અમરેલીના ખેડૂતે ભારે કરી! ઓછા ખર્ચમાં હળદરની એવી રીતે ઓર્ગેનિક ખેતી કરી કે.... મેળવે છે લાખોની આવક
વીજપડી ગામના રાણાભાઇ હડિયા નામના ખેડૂતે હળદરની ખૂબ જ મોટા પ્રમાણમાં ખેતી કરી છે. રાણાભાઇ હડીયાએ 15 વિઘામાં હળદરનું વાવેતર કર્યું છે. રાણાભાઇ છેલ્લા પાંચ વર્ષથી ઓર્ગેનિક હળદરનું વાવેતર કરી રહ્યા છે. આ હળદર સંપૂર્ણ ઓર્ગેનિક છે.
Trending Photos
કેતન બગડા/અમરેલી: અમરેલી જિલ્લાના ખેડૂતો પણ હવે પ્રગતિશીલ બન્યા છે સાથે સાથે આત્મ નિર્ભર પણ બન્યા છે. વીજપડી ગામના એક પ્રગતિ ખેડૂતે હળદરનું વાવેતર કર્યું છે. હળદર પણ ખાસ જે લોકોમાં ખૂબ જ પ્રિય છે. તેવી સેલમ હળદર આ હળદરની ખેતીથી આ પ્રગતિશીલ ખેડૂત વર્ષે 150 મણ હળદર દળીને વહેંચે છે. આ હળદર પકવવા માટે પ્રગતિશીલ ખેડૂત રાસાયણિક ખાતર કે દવાઓનો ઉપયોગ કરતા નથી. આ પ્રગતિશીલ ખેડૂત સંપૂર્ણપણે જીવામૃતનો ઉપયોગ કરે છે. જેથી પાક પણ સારો આવે છે અને હળદરની ગુણવત્તા પણ સારી રહે છે.
હાલના સમયમાં ખેડૂતો હવે ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ રહ્યા છે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે આહવાન કર્યું હતું. ત્યારથી ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ પડ્યા છે વીજપડી ગામના રાણાભાઇ હડિયા નામના ખેડૂતે હળદરની ખૂબ જ મોટા પ્રમાણમાં ખેતી કરી છે. રાણાભાઇ હડીયાએ 15 વિઘામાં હળદરનું વાવેતર કર્યું છે. રાણાભાઇ છેલ્લા પાંચ વર્ષથી ઓર્ગેનિક હળદરનું વાવેતર કરી રહ્યા છે. આ હળદર સંપૂર્ણ ઓર્ગેનિક છે. એક પણ જાતના રાસાયણિક કેમિકલ કે દવા રાણાભાઇ હળદરના પાકમાં વાપરતા નથી રાણાભાઇ છેલ્લા પાંચ વર્ષથી હળદરની ખેતીમાં જીવામૃતનો ઉપયોગ કરે છે.
હળદરમાં પણ અનેક પ્રકારની હળદર આવે છે તેમાં નંબર વન હળદર એટલે સેલમ હળદર રાણાભાઇ સેલમ હળદરની ખેતી કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે. એક વીઘામાં આશરે 15 થી 20,000 નો ખર્ચો થાય છે અને એક વિધામાં રૂપિયા 80 હજારનું ઉત્પાદન થાય છે. જ્યારે પ્રથમ વખત હળદરનું વાવેતર કર્યું ત્યારે રૂપિયા 15થી 20,000 નો ખર્ચો થયો હતો. પરંતુ બીજી વખત હળદરનું વાવેતર કરે છે ત્યારે હળદરની ગાંઠ તે બીજી વખત હળદરના ઉત્પાદન લેવામાં કામ આવે છે.
આમ બીજી વખત જ્યારે હળદરનું વાવેતર કરવામાં આવે છે ત્યારે એક વીઘે રૂપિયા 8,000નો ખર્ચો થાય છે. સરકાર બાગાયતી ખેડૂતોને મશીનરી ખરીદવા માટે 75% સુધીની સબસીડી આપે છે ત્યારે રાણાભાઇએ હળદર દડવા માટે પલવરાઇઝરની ખરીદી કરીને સબસીડી મેળવી હતી. રાણાભાઇ હરિયાને હળદરના વેચાણ માટે બહાર જવું પડતું નથી. પરંતુ લોકો ઘરે આવીને જ સેલમ હળદરની ખરીદી કરી જાય છે. 15 વીઘા જમીનમાં વર્ષે 150 મણ હળદરનું રાણાભાઇ ઉત્પાદન લઈ રહ્યા છે અને છેલ્લા પાંચ વર્ષથી લીલી હળદરની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
રાણાભાઇ હરિયા ધીમે ધીમે બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો ખેતી કરે તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપી રહ્યા છે. રાણાભાઇ પોતાના ઘરે જ પલવરાઇઝર મશીનથી હળદર દળી ને ઘરે જ હળદરનું વેચાણ કરી રહ્યા છે એક કિલો નો ભાવ ₹200 સુધીનો તેમને મળે છે.
છેલ્લા પાંચ વર્ષથી વીજપડી ના ખેડૂત રાણાભાઇ હડિયા હળદર ની ખેતીમાં સારી એવી કમાણી કરી રહ્યા છે ત્યારે બીજા ખેડૂતો પણ હવે હળદરની ખેતી કરવા લાગ્યા છે વીજપડી જ ગામના બળવંતભાઈ લાડુમોર પણ પોતાની બે વીઘા જમીનમાં ઓર્ગેનીક હળદર ની ખેતી કરવાનું શરૂ કરી દીધું છે ઓર્ગેનિક ખેતી કરવાથી લોકોને શુદ્ધ હળદર મળે છે અને લોકો હાલના સમયમાં ઓર્ગેનિક દરેક વસ્તુનો આગ્રહ રાખે છે.
તો વીજપડી તાલુકાના દાધીયા ગામના પ્રદીપભાઈ ભાલાળા એ પણ હળદરની ખેતી તરફ વળ્યા અને છેલ્લા બે ત્રણ વર્ષથી સાત વીઘામાં ઓર્ગેનિક હળદરનું ઉત્પાદન લઈ રહ્યા છે. ઓર્ગેનિક હળદરના વેચાણમાં પણ ખૂબ જ મોટો ફાયદો થાય છે આ ખેડૂતોને કોઈ જગ્યાએ વેચવા જવું નથી પડતું પરંતુ સામેથી જ લોકો ઘરે આવીને સેલમ હળદર લઈ જાય છે. વીજપડી ગામના રાણાભાઇ હડિયા પોતાના જ ખેતરમાં હળદરને પાણીની વરાળથી બાફીને ખેતરમાં 15 દિવસ સુધી સુકી રાખીને કલવરાઈઝર મશીનથી હળદર દળીને પોતાના ઘરે જ હળદરનું વેચાણ કરી રહ્યા છે.
ગત વર્ષે રાણાભાઇ 150 મણ હળદરનું વેચાણ કર્યું હતું ઓર્ગેનિક હળદર પાવડર નો બજાર ભાવ પ્રતિ કિલો રૂપિયા 200 સુધી તેમને મળ્યો હતો. આના કારણે ખેતીમાં પણ તેમને આર્થિક રીતે સારી સફળતા પણ છેલ્લા પાંચ વર્ષથી મળી રહે છે. બીજા ખેડૂતો પણ રાણાભાઇ હડિયાની ખેતી પ્રત્યેની લગ્ની અને મહેનત જોઈને બીજા ખેડૂતો પણ હવે ધીમે ધીમે હળદરનું વાવેતર કરવા લાગ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે