Cyclone Biparjoy Effect: આણંદ જિલ્લાના ખેડૂતો તબાહ! કુદરતી આફત બાદ કેળના પાકમાં તારાજી સર્જાઈ

Cyclone Biparjoy Effect: આણંદ જિલ્લાની જો વાત કરવામાંઆવે તો જિલ્લામાં 12 હજાર હેકટરમાં કેળના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. અને હાલમાં કેળનો પાક તૈયાર છે. અને એકાદ માસમાં કેળાની લુમો કાપવામાં આવશે. 

Cyclone Biparjoy Effect: આણંદ જિલ્લાના ખેડૂતો તબાહ! કુદરતી આફત બાદ કેળના પાકમાં તારાજી સર્જાઈ

Cyclone Biparjoy Effect: બુરહાન પઠાણ/આણંદ: બીપોરજોય વાવાઝોડાને લઈને આણંદ જિલ્લામાં ભારે પવન ફૂંકાતા કેળના પાકમાં તારાજી સર્જાઈ છે. અને હજ્જારો એકર જમીનમાં કેળના પાક જમીન દોસ્ત થઈ જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.

આણંદ જિલ્લાની જો વાત કરવામાંઆવે તો જિલ્લામાં 12 હજાર હેકટરમાં કેળના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. અને હાલમાં કેળનો પાક તૈયાર છે. અને એકાદ માસમાં કેળાની લુમો કાપવામાં આવશે ત્યારે ફૂંકાયેલા વાવાઝોડામાં  આણંદ જિલ્લાના નાપા બોરીયા, સંદેશર સહિતના ગામોમાં કેળનો પાક જમીન દોસ્ત થઈ જતા કેળનાં પાકમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

કેળના પાકમાં કેળના છોડ, ખાતર, મજૂરો અને પિયતનો ખર્ચ કર્યા બાદ હાલમાં જ્યારે વાવાઝોડાની કુદરતી આફત આવતા ખેડૂતોનાં કેળના ભારે નુકસાન થતા ખેડૂતો પાયમાલીમાં મુકાયા છે, ત્યારે ખેડૂતો દ્વારા નુકસાની પેટે સરકાર સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news