017 માં સસરા પક્ષ સાથે સમાધાન થયા બાદ પરત સાસરે રહેવા આવી ગઇ હતી. સાસરે પતિ સાથે ઝઘડા થવાથી પતિ તેણીના દિયર સાથે રહેવા જતો રહ્યો હતો અને ત્યાંથી પતિ ક્યાંક જતો રહ્યો હતો. આમ મહિલા તેના પુત્ર સાથે એકલી હોવાથી સુરત રહેતા સાસુ-સસરા તેણીની સાથે રહેવા આવી ગયા હતાં.
આ પણ વાંચો : OMG! અમદાવાદના પોશ વિસ્તારમાં શખ્સે મકાન ખરીદ્યું, પરિવાર સાથે રહેવા પહોંચ્યો તો ફ્લેટ જ ગાયબ
વર્ષ 2019માં કોરોનાકાળમાં સાસુ પરત સુરત રહેવા જતાં રહ્યાં હતાં અને એકાદ વર્ષ પહેલા તેણીના સસરા કિરીટ કાનજી ખેતાણી (ઉ.વ.55) રાત્રીના સમયે મહિલાના રૂમમાં આવીને ટાંકામાં પાણી ન હોવાથી જોવાનું કહ્યું હતુ અને તેણી નીચે ગઇ હતી. આ દરમિયાન સસરાએ કહ્યુ હતું કે, ‘તું મને બહુ ગમે છે, તું મારી ગર્લફ્રેન્ડ બની જા તારો પતિ તને ખુશ નથી રાખતો પણ હું તને તેની ખામી નહીં થવા દઉ’ તેમ કહીને બળજબરી કરી હતી. તેમજ ‘બૂમો પાડીશ તો તારા દીકરાને જાનથી મરાવી નાંખીશ’ તેવી ધમકી આપી વર્ષમાં ચારેક વખત દુષ્કર્મ આચર્યુ હતું.
સસરા દ્વારા દુષ્કર્મ આચરતા કંટાળેલી મહિલા શહેરમાં અન્ય સ્થળે રહેવા માટે ચાલી ગઈ હતી અને ત્યાર બાદ તેણીએ આ અંગે પોલીસમાં જાણ કરતાં જામનગર સીટી બી ડિવિઝનના પીઆઈ કે.જે.ભોયે તથા સ્ટાફે મહિલાના નિવેદનના આધારે તેણીના સસરા કિરીટ કાનજી ખેતિયા વિરૂધ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે એક મજબૂર મહિલાને બાપ સમાન સસરાએ જ તેની આબરૂ લેતાં નફફટ સસરા પર ચારે તરફથી ફિટકાર વરસી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે