ગુજરાત : કમોસમી વરસાદથી મુશ્કેલી, ખેડૂતથી માંડી સાગરખેડૂ સુધી સૌ કોઇ પરેશાન

ક્યાર વાવાઝોડાના કારણે ગુજરાતનાં મોટા ભાગના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદ, નાગરિકોનું નવુવર્ષ તો ખેડૂતોની દિવાળી બગડી

ગુજરાત : કમોસમી વરસાદથી મુશ્કેલી, ખેડૂતથી માંડી સાગરખેડૂ સુધી સૌ કોઇ પરેશાન

અમદાવાદ : નવા વર્ષની શરૂઆત ગુજરાત માટે ઐતિહાસિક રીતે વરસાદી રહી હતી. અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે ઝાપટા આવ્યા હતા. જ્યારે કેટલાક દરિયા કિનારાના જિલ્લાઓમાં તોફાની વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો. મધ્યગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. જો કે દિવાળીમાં વરસાદ ગુજરાત માટે એક મોટી નવાઇની વાત છે. સામાન્ય રીતે શ્રાવણ મહિનાના અંતે વરસાદ વિદાય લઇ લેતો હોય છે. જો કે ચાલુ વર્ષે ભાદરવો અને આસો બંન્ને મહિનામાં વરસાદ પડ્યો હતો. આ વરસાદી વાતાવરણનાં કારણે મચ્છરજન્ય રોગચાળાનો પણ પ્રકોપ ગુજરાતમાં ખુબ જોવા મળ્યો હતો. 

હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ આગાહી કરવામાં આવી હતી કે, અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યારા વાવાઝોડાની ચેતવણીનાં કારણે દિવાળી અને બેસતા વર્ષાં દિવસે વરસાદ પડી શકે છે. જ્યારે અન્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ સર્જાઇ શકે છે. અમદાવાદ જિલ્લાનાં અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ નોંધાયો હતો. ગાંધીનગર અને એસજી હાઇવે પર આવેલા તમામ વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. અમદાવાદનાં ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, નારણપુરા, વસ્ત્રાપુર, શિવરંજની સહિતનાં વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

નવસારી તાલુકાના કુરેલ ગામમાં અચાનક વાતાવરણ પલટ્યું હતું. નવું વર્ષની સમી સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે વરસાદ ખાબકવા લાગતા ખેડૂતોમાં ચિંતા પેઠી હતી. ડાંગર, શેરડી, ચીકુ અને અન્ય શાકભાજીની ખેતીને આ વરસાદના કારણે ભારે નુકસાનની આશંકા છે. 
ડાંગ જિલ્લાનાં ગિરિ મથક સાપુતારામાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની અસર જોવા મળી હતી. પવન સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વીજળી ડુલ થઇ ગઇ હતી. જો કે સહેલાણીઓમાં ખુશી જોવા મળી હતી. 

 

સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. કિમ સહિત આસપાસનાં વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. એક કલાક સુધી સતત તોફાની વરસાદ પડતા સુરતવાસીઓ માટે મુશ્કેલી સર્જાઇ હતી. વર્ષનાં સૌથી મોટા તહેવારમાં ધોધમાર વરસાદ પડતા ઉજવણીપ્રીય સુરતીઓ મુંઝવણમાં મુકાયા હતા. કતારગામ, લાલદરવાજા, લાલગેટ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. 

વડોદરા જિલ્લામાં પણ મેઘરાજાએ ધીમીધારે શરૂઆત કરી હતી. જિલ્લાના અનેક વિસ્તારમાં કમોસમી વરાસદનાં કારણે ઠંડક પ્રસરી હતી. શહેરનાં ગોત્રી, સયાજીગંજ, ફતેહગંજ, જેતલપુર, હરિનગર વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. તહેવારમાં વરસાદ પડતા લોકોમાં મીઠો રોષ જોવા મળ્યો હતો. આ ઉપરાંત પાદરા તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. કપાસ, ડાંગર, જેવા ઉભાપાકને ભારે નુકસાન થયું હતું. વાઘોડિયામાં પણ વરસાદ અનુભવાયો હતો. 

આણંદ જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે સ્થાનિકોની તહેવારની મજા બગડી હતી. ગાજવીજ સાથે પડેલા તોફાની વરસાદે તહેવારની સિઝનમાં લોકોને બારે હાલાકીમાં મુક્યા હતા. ઉપરાંત પુજાની સામગ્રી અને ફટાકડા લઇને ઉભેલા ફેરિયાઓએ પણ ભાગવાનો વારો આવ્યો હતો. 

સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. બે દિવસથી સાબરકાંઠામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. પ્રાંતિજ, હિંમતનગર આસપાસના વિસ્તારમાં છુટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. 

છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી વાતાવરણ સર્જાયું હતું. છોટાઉદેપુર, નસવાડી અને બોડેલી તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સ્થાનિકો અચાનક વરસાદના કારણે મજા બગડી. ખેડૂતોમાં પણ ડર અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મકાઇ, કપાસ, અડદ સહિતનાં પાકોમાં ભારે નુકસાન.

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણને કારણે ધરમપુર અને આસપાસનાં વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સ્થાનિકો હિલ સ્ટેશન વિસ્તારમાં ફરવા માટે આવેલા લોકોએ વરસાદ આવતા ખુશીનો માહોલ.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા સહિતનાં વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. નવા વર્ષે જ મેઘરાજાની કૃપાથી સ્થાનિકોના તહેવારની મજા બગડી હતી. કાવી, કોરા, જંત્રાણ સહિતનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. 
પોરબંદર જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું હતું. માધવપુરનાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદી ઝાપટું પડ્યું હતું. માધુપુરમાં થતું સ્નાન પણ રદ્દ કરવામાં આવ્યું હતું. ભારે ઉકળાટ બાદ વરસાદી ઝાપટુ પડ્યું હતું. દરિયા કિનારાના મોટા ભાગના જિલ્લાઓમાં છુટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. 

ભાવનગરમાં ગુનેગારો બેખોફ, તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકની કરી હત્યા
ભાવનગર જિલ્લામા પણ વરસાદી વાતાવરણ સર્જાયું હતું. મહુવા, ભાદ્રોહ સહિતનાં ગામોમાં દિવાળીની રાત્રે જ વરસાદી ઝાટપા પડ્યા હતા. આજનું દિવલ ખુબ જ વાદળછાયુ રહ્યું હતું. ગમે તે ઘડીએ વરસાદ પડી શકે તેવું આકાશ ગોરંભાતા તહેવાર ટાણે લોકોએ નિકળવું કે નહી તે અવઢવમાં જ પસાર કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news